ipl most runs list 2023 : શુભમન ગિલે કર્યો રનનો વરસાદ, ઓરેન્જ કેપ જીતી, આવો રેકોર્ડ પણ નોંધાવ્યો

ipl most runs list 2023 : શુભમન ગિલ આઈપીએલ 2023 નો સૌથી સફળ બેટ્સમેન બન્યો છે. ગુજરાતના ઓપનરે આ સિઝનની 17 ઇનિંગ્સમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા

ipl most runs list 2023 : શુભમન ગિલ આઈપીએલ 2023 નો સૌથી સફળ બેટ્સમેન બન્યો છે. ગુજરાતના ઓપનરે આ સિઝનની 17 ઇનિંગ્સમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Shubman Gill Orange Cap

ipl most runs list 2023 : શુભમન ગિલે ઓરેન્જ કેપ જીતી (તસવીર - શુભમન ગિલ ટ્વિટર)

ipl most runs list 2023 : આઈપીએલ 2023માં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ ચેમ્પિયન બની છે. ફાઇનલમાં ચેન્નઇએ ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. સીએકે પાંચમી વખત ચેમ્પિયન બનવા સફળ રહી છે. રનર્સ અપ ગુજરાત ટાઇટન્સની વાત કરવામાં આવે તો તે સતત બીજા ટાઇટલથી વંચિત રહી હતી. જોકે ગુજરાતના ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનની પ્રભાવિત કર્યા છે. ગુજરાતના શુભમન ગિલ માટે આ સિઝન શાનદાર રહી છે. આઈપીએલ 2023માં સૌથી વધારે રન બનાવી ઓરેન્જ કેપ પોતાના નામે કરી છે.

Advertisment

શુભમન ગિલના 890 રન

શુભમન ગિલ આઈપીએલ 2023 નો સૌથી સફળ બેટ્સમેન બન્યો છે. ગુજરાતના ઓપનરે આ સિઝનની 17 ઇનિંગ્સમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 157.80ની રહી છે. ગિલે આ સિઝનમાં 3 સદી અને 4 અડધી સદી પણ ફટકારી હતી. તેણે 85 ફોર અને 33 સિક્સર ફટકારી છે.

આ પણ વાંચો - ipl 2023 records team : આઈપીએલ 2023માં સૌથી મોટો સ્કોર લખનઉ સુપર જાયન્ટ્સે બનાવ્યો

ગિલ માત્ર 23 વર્ષની ઉંમરે ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. તેણે શોન માર્શ (24 વર્ષ)નો રેકોર્ડ તોડ્યો છે. આઈપીએલની એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાના મામલે ગિલથી આગળ હવે ફક્ત વિરાટ કોહલી છે. કોહલીએ એક સિઝન (2016)માં સૌથી વધારે 973 રન બનાવ્યા છે.

Advertisment

આઈપીએલ 2023માં સૌથી વધારે રન કરનાર ટોપ 10 પ્લેયર્સ

ખેલાડીટીમમેચરનએવરેજ
શુભમન ગિલગુજરાત ટાઇટન્સ17890 59.33
ફાફ ડુ પ્લેસિસરોયલ ચેલેન્જર્સ બેંગલોર1473056.15
ડેવોન કોનવેચેન્નઇ સુપર કિંગ્સ1667251.69
વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર1463953.25
યશસ્વી જયસ્વાલરાજસ્થાન રોયલ્સ1462548.08
સૂર્યકુમાર યાદવમુંબઈ ઇન્ડિયન્સ1660543.21
ઋતુરાજ ગાયકવાડચેન્નઇ સુપર કિંગ્સ1659042.14
ડેવિડ વોર્નરદિલ્હી કેપિટલ્સ1451636.86
રિંકુ સિંહકોલકાતા નાઇટ રાઇડર્સ1447459.25
ઇશાન કિશનમુંબઈ ઇન્ડિયન્સ1545430.27
ગુજરાત ટાઇટન્સ shubman gill IPL સ્પોર્ટ્સ