/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/IPL-Orange-Cap-Winners.jpg)
શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ અને જોશ બટલર (તસવીર - આઈપીએલ)
IPL 2024 Orange Cap Holders Players List : આઈપીએલ 2024ની સિઝન 22 માર્ચથી શરૂ થઇ રહી છે. આ વખતે પણ બધા સ્ટાર પ્લેયર્સ ઓરેન્જ કેપ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવશે. ઓરેન્જ કેપ ઈન્ડિયન પ્રીમિયર લીગના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક છે. તે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે. જ્યાં સુધી રેકોર્ડની વાત છે તોઅનુભવી ઓપનર ડેવિડ વોર્નર IPLના ઈતિહાસમાં ત્રણ અલગ-અલગ સિઝનમાં ઓરેન્જ કેપ જીતવાનો રેકોર્ડ ધરાવે છે.
આઈપીએલ 2023માં શુભમન ગિલે ઓરેન્જ કેપ જીતી હતી
શુભમન ગિલે IPL 2023માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતી વખતે આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો હતો. શુભમન ગિલે IPL 2023માં 17 મેચોની 17 ઇનિંગ્સમાં 59.33ની એવરેજ અને 157.8ની સ્ટ્રાઇક રેટથી 890 રન બનાવ્યા હતા. તેણે ત્રણ મેચમાં 100થી વધારે રન બનાવ્યા હતા.
આઈપીએલ 2023 ની જેમ IPL 2024 માં પણ 10 ટીમો ભાગ લઈ રહી છે. આવી સ્થિતિમાં ઓરેન્જ કેપ વિજેતા બનવા માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. અમે અહીં IPL 2008 થી 2023 સુધીના તમામ ઓરેન્જ કેપ વિજેતાઓ વિશે જણાવી રહ્યા છીએ.
આ પણ વાંચો - રેકોર્ડ છઠ્ઠી વખત ટાઇટલ જીતવા ઉતરશે CSK, આ સિઝનમાં આવી હોઇ શકે છે સીએસકેની પ્લેઇંગ ઇલેવન
IPL ના ઓરેન્જ કેપ વિજેતાઓ
| વર્ષ | ઓરેન્જ કેપ વિજેતા | રન | ટીમ |
| 2023 | શુભમન ગિલ | 890 | ગુજરાત ટાઇટન્સ |
| 2022 | જોશ બટલર | 863 | રાજસ્થાન રોયલ્સ |
| 2021 | ઋતુરાજ ગાયકવાડ | 635 | ચેન્નઇ સુપર કિંગ્સ |
| 2020 | કેએલ રાહુલ | 670 | કિંગ્સ ઇલેવન પંજાબ |
| 2019 | ડેવિડ વોર્નર | 692 | સનરાઇઝર્સ હૈદરાબાદ |
| 2018 | કેન વિલિયમ્સન | 735 | સનરાઇઝર્સ હૈદરાબાદ |
| 2017 | ડેવિડ વોર્નર | 641 | સનરાઇઝર્સ હૈદરાબાદ |
| 2016 | વિરાટ કોહલી | 973 | રોયલ ચેલેન્જર્સ બેંગલોર |
| 2015 | ડેવિડ વોર્નર | 562 | સનરાઇઝર્સ હૈદરાબાદ |
| 2014 | રોબિન ઉથપ્પા | 660 | કોલકાતા નાઇટ રાઇડર્સ |
| 2013 | માઇકલ હસ્સી | 733 | ચેન્નઇ સુપર કિંગ્સ |
| 2012 | ક્રિસ ગેઇલ | 733 | રોયલ ચેલેન્જર્સ બેંગલોર |
| 2011 | ક્રિસ ગેઇલ | 608 | રોયલ ચેલેન્જર્સ બેંગલોર |
| 2010 | સચિન તેંડુલકર | 618 | મુંબઈ ઇન્ડિયન્સ |
| 2009 | મેથ્યુ હેડન | 572 | ચેન્નઇ સુપર કિંગ્સ |
| 2008 | શોન માર્શ | 616 | કિંગ્સ ઇલેવન પંજાબ |
સૌથી વધારે 3 વખત ડેવિડ વોર્નર ઓરેન્જ કેપ જીત્યો છે. આ પછી ક્રિસ ગેઇલ બે વખત ઓરેન્જ કેપ જીત્યો છે. ઓરેન્જ કેપ છ ભારતીય ખેલાડીઓ જીતવા સફળ રહ્યા છે. જેમાં શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, રોબિન ઉથપ્પા, કેએલ રાહુલ અને સચિન તેંડુલકરનો સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us