IPL Retention 2025 Updates, આઈપીએલ 2025 રિટેન્શન લિસ્ટ : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 પહેલા મેગા હરાજી યોજાવાની છે. અગાઉ તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ ગુરુવારે (31 ઓક્ટોબર) રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. રિટેન નહીં કરાયેલા ખેલાડીઓની હવે હરાજી થશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલની મેગા હરાજી ક્યારે થશે તેની જાહેરાત કરી જ નથી. જોકે નવેમ્બરના અંતમાં યોજાય તેવી શક્યતા છે.
મુંબઈ ઇન્ડિયન્સ રિટેન પ્લેયર્સ લિસ્ટ
મુંબઈ ઇન્ડિયન્સે જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને તિલક વર્માને રિટેન કર્યા છે. બુમરાહને સૌથી વધારે રકમ મળી છે. બુમરાહ 18 કરોડ રૂપિયા, સૂર્યકુમાર યાદવ 16.35 કરોડ રુપિયા, હાર્દિક પંડ્યા 16.35 કરોડ રુપિયા, રોહિત શર્મા 16.30 કરોડ રુપિયા અને તિલક વર્મા 8 કરોડ રુપિયામાં રિટેન થયા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરું રિટેન પ્લેયર્સ લિસ્ટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુંએ વિરાટ કોહલીને 21 કરોડ રુપિયા, રજત પાટીદારને 11 કરોડમાં અને યશ દયાલને 5 કરોડમાં રિટેન કર્યા છે. યશ દયાલ અનકેપ્ડ ખેલાડી છે.
પંજાબ કિંગ્સ રિટેન પ્લેયર્સ લિસ્ટ
પંજાબ કિંગ્સે બે અનકેપ્ડ ખેલાડી શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહને રિટેન કર્યા છે. ટીમ સૌથી વધારે રકમ સાથે હરાજીમાં ઉતરશે.
દિલ્હી કેપિટલ્સ રિટેન પ્લેયર્સ લિસ્ટ
આઈપીએલ 2025 મેગા હરાજી પહેલા દિલ્હી કેપિટલ્સ અને ઋષભ પંત અલગ થઇ ગયા છે. પંતને ટીમે રિટેન કર્યો નથી. દિલ્હીએ અક્ષર પટેલ, કુલદીપ યાદવ, સ્ટ્રિસ્ટન સ્ટબ્સ અને અભિષેક પોરેલને રિટેન કર્યા છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ રિટેન પ્લેયર્સ લિસ્ટ
ચેન્નાઇ સુપર કિંગ્સે ઋતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજાને સૌથી વધારે 18 કરોડ રુપિયામાં રિટેન કર્યા છે. મથિશા પાથિરાના અને શિવમ દુબેને 12-12 કરોડમાં અને એમએસ ધોની 4 કરોડમાં રુપિયામાં રિટેન કર્યા છે.
ગુજરાત ટાઇટન્સ રિટેન પ્લેયર્સ લિસ્ટ
ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાનને 18 કરોડ રુપિયામાં, શુભમન ગિલને 16.50 કરોડ, સાઇ સુદર્શનને 8.50 કરોડ, રાહુલ તેવાટિયા અને શાહરુખ ખાનને 4-4 કરોડમાં રિટેન કર્યા છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ રિટેન પ્લેયર્સ લિસ્ટ
કોલકાતા નાઇટ રાઇડર્સે રિંકુ સિંહને 13 કરોડ રુપિયામાં, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલને 12-12 કરોડમાં, હર્ષિત રાણા અને રમનદીપ સિંહને 4-4 કરોડમાં રિટેન કર્યા છે.
લખનઉ સુપર જાયન્ટ્સ રિટેન પ્લેયર્સ લિસ્ટ
લખનઉ સુપર જાયન્ટ્સે 5 ખેલાડી રિટેન કર્યા છે. નિકોલસ પૂરનને 21 કરોડ રુપિયા, રવિ બિશ્નોઇ અને મયંક યાદવ 11 કરોડ રુપિયા, મોહસિન ખાન અને આયુષ બદોનીને 4 કરોડમાં રિટેન કર્યા છે.
આ પણ વાંચો – રોહિત, બુમરાહ અને રવિન્દ્ર જાડેજા નહીં, આ છે તે 5 ખેલાડી જેમને ફ્રેન્ચાઇઝીએ ક્યારે રિલીઝ કર્યા નથી
રાજસ્થાન રોયલ્સ રિટેન પ્લેયર્સ લિસ્ટ
રાજસ્થાન રોયલ્સે 6 ખેલાડી રિટેન કર્યા છે. સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને 18 કરોડ રુપિયા, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલને 14 કરોડ રુપિયા, શિમરોન હેટમાયરને 11 કરોડમાં અને સંદીપ શર્માને 4 કરોડમાં રિટેન કર્યા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ રિટેન પ્લેયર્સ લિસ્ટ
સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ખેલાડી રિટેન કર્યા છે. હેનરિચ ક્લાસેનને 23 કરોડ રુપિયા, પેટ કમિન્સને 18 કરોડ રુપિયા, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ 14 કરોડ અને નીતિશ કુમાર રેડ્ડીને 6 કરોડમાં રિટેન કર્યા છે.
આ દિગ્ગજ ભારતીયો હરાજીમાં જોવા મળશે
IPL બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ અનુસાર ઋષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને દીપક ચહર હરાજીમાં જોવા મળશે. ડેવિડ વોર્નર, જોસ બટલર, ક્વિન્ટન ડી કોક, ગ્લેન મેક્સવેલ, ફાફ ડુપ્લેસિસ, ફિલ સોલ્ટ, સેમ કુરન અને મિશેલ સ્ટાર્ક એવા કેટલાક મોટા ખેલાડીઓ છે જેઓ પણ હરાજીમાં જોવા મળી શકે છે.
નવા કોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સની ટીમ કેપ્ટન સંજુ સેમસન, રિયાન પરાગ, સંદીપ શર્મા અને યશસ્વી જયસ્વાલ સહિતના તેના મુખ્ય ખેલાડીઓને જાળવી રાખશે. જોકે તેઓ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર અને લીગના સૌથી વધુ વિકેટ લેનારા સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પાછા ખરીદવા માટે તેમના બે રાઇટ-ટુ-મેચ વિકલ્પો પર પણ વિચાર કરશે.