IPL 2024 : આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અભિયાનનો અંત આવી ગયો છે અને આ વખતે પણ ટ્રોફીથી વંચિત રહ્યું છે. જોકે તેના નામે એક અજીબ પ્રકારનો સંયોગ છે. એટલે જો આરસીબીની ટીમ પ્લેઓફમાં આવે અને તેને જે ટીમ હરાવે તે ક્યારેય ચેમ્પિયન બની શકતી નથી. આ સિલસિલો આ વખતે પણ યથાવત્ રહ્યો છે. આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું હતું. હવે રાજસ્થાન ક્વોલિફાયર-2 માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયું છે. એટલે રાજસ્થાન ચેમ્પિયન બની શકશે નહીં.
આરસીબી છ વખત પ્લેઓફમાં પહોંચ્યું
- RCB vs MI: આઈપીએલ 2010માં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું હતું. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયું હતું.
- RCB vs CSK: આઈપીએલ 2015માં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું હતું. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઈનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે હારી ગયું હતું.
- RCB vs SRH: આઈપીએલ 2020માં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું હતું. આ સિઝનમાં હૈદરાબાદ ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી ગયું હતું.
આ પણ વાંચો – આઈપીએલ 2024, સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં, રાજસ્થાનના અભિયાનનો અંત
- RCB vs KKR: આઈપીએલ 2021માં કોલકાતા નાઈટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું હતું. આ સિઝનમાં કોલકાતા ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયું હતું.
- RCB vs RR: આઈપીએલ 2022માં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું હતું. આ સિઝનમાં રાજસ્થાન ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે હારી ગયું હતું.
- RCB vs RR: આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું હતું. આ સિઝનમાં રાજસ્થાન ક્વોલિફાયર-2 માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયું છે. આમ આરસીબીને પ્લેઓફમાં હરાવનાર ટીમ ક્યારેય ચેમ્પિયન બનતી નથી તે સિલસિલો આ વખતે પણ યથાવત્ રહ્યો છે.





