GT vs CSK Q1: આઇપીએલ 2023 પ્રથમ ક્વોલિફાયર મેચ મંગળવારે સાંજે ચેન્નઇ સુપર કિંગ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. વિશ્વના ક્રિકેટ શોખિનોની નજર આ મેચ પર ટકી છે. ચેન્નઇ અને ગુજરાત બંને ટીમો ચેમ્પિયન ટ્રોફીથી એક મેચ દુર છે. બંને ટીમો આજની મેચ જીતવા મરણીયો જંગ ખેલશે. જોકે પ્રથમ ક્વોલિફાયર જંગમાં ગુજરાતને ફાયદો થઇ શકે છે. જે ગ્રાઉન્ડમાં મેચ રમાવાની છે એ ચેપક સ્ટેડિયમ ભલે ચેન્નઇનું હોમ ગ્રાઉન્ડ છે પરંતુ ચેન્નઇ માટે એ એટલું લકી નથી.
ચેન્નઇ સુપર કિંગ લાંબા સમયથી ચેન્નઇના ચેપક સ્ટેડિયમમાં મેચ રમતું આવ્યું છે. જોકે કોરોનાને લીધે ટીમ ત્રણ વર્ષ સુધી અહીંથી દુર હતા. જોકે આ વર્ષે ફરી એકવાર આ સ્ટેડિયમમાં રમવાનો મોકો આવ્યો છે. પરંતુ ત્રણ વર્ષમાં સ્થિતિ ઘણી બદલાઇ ગઇ છે. ટીમનું પ્રદર્શન અહીં કંઇ ખાસ રહ્યું નથી.
ચેન્નઇના સ્થાનિક મેદાનમાં IPL 2023 સિઝનમાં કુલ સાત મેચ રમાઇ છે. સાતમાંથી ટીમને ચાર મેચમાં જીત મળી છે. જોકે આ જીત એટલી બધી ખાસ નથી. આ મેદાન પર ટીમને અગાની સિઝનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિગ્ગજ બોલર હરભજન સિંહનું પણ આવું માનવું છે. તેમણે કહ્યું કે, ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજનો જંગ ઘણો જોરદાર હશે. બંને ટીમો જાણે છે કે આ મુકાબલો ટક્કરનો છે.
હરભજન સિંહે વધુમાં ઉમેર્યું કે, ચેન્નઇ સુપર કિંગ્સ ને પોતાના ગ્રાઉન્ડમાં રમવાની તક મળી છે. તેઓ આ પીચ સારી રીતે જાણે છે. પરંતુ આ સિઝનમાં આ મેદાન પર ટીમનો દેખાવ ખાસ રહ્યો નથી. જેને લીધે ક્વોલિફાયર મેચ ઘણી રસપ્રદ બની રહેશે.
ચેન્નઇ સુપર કિંગ્સના કોચ સ્ટેફન ફ્લેમિંગનું પણ કહેવું છે કે, ચેન્નઇની પીચને લઇને તેઓ શ્યોર નથી. તેમણે કહ્યું કે, અમે હજુ સુધી આ પીચને લઇને કંઇ ખાસ કહી શકીએ એમ નથી. અમને લાગે છે કે સમયની સાથે આ પીચ બદલાઇ છે.