IPL Qualifier 1 CSK Records: ગુજરાત ટાઇટન્સને હરાવી ચેન્નઇ સુપર કિંગ્સનો રેકોર્ડ, 10 મી વખત પહોંચ્યું આઈપીએલ ફાઇનલમાં

IPL Qualifier 1 CSK Records:આઇપીએલ ટુર્નામેન્ટમાં ક્વોલિફાયર 1 મેચમાં ચેન્નઇ સુપર કિંગ સાબિત થયું છે. માત્ર મુંબઇ ઇન્ડિયન્સ સામે જ હાર્યું છે. જ્યારે અન્ય ટીમોને હરાવી સીધુ ફાઇનલમાં પહોંચ્યું છે.

Written by Haresh Suthar
Updated : February 22, 2024 15:38 IST
IPL Qualifier 1 CSK Records: ગુજરાત ટાઇટન્સને હરાવી ચેન્નઇ સુપર કિંગ્સનો રેકોર્ડ, 10 મી વખત પહોંચ્યું આઈપીએલ ફાઇનલમાં
IPL CSK Match: આઈપીએલ ટુર્નામેન્ટમાં સીએસકે ટીમનો દબદબો

IPL Qualifier 1 CSK Records: આઇપીએલ 2023 ક્વોલિફાયર 1 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને ભારે રસાકસી વચ્ચે હરાવી એક નવો કિર્તીમાન રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સ 10 મી વખત આઇપીએલ ફાઇનલમાં પ્રવેશ્યું છે. આઇપીએલ ટુર્નામેન્ટની અત્યાર સુધીની ક્વોલિફાયર 1 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ એક માત્ર મુંબઇ ઇન્ડિન્સને બાદ કરતાં સૌને ભારે પડ્યું છે. સીએસકે ક્વોલિફાયર મેચમાં મુંબઇ સિવાસ અન્ય કોઇ ટીમ સામે ક્યારેય હાર્યું નથી.

આઈપીએલ ક્વોલિફાયર 1 મેચના રેકોર્ડની વાત કરીએ તો ચેન્નઇ સુપર કિંગ્સનો ભારે દબદબો રહ્યો છે. ક્વોલિફાયર 1 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ વધુ વખત જીતની બાજી લગાવી ચુક્યું છે. ચેન્નઇ સુપર કિંગ્સ માત્ર મુંબઇ ઇન્ડિયન્સ સામે જ કાચા પડ્યા છે. જ્યારે અન્ય ટીમો સામે ચેન્નઇ ક્વોલિફાયર મેચમાં ક્યારેય હાર્યું નથી. IPL 2023 ક્વોલિફાયર 1 મેચમાં પણ ચેન્નઇ સુપર કિંગ્સ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાયું અને ગુજરાતને હરાવી પાંચમી વખત ક્વોલિફાયર 1 જીત્યું.

આઇપીએલ 2011 થી 2022 સુધીની વાત કરીએ તો ક્વોલિફાયર 1 માટે કુલ 13 મેચ રમાઇ છે. જેમાં ચેન્નઇ સુપર કિંગ્સ સૌથી વધુ 7 વખત ક્વોલિફાયર 1 મેચમાં રમ્યું છે. જેમાંથી પાંચ વખત જીત્યું છે. ચેન્નઇ સુપર કિંગ્સે દિલ્હી, સનરાઇઝર્સ હૈદરાબાદ, આરસીબી અને મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ સામે બે વખત હાર્યા છે.

વર્ષકોની વચ્ચે ટક્કરજીત
2023GT vs CSKચેન્નઇ સુપર કિંગ્સ 15 રનથી જીત
2022GT vs RRગુજરાત ટાઇટન્સ સાત વિકેટથી જીત
2021DC vs CSKચેન્નઇ સુપર કિંગ્સ 4 વિકેટથી જીત
2020MI vs DCમુંબઇ ઇન્ડિયન્સની 57 રનથી જીત
2019MI vs. CSKમુંબઇ ઇન્ડિયન્સ 6 વિકેટથી જીત
2018SRH vs. CSKચેન્નઇ સુપર કિંગ્સ 2 વિકેટથી જીત
2017MI vs. RPSઆરપીએસ 20 રનથી જીત્યું
2016GL vs. RCBઆરસીબી 4 વિકેટથી જીત
2015CSK vs. MIમુંબઇ ઇન્ડિયન્સ 25 રનથી જીત
2014KXIP vs. KKRકેકેઆર 28 રનથી જીત
2013CSK vs. MIચેન્નઇ સુપર કિંગ્સ 48 રનથી જીત
2012DD vs. KKRકેકેઆર 18 રનથી જીત
2011RCB vs. CSKચેન્નઇ સુપર કિંગ્સ 6 વિકેટથી જીત

આઈપીએલ ક્વોલિફાયર 1 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ બાદ મુંબઇ ઇન્ડિયન્સનો દબદબો રહ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ પાંચ વખત ક્વોલિફાયર 1 મેચ રમ્યું છે. જેમાંથી ત્રણ વખત જીત્યું છે. ખાસ કરીને ચેન્નઇ સુપર કિંગ્સને બે વખત હરાવ્યું છે. જ્યારે એક વખત ચેન્નઇ સુપર કિંગ્સ સામે અને એક વખત આરપીએસ સામે હાર્યું છે.

ક્વોલિફાયર 1 ટક્કર

લીગ મેચમાં સારૂ પ્રદર્શન કરતાં પોઇન્ટ ટેબલમાં મોખરાની બે ટીમ વચ્ચે ક્વોલિફાયર 1 મેચ રમાઇ છે. જેમાં જીત મેળવનાર ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશે છે જ્યારે હારનાર ટીમને વધુ એક તક મળે છે અને એલિમિનેટર મેચમાં જીતેલી ટીમ સામે ક્વોલિફાયર 2 મેચમાં ટકરાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ