Kolkata Knight Riders vs Sunrisers Hyderabad IPL 2024 Final Live Updates in Gujarati: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 ની ફાઇનલ માટે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જેમા 26 મે, 2024 ને રવિવારના રોજ બહુપ્રતિક્ષિત ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) ટીમ આમને-સામને ટકરાશે.
રસપ્રદ બાબત એ છે કે, શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ક્વોલિફાયર-1માં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી આઈપીએલ 2024 ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તો બીજી બાજુ પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદે ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આઇપીએલ 2024 ફાઇનલ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) આઈપીએલ 2024 ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે. કેકેઆર ત્રીજી વાર જ્યારે એસઆરએચ બીજી વખત ટ્રોફી જીતવાની કોશિશ કરશે.
કેકેઆર અને એસઆરએચ વચ્ચેની આ શાનદાર મેચ પહેલા જોઇએ કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ સમગ્ર મેચ દરમિયાન કેવું પર્ફોર્મ કરશે. તેમજ આ સમયગાળા દરમિયાન ચેન્નઈનું હવામાન કેવું રહેશે?
KKR vs SRH Head To Head Records: કોલકાતા નાઇટ રાઇડર્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ-ટુ-હેડ
કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી એક બીજા સામે 26 આઇપીએલ મેચ રમાઇ છે. જેમાં કેકેઆરે 17 જ્યારે એસઆરએચ એ 9 મચ જીતી છે. હૈદરાબાદ સામે કોલકાતાનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર 208 રનનો છે.
એસઆરએચ સામે કેકેઆરનો સર્વોચ્ચ સ્કોર 228 છે અને સૌથી ઓછો સ્કોર 48 રન છે. તો કેકેઆર સામે એસએએચનો સર્વોચ્ચ સ્કોર 208 છે અને સૌથી ઓછો સ્કોર 115 રન છે. આઈપીએલ 2024માં બંને ટીમો વચ્ચે આ ત્રીજી ટક્કર હશે.
અગાઉની બે મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે બંને વખત જીત મેળવી હતી. લીગ મેચમાં કેકેઆરનો 4 રને વિજય થયો હતો, જ્યારે ક્વોલિફાયર-1માં તેણે એસઆરએચને 8 વિકેટે પરાજય આપ્યો હતો.
IPL 2024 Stats On MA Chidambaram Stadium: આઇપીએલ 2024માં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચ પર એક નજર
કુલ રમાયેલી આઈપીએલ મેચ : 8પ્રથમ બેટિંગ કરતા મેચ જીતી : 3પ્રથમ બોલિંગમાં મેચ જીતી : 5પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર : 177 રનબીજી ઈનિંગનો સરેરાશ સ્કોર : 156 રનસૌથી વધુ રેકોર્ડ કુલ સ્કોર : 213/4 (ચેન્નાઈ સુપર કિંગ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સે ફટકારેલો સ્કોર)સૌથી ઓછો કુલ સ્કોર રેકોર્ડ : 134/10 (ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે બનાવેલો સ્કોર)
એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ પીચ રિપોર્ટ : એમએ ચિદમ્બરમ્ સ્ટેડિયમ પિચ રિપોર્ટ
એમએ ચિદમ્બર સ્ટેડિયમની બીચ બોલિંગ માટે સારી દેખાઇ રહી છે, ખાસ કરીને જ્યારે બોલ નવો હોય. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ સ્પિનરોને તેનો ફાયદો મળવા લાગે છે. શરૂઆતમાં તે ડ્રાઇ હોય છે. જેમ જેમ મેચ આગળ વધે છે, તેમ તેમ તે ધીમી પડતી જાય છે.
આ કારણે આ મેદાન પર પાછળથી બેટીંગ કરવી ખુબ જ પડકારજનક બની જાય છે. જોકે એસઆરએચ અને આરઆર વચ્ચે રમાયેલી ક્વોલિફાયર-2ની આઈપીએલ 2024 મેચમાં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ પર થોડો વધારાનો ઉછાળ જોવા મળ્યો હતો. સીમર્સે સમગ્ર મેચ દરમિયાન આનો ફાયદો ઉઠાવ્યો હતો.
વધુમાં સ્પિનરોને ઘણો ટર્ન મળ્યો હતો, જેના કારણે ક્વોલિફાયર-2માં બેટ્સમેનો માટે પડકાર સર્જાયોનથી. સૌથી મહત્વની બાબત એ હતી કે એસઆરએચ વિરુદ્ધ આરઆર મેચમાં બીજી ઇનિંગ્સ દરમિયાન ચેન્નાઇમાં ઝાકળ ન હતું, તેથી, સમય જતાં વિકેટ ધીમી પડી હતી.
આ જ કારણ છે કે એસઆરએચના સ્પિનરોએ રાજસ્થાન રોયલ્સની બેટિંગ લાઇનઅપને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. તો આશા છે કે આઈપીએલની ફાઈનલમાં બેટ અને બોલ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળશે. ઝાકળ મોટી ભૂમિકા ભજવશે નહીં તે જોતાં ટોસ જીતનારી ટીમ પણ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.
Chennai Weather Forecast: ચેન્નાઈ હવામાનની આગાહી
રવિવારે 26 મે 2024ના રોજ ચેન્નઈમાં હવામાન શનિવારે સાંજે જેવું હતુ, તેના જેવું જ રહી શકે છે. કોલકાતા નાઇટ રાઇડર્સે 25 મે ને શનિવારે વરસાદને કારણે પોતાની ટ્રેનિંગ રોકવી પડી હતી. કેકેઆર ટીમ મેનેજમેન્ટે લગભગ બે કલાક સુધી રાહ જોઈ હતી. આખરે ભારતીય સમય પ્રમાણે સાંજે 7:05 કલાકે પ્રેક્ટિસ સેશન રદ કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો | IPL 2024 Final SRH vs KKR: ચેન્નાઈમાં કોણ જીતશે? બેટ્સમેન કે બોલરનો ચાલશે સિક્કો, ટોસ જીતવાથી શું થશે ફાયદો?
જોકે, એક્યુવેધરના મતે મેચના દિવસે વરસાદની શક્યતા માત્ર 3 ટકા જ છે. આવી સ્થિતિમાં, મેચમાં કોઈ ખલેલની સંભાવના નથી. જો વરસાદ પડશે તો આઇપીએલ 2024ની ફાઇનલ રિઝર્વ ડે (27 મે)ના રોજ રમાશે. મેચ દરમિયાન ચેન્નઈનું તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેશે, પરંતુ ભેજનું પ્રમાણ (લગભગ 66 ટકા) વધુ હોવાને કારણે ગરમી ઘણી વધારે રહેશે.





