LSG vs MI (Lucknow vs Mumbai) IPL 2023 Eliminator Live Updates: લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર ખરાખરીનો જંગ રમાઇ રહ્યો છે. લખનૌ અને મુંબઇ બંને ટીમ માટે આ મેચ જીતવી જરૂરી છે. જે હારશે એ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. ચેન્નઇના ચેપક સ્ટેડિયમમાં બંને ટીમ પહેલી વાર એકબીજા સામે ટકરાઇ રહી છે. આ મેચમાં લખનૌ કે મુંબઇ જે ટીમ જીતશે એ ગુજરાત ટાઇટન્સ સાથે અમદાવાદ ખાતે 26 મેના રોજ ક્વોલિફાયર 2 રમશે.
આઇપીએલ 2023 સિઝનમાં લખનૌ અને મુંબઇ વચ્ચે એક જ મેચ રમાઇ છે. લખનૌ ખાતે રમાયેલી આ મેચમાં યજમાન લખનૌ સુપર જાયન્ટ્સનો પાંચ રનથી વિજય થયો હતો. લખનૌ ફરી એકવાર મુંબઇ પર જીતવા પ્રયાસ કરશે તો મુંબઇ હારનો બદલો લેવા માટે તૈયાર છે. બંને ટીમોએ ચેન્નઇની પીચને આધારે ટીમમાં પણ ફેરફાર કરશે અને એ રીતે પ્લેઇંગ 11 પસંદ કરશે.
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં ઘણા સારા ડાબોડી બેટ્સમેન છે તો મુંબઇ ઇન્ડિયન્સ ઋતિક શૌકીનને તક આપી શકે છે. તિલક વર્માને અગાઉની મેચમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તક આપી હતી. મુંબઇ ઇન્ડિયન્સ મેચ વિનર ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે.જો આવું થાય તો વિષ્ણું વિનોદને બહાર બેસવાનો વારો આવી શકે છે.
કે એલ રાહુલ ઇજાગ્રસ્ત થતાં ટીમથી બહાર છે જેને લીધે લખનૌ માટે ઓપનિંગ જોડી એક સમસ્યા બની છે. ટીમને કિંટન ડિકોક માટે એક સારા ઓપનર સાથીની જરૂર છે. એવામાં કાયલ માયર્સને તક મળી શકે છે. જો આમ થાય તો નવિન ઉલ હકને બહાર બેસવાનો વારો આવી ખસે છે. ચેન્નઇની પીચ જોતાં અમિત મિશ્રા ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવી શકે છે.
લખનૌ સુપર જાયન્ટ્સ સંભવિત ટીમકાયલ માયર્સ, ડિ કોક, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બડોની, કે ગૌતમ, રવિ બિશ્નોઇ, મોહસિન ખાન, યશ ઠાકુર
મુંબઇ ઇન્ડિયન્સ સંભવિત ટીમરોહિત શર્મા, ઇશાન કિશન, કેમરન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા/વિષ્ણુ વિનોદ, નેહલ વઢેર, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, ઋતિક શૌકીન





