LSG vs MI (Lucknow vs Mumbai) IPL 2023 Eliminator Live Updates: લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર ખરાખરીનો જંગ રમાઇ રહ્યો છે. લખનૌ અને મુંબઇ બંને ટીમ માટે આ મેચ જીતવી જરૂરી છે. જે હારશે એ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. ચેન્નઇના ચેપક સ્ટેડિયમમાં બંને ટીમ પહેલી વાર એકબીજા સામે ટકરાઇ રહી છે. આ મેચમાં લખનૌ કે મુંબઇ જે ટીમ જીતશે એ ગુજરાત ટાઇટન્સ સાથે અમદાવાદ ખાતે 26 મેના રોજ ક્વોલિફાયર 2 રમશે.
આઇપીએલ 2023 સિઝનમાં લખનૌ અને મુંબઇ વચ્ચે એક જ મેચ રમાઇ છે. લખનૌ ખાતે રમાયેલી આ મેચમાં યજમાન લખનૌ સુપર જાયન્ટ્સનો પાંચ રનથી વિજય થયો હતો. લખનૌ ફરી એકવાર મુંબઇ પર જીતવા પ્રયાસ કરશે તો મુંબઇ હારનો બદલો લેવા માટે તૈયાર છે. બંને ટીમોએ ચેન્નઇની પીચને આધારે ટીમમાં પણ ફેરફાર કરશે અને એ રીતે પ્લેઇંગ 11 પસંદ કરશે.
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં ઘણા સારા ડાબોડી બેટ્સમેન છે તો મુંબઇ ઇન્ડિયન્સ ઋતિક શૌકીનને તક આપી શકે છે. તિલક વર્માને અગાઉની મેચમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તક આપી હતી. મુંબઇ ઇન્ડિયન્સ મેચ વિનર ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે.જો આવું થાય તો વિષ્ણું વિનોદને બહાર બેસવાનો વારો આવી શકે છે.
કે એલ રાહુલ ઇજાગ્રસ્ત થતાં ટીમથી બહાર છે જેને લીધે લખનૌ માટે ઓપનિંગ જોડી એક સમસ્યા બની છે. ટીમને કિંટન ડિકોક માટે એક સારા ઓપનર સાથીની જરૂર છે. એવામાં કાયલ માયર્સને તક મળી શકે છે. જો આમ થાય તો નવિન ઉલ હકને બહાર બેસવાનો વારો આવી ખસે છે. ચેન્નઇની પીચ જોતાં અમિત મિશ્રા ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવી શકે છે.
લખનૌ સુપર જાયન્ટ્સ સંભવિત ટીમ
કાયલ માયર્સ, ડિ કોક, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બડોની, કે ગૌતમ, રવિ બિશ્નોઇ, મોહસિન ખાન, યશ ઠાકુર
મુંબઇ ઇન્ડિયન્સ સંભવિત ટીમ
રોહિત શર્મા, ઇશાન કિશન, કેમરન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા/વિષ્ણુ વિનોદ, નેહલ વઢેર, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, ઋતિક શૌકીન
આકાશ મઘવાલે 5 રનમાં 5 વિકેટ ઝડપીને મુંબઇ ઇન્ડિયન્સને જીત અપાવી છે.
આ પહેલા આઇપીએલમાં અનિલ કુંબલે 5 રન આપીને 5 વિકેટ લેવાનો રેકર્ડ બનાવ્યો છે. આકાશે મઘવાલે કુંબલેના રેકોર્ડ જેવો જ રેકોર્ડ બનાવ્યો છે. આઇપીએલના પ્લેઓફમાં કોઇ પણ બોલરનું આ સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ છે.
લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આજે એલિમિનેટર મેચમાં મુંબઇની 81 રનથી જીત થઇ છે.
ટોચ જીતને મુંબઇ ઇન્ડિયન્સે પહેલા બેટિંગ કરીને લખનૌને જીત માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આકાશ મઘવાલે 5 રનમાં 5 વિકેટ ઝડપીને મુંબઇ ઇન્ડિયન્સને જીત અપાવી છે.
લખનૌ સુપર કિંગ્સ માટે 16.3 ઓવરમાં 102 ટન બનાવીને મેચ હારી ગઇ છે.
મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આકાશ મઘવાલે 10મી ઓવરના ચોથા બોલમાં લખનૌના આયુષ બદોની અને પાંચમાં બોલમાં નિકોલસ પૂરનને પેવેલિયન ભેગા કર્યા છે.નિકોલસ શૂન્ય રને આઉટ થયા છે.
આ સાથે લખનૌના 5 ખેલાડી આઉટ થયા છે.
લખનૌને ત્રીજો ફટકો, કેપ્ટન કૃણાલ આઉટ, જીત માટે 62 બોલમાં 109 રનની જરૂર
પીયૂષ ચાવલાના બોલ પર ચોકો ફટકારવાના ચક્કરમાં કેપ્ટન કૃણાલ પેવેલિયન ભેગા થયા છે.
પંડ્યા એ 11 બોલમાં 8 બનાવ્યા છે.
હવે લખનૌ તરફથી બેટિંગ માટે આયુષ બદોની મેદાનમાં આવ્યા છે.
લખનૌ – 75/5 (10.0)
લખનૌને ત્રીજો ફટકો, કેપ્ટન કૃણાલ આઉટ,
મુંબઇ ઇન્ડિયન્સે 183 રનનો ટાર્ગેટ આપ્યો છે.
લખનૌ ટીમને જીત માટે 62 બોલમાં 109 રનની જરૂર છે
લખનૌ એ 8 ઓવરમાં 68 રન બનાવ્યા, બે વિકેટ ગુમાવી
લખનો ટીમને બીજો ફટકો લાગ્યો છે. માંકડ બાદ ધમાકેદાર બેટિંગ કરી રહેલા કાઇલ મેયર્સ કેમરન ગ્રીનથી કેચ આઉટ થયા છે.
કાઇલ મેયર્સે 3 ચોકાની મદદથી 13 બોલમાં 18 ટન કર્યા છે.
હવે મેયર્સના પેવેલિયન ભેગા થતા લખનૌ તરફથી માર્ક્સ સ્ટોઇનિસ મેદાનમાં આવ્યા છે.
LSK – 45/2 (5.3)
લખનૌ ટીમને પહેલો ફટકો લાગ્યો છે. માંકડે 6 બોલમાં 3 રન બનાવ્યા છે.
હવે ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા મેદાનમાં આવ્યા છે.
લખનૌ સ્કોર – 16/1 (2.1)
લખનૌ સુપર કિંગ્સે બોલીંગ કર્યા બાદ હવે બેટિંગ કરી રહી છે.
લખનૌ ટીમના માંકડ અને કાઇલ મેયર્સ બેટિંગ કરી રહ્યા છે.
લખનૌ સ્કોર – 10 બોલમાં 12 રન
મુંબઇ ઇન્ડિયન્સના બેટિંગ સમાપ્ત થઇ છે અને લખનૌને જીત માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો છે.
મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કેમરોન ગ્રીલે 23 બોલમાં સૌથી વધુ 41 ટન કર્યા છે જેમાં 4 ચોકા અને 1 સિક્સ ફટકારી છે.
મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગ સમાપ્ત થઇ છે, આ ટીમે 8 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા છે.
હવે મેચ જીતવા માટે લખનૌને 183 રનનો ટાર્ગેટ આપ્યો છે.
મુંબઇ ઇન્ડિયન્સ – 19 ઓવરમાં 168 રન, 7 વિકેટ ગુમાવી
ક્રિસ જોર્ડન 4 રન બનાવીને આઉટ થયો. મોહસિન ખાને ક્રિસ જોર્ડનની વિકેટ લીધી છે.
મુંબઇ ઇન્ડિયન્સને પાંચમો ફટકો લાગ્યો છે. ટીમ ડેવિડ 13ન બનાવીને આઉટ થયો છે.
યશ ઠાકુરે ટીમ ડેવિટને પેવેલિયન ભેગો કર્યો છે.
તિલક અને ટીમે 43 રનમાં 33 રન કર્યા છે.
ટીમ આઉટ થતા નેહલ વઢેરા આવ્યા છે.
મુંબઇ ઇન્ડિયન સ્કોર – 148/5 (16.5)
નવીન ઉલ હકે એક જ ઓવરમાં MIની બે વિકેટ ઝડપી છે. સૂર્યકુમાર યાદવ બાદ કેમરન ગ્રીલ આઉટ થયો છે, તેણ 23 બોલમાં 41 રન બનાવ્યા છે. તો હાલ તિલક વર્મા અને ટીમ ડેવિડ બેટિંગ કરી રહ્યા છે.
MIનો લાઇવ સ્કોર – 121/4 (13.0)
MIના કેમરન ગ્રીલે ધમાકેદાર બેટિંગ કરતા કુણાલ પંડ્યાના બોલ પર સતત 4 ચોકા ફટકાર્યા છે. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં 16 રન બન્યા.
MIનો લાઇવ સ્કોર – 70/2 (7.0)
મુંબઇ ઇન્ડિયન્સને વધુ એક ફટકો લાગ્યો છે, ઇશાન કિશન પણ આઉટ
લખનૌ ટીમના યશ ઠાકુરે ઇશાન કિશનને પેવેલિયનમાં પરત મોકલ્યો છે. આમ MIના બંને ઓપનર બેટ્સમેન આઉટ થયા છે.
ઇશાને 12 બોલમાં 15 ર બનાવ્યા છે. હાલ કેમરન ગ્રીન 8 રન સાથે મેદાનમાં રમી રહ્યા છે.
MIનો લાઇવ સ્કોર – લખનૌ ટીમના યશ ઠાકુરે ઇશાન કિશનને પેવેલિયનમાં પરત મોકલ્યો છે. આમ MIના બંને ઓપનર બેટ્સમેન આઉટ થયા છે.
ઇશાને 12 બોલમાં 15 ર બનાવ્યા છે. હાલ કેમરન ગ્રીન 8 રન સાથે મેદાનમાં રમી રહ્યા છે.
MIનો લાઇવ સ્કોર – 46/2 (5.0)
મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન રોહિત શર્માએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી હતી જો કે બહું લાંબા સમય સુધી મેદાનમાં ટકી શક્યા નહીં.
નવીન ઉલ હકે રોહિત શર્માની વિકેટ ઝડપી. હવે મુંબઇ ઇન્ડિયન્સના કેમરન મેદાનમાં આવ્યા છે.
મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન રોહિત શર્માએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી હતી જો કે બહું લાંબા સમય સુધી મેદાનમાં ટકી શક્યા નહીં.
મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગની શરૂઆત એકંદરે સારી રહી છે. બે ઓવરમાં 13 રન બનાવ્યા છે. જેમાં રોહિત શર્માએ 13 રન બનાવ્યા છે. બીજી ઓવરના છેલ્લા બોલમાં રોહિતે ફોર ફટકારી હતી.
આજની મેચમાં ટોચ જીતને મુંબઇ ઇન્ડિયન્સે બેટિંગ કરવાનું પસંદ કર્યું છે તો લખનૌ મેદાનમાં ફિલ્ડિંગ ભરશે.
MI તરફથી રોહિત શર્મા અને ઇશાન કિશને બેટિંગની શરૂઆત કરી છે.
IPL 2023ની ટ્રોફી કોણ જીતશે?
લખનૌ સુપર જાયન્ટ vs મુંબઇ ઇન્ડિયન્સ
આયુષ બડોની, દીપક હુડ્ડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોસન પૂરન, (વિકેટકીપર), કૃણાલ પંડ્યા (કેપ્ટન), કે ગૌતમ, રવિ બિશ્નોઇ, નવીન – ઉલ હક, મોહસિન ખાન, યશ ઠાકુર
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), કેમરન ગ્રીન, સૂર્યકુમાર યાવદ, ટિમ ડેવિડ, નેહલ વઢેરા, ક્રિસ જોર્ડન, ઋતિક શૌકીન, પીયુષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, આકાશ મઘવાલ.
રોહિત શર્માએ મુંબઇના પ્લેઇંગ 11માં એક ફેરફારની માહિતી આપી છે. કુમાર કાર્તિકેયના સ્થાને ઋતિક શૌકિનનો સમાવેશ કરાયો છે. તો લખનઉની ટીમ ફિલ્ડિંગ ભરશે.
આજની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોચ જીત્યો છે અને તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્માએ મુંબઇના પ્લેઇંગ 11માં એક ફેરફારની માહિતી આપી છે. કુમાર કાર્તિકેયના સ્થાને ઋતિક શૌકિનનો સમાવેશ કરાયો છે. તો લખનઉની ટીમ ફિલ્ડિંગ ભરશે.
મુંબઇ- લખનઉ વચ્ચેની મેચ તે પીચ પર રમાશે, જેના પર CRK અને મુંબઇની મેચ રમાઇ હતી. ચેન્નઇએ 139 રનનો ટાર્ગેટ પૂરો કર્યો હતો. ચેન્નઇ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે ક્વોલિફાયર-1ની જેવી જ આ મેચમાં સ્પિનર્સનો જાદૂ જોવા મળી શકે છે.