ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વન-ડે શ્રેણીના અંતિમ મુકાબલામાં ઇશા કિશને ઇતિહાસ સર્જી દીધો છે. કિશાન કિશને સૌથી ઝડપી 200 રન બનાવનાર ખેલાડી બની ગયા છે. સૌથી પહેલા સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. તેમણે 138 બોલ ઉપર વન ડે ક્રિકેટમાં બેવડી સદી પુરી કરી હતી. આ મેચમાં ઇશાન કિશને 126 બોલમાં પોતાની સદી પુરી કરી હતી.
બેવડી સદી પુરી કર્યા પહેલા ઇશાન કિશને સૌથી ઝડપી 150 રન બનાવનાર ભારતીય બેસ્ટમેન પણ બન્યા હતા. આ પહેલા આ રેકોર્ડ વિરેન્દ્ર સહેવાગના નામે હતો. તેમણે 112 બોલમાં 150 રન ફટકાર્યા હતા.
ચટ્ટોગ્રામમાં રમાઇ રહેલા મુકાબલામાં ઇશાન કિશનને સૌથી વધારે રન બનાવનારા ખેલાડી બની ગયો હતો. આ ઉપરાંત બાંગ્લાદેશ સામે ભારત માટે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. આ પહેલા બાંગ્લાદેશ સામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો.