ઇશાન કિશન ફરી ચર્ચામાં, સતત બે અડધી સદી ફટકારી IPL 2025 પર નજર રહેશે!

ઇશાન કિશન Ishan Kishan IPL 2025: ભારતીય સ્ટાર બેટ્સમેન ઇશાન કિશન છેલ્લા એક વર્ષથી ભારત માટે મેચ રમ્યો નથી. આ સંજોગોમાં આગામી IPL 2025 તેની કારકિર્દીને ફરીથી પુનર્જીવિત કરવાની સૌથી મોટી તક છે.

ઇશાન કિશન Ishan Kishan IPL 2025: ભારતીય સ્ટાર બેટ્સમેન ઇશાન કિશન છેલ્લા એક વર્ષથી ભારત માટે મેચ રમ્યો નથી. આ સંજોગોમાં આગામી IPL 2025 તેની કારકિર્દીને ફરીથી પુનર્જીવિત કરવાની સૌથી મોટી તક છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Ishan Kishan IPL 2025 SRH | ઇશાન કિશન આઈપીએલ 2025

Ishan Kishan IPL 2025: ઇશાન કિશન માટે આઈપીએલ 2025 મહત્વની રહેશે (ફોટો ક્રેડિટ સોશિયલ)

ભારતીય ખેલાડી ઇશાન કિશન (Ishan Kishan) એક સમયે ભારતનો ટોપ બેટ્સમેન કહેવાતો હતો. જોકે હાલમાં તે ટીમ ઇન્ડિયાથી બહાર છે એની અવગણના થઇ રહી છે. છેલ્લા એકાદ વર્ષથી તે ભારત માટે કોઇ મેચ રમ્યો નથી. હવે આગામી આઈપીએલ 2025 એની કારર્કિદી પુનર્જીવિત કરવા માટેની સૌથી મોટી તક છે.

Advertisment

ઇન્ડિયન પ્રીમિયક લીગ (આઈપીએલ 2025) શરુ થવા આડે હવે ગણતરીના દિવસ બાકી છે. આ સંજોગોમાં શનિવારે ઇન્ટ્રા સ્ક્વોડ મેચ સિમ્યુલેશનમાં બે અડધી સદી ફટકારી તે ફરી ચર્ચામાં આવ્યો છે. ઇશાન કિશને ભારતીય ખેલાડી અભિષેક શર્માને પણ પાછળ રાખ્યો. 23 બોલમાં 64 રન બનાવ્યા પછી કિશને ફરી માત્ર 30 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ રમી બતાવી.

મેચની પહેલી ઇનિંગમાં ઇશાન કિશને અભિષેક શર્મા સાથે શરુઆત કરી અને બંનેની જોડીએ શાનદાર બેટીંગ બતાવી. અભિષેક 8 બોલમાં 28 રન બનાવી આઉટ થયો અને ઇશાન કિશાને ઉત્કૃષ્ઠ દેખાવ કરતાં અડધી સદી પૂર્ણ કરી. 8મી ઓવરમાં કમિન્દુ મેન્ડિસના હાથે કેચ એન્ડ બોલ્ડ આઉટ થયો.

બીજી ઇનિંગમાં પણ ઇશાન કિશને શાનદાર દેખાવ કર્યો. તેણે 30 બોલમાં 73 રનની તોફાની ઇનિંગ રમી. અહીં નોંધનિય છે કે, ઇશાન કિશન આઈપીએલ 2025 માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે નંબર 3 પર બેટીંગ કરે એવી પ્રબળ સંભાવના જોવાઇ રહી છે.

Advertisment

અહીં નોંધનિય છે કે, વિકેટકિપર બેટર કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેએલ રાહુલ, રિષભ પંત અને સંજુ સેમસનને ઇશાન કિશન કરતાં વધુ પ્રાધાન્ય મળ્યું છે. તેણે ગત વર્ષે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ ગુમાવ્યો હતો. આ સંજોગોમાં પોતાની કારર્કિદીને પુનર્જીવિત કરવા માટે આઈપીએલ 2025 મોટી તક સમાન છે.

આઈપીએલ 2025 ક્રિકેટ