Ishita Raj Loves Hardik Pandya: હાર્દિક પંડ્યા પર ફિદા છે બોલીવુડ અભિનેત્રી, ખુલ્લેઆમ કર્યો પ્રેમનો એકરાર

Ishita Raj Love Confession For Hardik Pandya: બોલીવુડ અભિનેત્રી ઇશિતા રાજ ક્રિકેટર હાર્દિક પંડ્યા પર ફિદા છે. ઇશિતાએ ખુલ્લેઆમ પ્રેમનો એકરાર કરતાં કહ્યું કે, હાર્દિક પંડ્યા માટે તેને ઘણો ક્રશ છે.

Ishita Raj Love Confession For Hardik Pandya: બોલીવુડ અભિનેત્રી ઇશિતા રાજ ક્રિકેટર હાર્દિક પંડ્યા પર ફિદા છે. ઇશિતાએ ખુલ્લેઆમ પ્રેમનો એકરાર કરતાં કહ્યું કે, હાર્દિક પંડ્યા માટે તેને ઘણો ક્રશ છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Ishita Raj love crush Hardik Pandya | ઇશિતા રાજ હાર્દિક પંડ્યા પર ફિદા

Ishita Raj Crush Hardik Pandya: બોલિવુડ અભિનેત્રી ઇશિતા રાજ ક્રિકેટર હાર્દિક પંડ્યા પર ફિદા (ફોટો ક્રેડિટ - સોશિયલ)

Ishita Raj Confessed Love For Hardik: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટની સાથોસાથ પર્સનલ લાઇફને લઇને ઘણો ચર્ચામાં છે. પત્ની નતાસા સ્ટેનકોવિક સાથે બ્રેક અપને લઇને હાર્દિક સમાચાર હેડલાઇનમાં રહ્યો હતો. ગત મહિને બંને એકબીજાથી અલગ થયા બાદ પણ હાર્દિક લવ ગોશિપથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ક્યારેક અનન્યા પાંડે તો ક્યારેક સિંગર જેસ્મિન વાલિયા સાથે નામ જોડાયું. આ સંજોગોમાં બોલીવુડ અભિનેત્રી હવે હાર્દિક પંડ્યા પર ફિદા છે અને જાતે જ કહી રહી છે કે હાર્દિક પંડ્યા તેણીને ઘણો પસંદ છે.

Advertisment

ઇશિતા રાજે શું કહ્યું હાર્દિક પંડ્યા વિશે

બોલીવુડ અભિનેત્રી ઇશિતાએ ફિલ્મીજ્ઞાન સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પંડ્યા વિશે પોતાના પ્રેમનો ખુલ્લો એકરાર કર્યો છે. તેણીએ હાર્દિક માટે પ્રેમ અભિવ્યક્ત કર્યો કહ્યું કે, તે હાર્દિક માટે ઘણી ક્રેઝી છે. ઇન્ટરવ્યૂ દરમિયાન ઇશિતાને હાર્દિક અંગે સવાલ પુછાતાં તેણીએ કહ્યું કે, તે એક મહાન ઓલ રાઉન્ડર ક્રિકેટર છે. તેને બેટીંગ કરતો જોવા મજા આવે છે. હું તેને પ્રેમ કરુ છું, તે સાચે જ મારો ફેવરિટ ક્રિકેટર પૈકીનો એક છે.

ઇશિતા રાજ વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ

બોલીવુડ અભિનેત્રી ઇશિતા રાજ અંગે વાત કરીએ તો તે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પ્યાર કા પંચનામા ફિલ્મમાં ઇશિતાના કામની ભારે પ્રશંસા થઇ હતી. તાજેતરમાં તેણી વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ ફિલ્મમાં વરુણ શર્મા, મનજોત સિંહ અને પત્રલેખા સાથે દેખાઇ હતી.

Advertisment

અનન્યા પાંડે અને જેસ્મિન વાલિયા પણ ચર્ચામાં

હાર્દિક પંડ્યા અંગે વાત કરીએ નતાસા સાથેના છૂટાછેડા બાદ હાર્દિક પંડ્યા લવ ગોશિપમાં જોડાયેલો રહ્યો છે. બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે પણ તેનું નામ ચર્ચાયું હતું. બાદમાં વેકેશન પોસ્ટને લઇને સિંગર જેસ્મિન વાલિયા નામ જોડાયું હતું. હાર્દિક અને જેસ્મિનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઘણી વાયરલ થઇ હતી. સોશિયલ મીડિયામાં લોકોએ તો એટલે સુધી કહ્યું હતું કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

હાર્દિક મનોરંજન ન્યૂઝ