ISPL T10 : સ્ટ્રીટ 2 સ્ટેડિયમ ભારતની પ્રથમ ટી-10 ટેનિસ બોલ પ્રીમિયર લીગ, જાણો ટીમ, કાર્યક્રમ

ISPL T10: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઈએસપીએલ) સ્ટ્રીટ ટુ સ્ટેડિયમ ટુર્નામેન્ટ 6 માર્ચથી શરુ થશે. ભારતની પ્રથમ આ ટૂર્નામેન્ટ ટેનિસ બોલથી રમાશે અને 10 ઓવરના ફોર્મેટમાં રમાશે

ISPL T10: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઈએસપીએલ) સ્ટ્રીટ ટુ સ્ટેડિયમ ટુર્નામેન્ટ 6 માર્ચથી શરુ થશે. ભારતની પ્રથમ આ ટૂર્નામેન્ટ ટેનિસ બોલથી રમાશે અને 10 ઓવરના ફોર્મેટમાં રમાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ISPL T10 India first T-10 Tennis Ball Tournament

ISPL T10: ભારતની પ્રથમ ટી-10 ટેનિસ બોલ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ 6 માર્ચથી શરુ થશે. (ફોટો ક્રેડિટ ispl t10)

ISPL T10 Premier League : ભારતીય ક્રિકેટ પ્રશંસકોને એક નવી ફોર્મેટમાં ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. હવે દેશની પ્રથમ ટી-10 ટેનિસ બોલ ક્રિકેટ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઈએસપીએલ) શરુ થવા માટે તૈયાર છે. ટૂર્નામેન્ટની શરૂઆત 6 માર્ચથી થઇ રહી છે. આ ટૂર્નામેન્ટ ટેનિસ બોલથી રમાશે અને 10 ઓવરના ફોર્મેટમાં રમાશે.

Advertisment

આ ટૂર્નામેન્ટમાં કુલ 18 મેચો રમાશે જેમાં રાઉન્ડ રોબિન ફોર્મેટમાં એક વખત દરેક ટીમ અન્ય પાંચ ટીમો સામે ટકરાશે. આ પછી ટોચની ચાર ટીમો સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. ત્યાર બાદ 15 માર્ચે આઇએસપીએલ 2024ની ફાઇનલ મેચ રમાશે. ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની તમામ મેચો મુંબઈના થાણેના દાડોજી કોંડાદેવ સ્ટેડિયમમાં રમાશે.

ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા પ્રશંસકોને ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઇએસપીએલ) ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકરની આગેવાની હેઠળની ટીમ માસ્ટર-11 અને બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની આગેવાની હેઠળની ટીમ ખેલાડી-11 વચ્ચે એક પ્રદર્શની મેચ રમાશે. આ મેચ 6 માર્ચ, બુધવારે સાંજે 5 વાગ્યે શરૂ થશે.

ISPL T10: તારીખ અને સમય

ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ટી-10ની પ્રથમ મેચ 6 માર્ચને બુધવારે અને ફાઈનલ તારીખ 15મી માર્ચને શુક્રવારે રમાશે. પ્રથમ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 5.00 વાગ્યે શરૂ થશે જ્યારે બીજી મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. 6 માર્ચે રમાનારી મેચ સાંજે 7.00 વાગ્યે શરૂ થશે.

Advertisment
ISPL T10 Premier League, ISPL T10
ભારતની પ્રથમ ટી-10 ટેનિસ બોલ પ્રીમિયર લીગ 6 માર્ચથી થઇ રહી છે (@ispl_t10)

ISPL T10 ટીમો

આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લેશે. જેમાં માઝી મુંબઈ, શ્રીનગર કે વીર, બેંગલોર સ્ટ્રાઈકર્સ, ચેન્નઈ સિંઘમ્સ, ફાલ્કન રાઈઝર્સ હૈદરાબાદ અને ટાઇગર્સ ઓફ કોલકાતાનો સમાવેશ થાય છે. આ ટીમો પ્રથમ આઈએસપીએલ ટાઈટલ માટે ટકરાશે.

આ પણ વાંચો - કોણ છે પ્રતીક ઉતેકર, જેની સાથે ક્રિકેટર ચહલની પત્ની ધનશ્રીની તસવીર થઇ રહી છે વાયરલ

ISPL T10 ટીમ માલિકો

માઝી મુંબઈ ટીમના માલિક : અમિતાભ બચ્ચન

શ્રીનગર કે વીર ટીમના માલિક : અક્ષય કુમાર

બેંગલોર સ્ટ્રાઈકર્સ ટીમ ઓનર : રિતિક રોશન

ચેન્નઈ સિંઘમ્સ ટીમના માલિક : સૂર્યા

ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ ટીમના માલિક : રામ ચરણ

ટાઇગર્સ ઓફ કોલકાતા માલિક : સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન

સચિન તેંડુલકર આઈએસપીએલની કોર કમિટીનો સદસ્ય

કેટલાક ભારતીય ક્રિકેટર અને ફિલ્મ સ્ટાર્સ આઈએસપીએલ સાથે જોડાયેલા છે. સચિન તેંડુલકરને આઈએસપીએલની કોર કમિટીના સદસ્ય નામિત કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીને ટી-10 લીગના ચીફ મેન્ટોર બનાવવામાં આવ્યા છે.

ISPLની હરાજી ફેબ્રુઆરીમાં યોજાઇ હતી

ISPLની હરાજી 25 ફેબ્રુઆરીએ પ્રથમ વખત યોજાઈ હતી, જેમાં ટીમોએ 350 ખેલાડીઓના પૂલમાંથી 96 ખેલાડીઓને ખરીદ્યા હતા. પસંદ કરાયેલા ખેલાડીઓ પર કુલ 4.91 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અભિષેક કુમાર ડલહોર ISPLનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. માઝી મુંબઈની ટીમે તેને 27 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. U19 કેટેગરીમાં ઉઝૈર શેખ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.ટાઈગર્સ ઓફ કોલકાતા ટીમે તેને 5.8 લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

ISPL T10 લાઇવ ટેલિકાસ્ટ ચેનલ

ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ 2024 ટી-10 ટૂર્નામેન્ટનું ભારતમાં સોની સ્પોર્ટ્સ ટેન 2 ટીવી ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે તમામ 18 મેચનું સોનીલિવ એપ્લિકેશન અને વેબસાઇટ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ISPL T10 નો કાર્યક્રમ

  • 6 માર્ચ - શ્રીનગર કે વીર વિ માઝી મુંબઈ, 7:00 PM
  • 7 માર્ચ - ચેન્નઈ સિંઘમ્સ વિ. ટાઇગર્સ ઓફ કોલકાતા, 5:00 PM
  • 7 માર્ચ - ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ વિ. બેંગલોર સ્ટ્રાઇકર્સ, 7:30 PM
  • 8 માર્ચ - ચેન્નઇ સિંઘમ્સ વિ. બેંગલોર સ્ટ્રાઇકર્સ, 5:00 PM
  • 8 માર્ચ - ટાઇગર્સ ઓફ કોલકાતા વિ. માંઝી મુંબઈ, 7:30 PM
  • 9 માર્ચ - 8 માર્ચ - ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ વિ. માંઝી મુંબઈ, 5:00 PM
  • 9 માર્ચ - બેંગલોર સ્ટાઇકર્સ વિ. શ્રીનગર કે વીર, 7:30 PM
  • 10 માર્ચ - ચેન્નઇ સિંઘમ્સ વિ. માંઝી મુંબઈ, 5:00 PM
  • 10 માર્ચ - ટાઇગર્સ ઓફ કોલકાતા વિ. ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ, 7:30 PM
  • 11 માર્ચ - ટાઇગર્સ ઓફ કોલકાતા વિ. બેંગલોર સ્ટાઇકર્સ, 5:00 PM
  • 11 માર્ચ - ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ વિ. શ્રીનગર કે વીર, 7:30 PM
  • 12 માર્ચ - શ્રીનગર કે વીર વિ. ચેન્નઇ સિંઘમ્સ, 5:00 PM
  • 12 માર્ચ - બેંગલોર સ્ટાઇકર્સ વિ. માંઝી મુંબઈ, 7:30 PM
  • 13 માર્ચ - ટાઇગર્સ ઓફ કોલકાતા વિ. શ્રીનગર કે વીર, 5:00 PM
  • 13 માર્ચ - ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ વિ. ચેન્નઇ સિંઘમ્સ, 7:30 PM
  • 14 માર્ચ - પ્રથમ સેમિ ફાઇનલ, 5:00 PM
  • 14 માર્ચ - બીજી સેમિ ફાઇનલ, 7:30 PM
  • 15 માર્ચ - ફાઇનલ, 5:00 PM
ક્રિકેટ