/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/jasprit-bumrah-and-smriti-mandhana.jpg)
જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા (તસવીર - સોશિયલ મીડિયા)
ICC Player of the Month : ભારતને ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા જસપ્રીત બુમરાહને જૂન માટે મેન્સ ક્રિકેટમાં પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યો હતો. મહિલા ક્રિકેટમાં આ સન્માન સ્મૃતિ મંધાનાને મળ્યું હતું. આ સાથે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથના સન્માનના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે એક જ દેશમાં એક સાથે કોઈ મહિલા અને પુરુષ ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે.
ટી20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન બાદ જસપ્રીત બુમરાહે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બાદ જૂન માટે મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ પણ જીત્યો છે. બુમરાહે રોહિત શર્મા અને અફઘાનિસ્તાનના રહેમાનુલ્લાહ ગુરબાઝને પાછળ રાખીને આ એવોર્ડ જીત્યો છે. 30 વર્ષીય બુમરાહે ટી-20 વર્લ્ડ કપ 2024માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 8.26ની એવરેજથી 15 વિકેટ ઝડપી હતી. તેની ઇકોનોમી 4.17 રહી હતી. તે વિરાટ કોહલી (બે વખત વિજેતા) સાથે મેન્સ ટી 20 વર્લ્ડ કપ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ જીતનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં સામેલ થયો હતો.
આ પણ વાંચો - ગૌતમ ગંભીરનું સ્થાન લેશે રાહુલ દ્રવિડ? ટીમ ઇન્ડિયાના કોચ પદેથી હટ્યા પછી નિભાવી શકે છે મોટી જવાબદારી
બુમરાહનું શાનદાર પ્રદર્શન
ન્યૂયોર્કમાં ટી 20 વર્લ્ડ કપના અભિયાનની શરૂઆત કરતા બુમરાહે આયર્લેન્ડ સામે 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ચાર દિવસ બાદ તેણે પાકિસ્તાન સામે 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતની જીતમાં 12 રનમાં 2 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
સ્મૃતિ મંધાનાએ એક મહિનામાં 3 સદી ફટકારી
સ્મૃતિ મંધાનાએ સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં 113, 136 અને 90 રન ફટકાર્યા હતા. આ પછી મંધાનાએ ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 161 બોલમાં 149 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ એક મહિનામાં 3 સદી ફટકારી હતી. શેફાલી વર્માએ પણ સદી ફટકારી હતી. ભારતે 6 વિકેટે 603 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાને ટેસ્ટમાં 10 વિકેટે હરાવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us