ICC Test Player Rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટોચ પર છે. જસપ્રીત બુમરાહ આ સિધ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. આ અગાઉ રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને બિશન સિંહ બેદી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચ પર રહી ચૂક્યા છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. જસપ્રીત બુમરાહ ઘાતક બોલિંગ નાંખી રહ્યો છે. અત્યાર સુધી બે ટેસ્ટ મેચ રમાઇછે. બીજી મેચ જીતી ભારતે 1-1 સિરીઝ બરોબર કરી છે. આ બીજી મેચમાં જસપ્રીત બુમરાહે બોલિંગમાં તરખાટ મચાવ્યો હતો. પ્રથમ ઇનિંગમાં છ અને બીજી ઇનિંગમાં ત્રણ મળી નવ વિકેટ ઝડપી હતી.
ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગ પોઇન્ટ (ICC Test Bowling Ranking Points)
જસપ્રીત બુમરાહ – 881
કાગીસો રબાડા – 851
રવિચંદ્રન અશ્વિન – 841
પેટ કમિન્સ – 828
જોશ હેઝલવુડ – 818
પ્રભાત જયસૂર્યા – 783
જેમ્સ એન્ડરસન – 780
નાથન લિયોન – 746
રવિન્દ્ર જાડેજા – 746
ઓલી રોબિન્સન – 746
જસપ્રીત બુમરાહ આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 881 પોઇન્ટ સાથે ટોચ પર છે. કાગીસો રબાડા 851 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. જ્યારે ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન 841 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ટોચના પ્રથમ 10 બોલરમાં જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ છે.