Team India Squad For Champions Trophy: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતીય ટીમને ફટકો પડ્યો છે. ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ઇજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ટીમમાં સમાવેશ કરાયો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની આ મહિને પાકિસ્તાન કરશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે, જ્યારે ફાઇનલ 9 માર્ચે રમાશે.
બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે બુમરાહ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સિડની ટેસ્ટ દરમિયાન તેને પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી. બીસીસીઆઈની પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ટીમમાં સ્થાન આપ્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. ભારત પોતાના મુકાબલા દુબઈમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મુકાબલા થશે.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત એક પ્રેક્ટિસ મેચ રમશે, જાણો કઇ ટીમ સામે થશે મુકાબલો?
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મુકાબલા રમાશે. તમામ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-એમાં છે. અન્ય બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ , ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર.





