T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થતા જસપ્રીત બુમરાહ નિરાશ, દુઃખ સાથે ટ્વિટર પર જણાવી આ વાત

jasprit bumrah out T20 cup : બીસીસીઆઇ (BCCCI) એ T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માટેની ટીમ ઇન્ડિયા (team india) માંથી જસપ્રીત બુમરાહ (jasprit bumrah)ને બાકાત રાખવાની ઘોષણા કરી. બુમરાહ ટીમમાંથી બહાર થતા આ મેચ (cricket match) જીતવાની ભારતની અપેક્ષાઓને મોટો આંચકો પણ લાગ્યો.

Written by Ajay Saroya
Updated : October 04, 2022 16:19 IST
T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થતા જસપ્રીત બુમરાહ નિરાશ, દુઃખ સાથે ટ્વિટર પર જણાવી આ વાત

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (jasprit bumrah)ને T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022))માં રમવાનો મોકો ન મળતા બહુ જ નિરાશ છે. બુમરાહે ટ્વિટર પર ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટેની ટીમનો હિસ્સો ન બનવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. જોકે, હવે તે ઈજામાંથી સાજા થઇને ટીમ ઈન્ડિયા (team india)ને ઉત્સાહિત કરવાનું કામ કરશે.

જસપ્રિત બુમરાહને પીઠના નીચેના ભાગમાં ફ્રેક્ચર થવાને કારણે હાલ તે ભારત-દક્ષિણ આફ્રિકા T20 ઈન્ટરનેશનલ સિરીઝમાંથી બહાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 3 ઑક્ટોબરની સાંજે ટ્વીટ કરીને T20 વર્લ્ડ કપ 2022 માંથી તેને બાકાત રાખવાની પુષ્ટિ કરી હતી.

જસપ્રિત બુમરાહે મંગળવારે સવારે કરેલા ટ્વિટરમાં લખ્યું, ‘હું દુખી છું કે હું આ વખતે T20 વર્લ્ડ કપનો ભાગ નહીં બનીશ પરંતુ મારા પ્રિયજનો તરફથી મળેલી શુભેચ્છાઓ, સારસંભાળ અને સપોર્ટ માટે આભારી છું. ઈજામાંથી સાજા થઇને હું ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાને ચીયર કરીશ.

BCCIએ 3 ઓક્ટોબરની સાંજે ટ્વીટ કર્યું હતું કે, “BCCI મેડિકલ ટીમે ભારતીય ક્રિકેટ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ICC મેન્સ T20 વર્લ્ડ કપની (ICC Men’s T20 World Cup) ટીમમાંથી બહાર કર્યો છે. વિગતવાર મૂલ્યાંકન અને નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે ટીમ ઇન્ડિયાામાં જસપ્રીત બુમરાહના સ્થાને કોને લેવાશે તે અંગે બીસીસીઆઈએ કોઇ સ્પષ્ટતા કરી નથી. બુમરાહના સાથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) અને દીપક ચહર (deepak chahar) T20 વર્લ્ડ કપ 2022ના સ્ટેન્ડબાય પ્લેયર છે. તેમના સ્થાને મોહમ્મદ સિરાજની પસંદગી થવાની શક્યતા છે. 28 વર્ષીય જસપ્રીત બુમરાહ આ વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન આવી જ ઈજાથી ઝઝૂમી રહ્યો હતો. બે મહિનાની સારવાર અને રિકવરી બાદ તે તાજેતરમાં જ ભારતીય ટીમમાં પરત ફર્યો હતો.

જસપ્રીત બુમરાહ ટીમમાંથી બહાર થતા T20 વર્લ્ડ કપ જીતવાની ભારતની આશાને મોટો આંચકો લાગ્યો છે. બુમરાહ ઓસ્ટ્રેલિયાની પીચ પર ભારતીય ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. શેન વોટસને આઇસીસી (ICC) રિવ્યુના તાજેતરના એપિસોડમાં બુમરાહની ગેરહાજરીનો ઉલ્લેખ કર્યો હતી.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરનું માનવું છે કે ભારતે આગામી નવો વિકલ્પ પસંદ કરવો જોઈએ. તેણે એન્કર અને બુમરાહની પત્ની સંજના ગણેશનને કહ્યું, ‘જસપ્રીતની ગેરહાજરીમાં જે ખેલાડીને હું રાખીશ તે મોહમ્મદ સિરાજ છે, તેની પાછળનું કારણ તેનું ફાયરપાવર છે.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ