/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Sanjana-Ganesan-Jasprit-Bumrah-.jpg)
જસપ્રીત બુમરાહના અંગત જીવનની વાત કરીએ તો તેણે સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે (Insta)
Sanjana Ganesan Wife of Jasprit Bumrah Net Worth : 29 જૂન 2024ના રોજ ભારતીય ક્રિકેટ ટીમે આઇસીસી ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનીને ઇતિહાસ સર્જ્યો હતો. આ જીતમાં ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું ખૂબ જ મહત્વનું યોગદાન હતું. ભારતીય ક્રિકેટ ચાહકો માટે સાઉથ આફ્રિકા સામે રમાયેલી આખરી મેચ યાદગાર રહી હતી. બુમરાહ છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈન્ડિયાના સૌથી ભરોસાપાત્ર ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. ક્રિકેટ કારકિર્દીની સાથે સાથે બુમરાહને વ્યક્તિગત અને આર્થિક સફળતા પણ મળી છે. જસપ્રીત બુમરાહની ગણતરી વિશ્વના સૌથી મોંઘા ક્રિકેટરોમાં થાય છે.
બીસીસીઆઇની ગ્રેડ એ+ કેટેગરીમાં જસપ્રીત બુમરાહે વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર્સ સાથે પોતાની જગ્યા બનાવી છે અને તેને વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર મળે છે. આ ઉપરાંત આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ પાસેથી મોટી કમાણી કરે છે. બુમરાહે સંજના ગણેશનને પોતાની જીવનસાથી બનાવી છે. આજે આપણે વાત કરીશું સંજના ગણેશનની પર્સનલ લાઈફ, કરિયર, એજ્યુકેશન, નેટ વર્થ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે.
બુમરાહ અને સંજના ગણેશને 2021માં કર્યા લગ્ન
જસપ્રીત બુમરાહના અંગત જીવનની વાત કરીએ તો તેણે સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. સંજના જાણીતી સ્પોર્ટ્સ પ્રેઝન્ટર અને એન્કર છે. બંને 15 માર્ચ 2021ના રોજ ગોવામાં એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્નમાં બંનેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે સંજના ગણેશન રમત-ગમતની દુનિયામાં એક મોટું નામ છે અને તેની કારકિર્દી પણ પતિ બુમરાહની જેમ ઘણી સફળ રહી છે.
સંજના ગણેશન: કારકિર્દી અને શિક્ષણ
સંજના ગણેશને તેની કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, પુણેમાંથી B.Tech ડિગ્રી મેળવી છે અને તે ગોલ્ડ મેડાલિસ્ટ છે. શરૂઆતમાં તેઓ એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું હતા. પરંતુ લાઇમલાઇટમાં રહેવાના શોખને કારણે સંજનાએ 2012માં ફેમિના સ્ટાઇલ દિવા અને 2013માં ફેમિના મિસ ઇન્ડિયા જેવી બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો - વિરાટ કોહલી જેવા બનવા માંગો છો ફિટ, અપનાવો તેના જેવો ડાયેટ, આ વસ્તુઓથી રહો દૂર
સ્પોર્ટ્સ જર્નાલિઝમમાં સંજનાની એન્ટ્રી
2014માં સંજના ગણેશને એમટીવીના રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં ભાગ લીધો હતો પરંતુ ઈજાના કારણે તે વહેલી તકે બહાર થઈ ગઈ હતી. પરંતુ આમાંથી સાજા થયા બાદ સંજનાએ કારકિર્દી તરીકે સ્પોર્ટ્સ જર્નાલિઝમને પસંદ કર્યું હતું અને તે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક સાથે જોડાઇ હતી. તેણે 2019 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અને આઈસીસી ટી 20 વર્લ્ડ કપ સહિત ઘણી મોટી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટને હોસ્ટ કરી છે. આ ઉપરાંત સંજનાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ, ઈન્ડિયન સુપર લીગ, બેડમિન્ટન પ્રીમિયર લીગ સહિત ઘણી મોટી ઈવેન્ટ્સમાં પણ પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો.
સંજના ગણેશન નેટ વર્થ, ઇન્કમ
સ્પોર્ટ્સકીડા અને અન્ય અહેવાલો અનુસાર સંજના ગણેશનની અંદાજિત નેટવર્થ આશરે 8 કરોડ રૂપિયા છે. ટીવીના ઘણા શો માં પોતાની હાજરી અને અન્ય બીજા કરાર માટે સંજના 20 લાખ રૂપિયાથી 40 લાખ રૂપિયાની વચ્ચે લે ફી છે.
લક્ઝુરિયસ જીવનશૈલી
જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન વૈભવી જીવન જીવે છે. અમદાવાદમાં તેમનો આલીશાન બંગલો છે, જે તેમણે 2021માં 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય તેની પાસે 2.3 કરોડ રૂપિયાની મર્સિડીઝ-મેબેક કાર, 2 કરોડ રૂપિયાની નિસાન જીટી-આર અને 87 લાખ રૂપિયાની રેન્જ રોવર વેલાર કાર છે. બંનેના કાર કલેક્શનમાં 19 લાખ રૂપિયાની કિંમતની ટોયોટા ઈનોવા ક્રિસ્ટા પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us