World Cup પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, જસપ્રીત બુમરાહ અંગે દિનેશ કાર્તિકે આપ્યો સંકેત

Jasprit Bumrah Updates: ભારતીય વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકે વર્લ્ડ કપ ફાઇનલમાં કોમેન્ટરી દરમિયાન જસપ્રીત બુમરાહ અંગે મોટું અપડેટ આપ્યું છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આયરલેન્ડ ટી-20 સીરીઝ વખતે ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ શકે છે. બુમરાહ ઓગસ્ટ 2022 બાદ કોઇ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી.

June 10, 2023 18:58 IST
World Cup પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, જસપ્રીત બુમરાહ અંગે દિનેશ કાર્તિકે આપ્યો સંકેત
જસપ્રીત બુમરાહ ફાઇલ ફોટો

ભારતીય બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે ગત આગસ્ટ 2022 થી કોઇ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. પરંતુ જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ શકે છે એવા સંકેત છે. જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયામાં ઝડપથી પરત ફરશે એ અંગે દિનેશ કાર્તિકે મોટા સમાચાર આપ્યા છે. ભારતીય વિકેટકિપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકે વર્લ્ડ કપ ફાઇનલની કોમેન્ટરી દરમિયાન આ અંગે મોટી વાત કરી છે.

દિનેશ કાર્તિકે આ અંગે કહ્યું કે, જસપ્રીત બુમરાહ આયરલેન્ડ ટી 20 સીરીઝ સાથે ટીમ ઇન્ડિયામાં પરત ફરવા માટે ઉત્સાહિત છે. બુમરાહ જો આ સીરીઝમાં ટીમ ઇન્ડિયાનો હિસ્સો બને છે તો વિશ્વ કપ પહેલા ટીમ ઇન્ડિયા માટે આ ખુશીના સમાચાર છે. કારણ કે બુમરાહ ભારતનો મુખ્ય બોલર છે. આયરલેન્ડ વિરૂધ્ધ ટી 20 સીરીઝ એશિયા કપ પહેલા રમાનાર છે. એશિયા કપ સપ્ટેમ્બરમાં રમાશે.

જસપ્રીત બુમરાહ એનસીએમાં

જસપ્રીત બુમરાહ હાલ NCA એનસીએમાં છે. જસપ્રીત બુમરાહ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે પોતાની જાતને ફિટ કરવા પ્રયાસ કરી રહ્યો છે. જસપ્રીત બુમરાહની માર્ચ માસમાં ન્યૂઝીલેન્ડ ખાતે સર્જરી કરવામાં આવી હતી. એ પછીથી તે એનસીએમાં જ છે. કમરની ઇજાને કારણે જસપ્રીત બુમરાહ છેલ્લા 9-10 મહિનાથી ટીમ ઇન્ડિયાથી બહાર છે.

જસપ્રીત બુમરાહે એશિયા કપ, ટી 20 વિશ્વ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સહિતની મોટી મેચ ગુમાવી છે. જોકે આ દરમિયાન બુમરાહને બે વખત ટીમમાં લેવામાં આવ્યો હતો. જોકે ફિટ ન હોવાને કારણે ફરીથી ટીમમાંથી બહાર જવું પડ્યું હતું. જસપ્રીત બુમરાહ આ વખતે આઇપીએલ 2023 માં પણ રમ્યો ન હતો.

અહીં નોંધનિય છે કે, જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા હાલમાં વર્લ્ડ કપ ટેસ્ટ ફાઇનલ મોહમ્મદ શમી અને સિરાજ સાથે મેદાનમાં ઉતરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ