BCCI Big Announcement For Women Cricketers: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક ઐતિહાસિક પગલું ભરતા મહિલા અને પુરુષ ક્રિકેટરોને એકસમાન મેચ ફીસ આપવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ગુરુવારે 27 ઓક્ટોબર 2022એ આ જાહેરાત કરી હતી. તેમણે બે ટ્વીટ કરીને આ જાહેરાત કરી હતી.
જય શાહે પહેલા ટ્વીટમાં કહ્યું હતું કે “મને એ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે બીસીસીઆઈએ ભેદભાવ સામે લડવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. અમે પોતાના અનુબંધિત ખેલાડીઓ માટે સમાન વેતન નીતિ લાગુ કરી રહ્યા છીએ. હવે પુરુષ અને મહિલા ક્રિકેટર્સ બંનેને એક સમાન મેચ ફીસ હશે. કારણ કે અમે ક્રિકેટમાં લેંગિક સમાનતાના એક નવા યુગમાં પ્રવેશ કરવી રહ્યા છીએ.”
તેમણે એક અન્ય ટ્ટીટ (tweet)માં રહ્યું હતું કે “બીસીસીઆઈની મહિલા ક્રિકેટર્સને તેમના પુરુષ સમકક્ષોની સમાન મેચ ફીસનું ચૂકવણું કરવામાં આવશે. હવે બીસીસીઆઈના સંબંધ મહિલા ક્રિકેટર્સને ટેસ્ટ મેચની ફીસના રૂપમાં 15 લાખ રૂપિયા, એકદિવયસીય (વન ડે)” આંતરરાષ્ટ્રીય માટે 6 લાખ રૂપિયા અને ટી20 ઇન્ટરનેશનલ માટે ત્રણ લાખ રૂપિયા મળશે.
તેમણે વધુમાં લખ્યું હતું કે “વેતન સમાનતા અમારી મહિલા ક્રિકેટ્સ માટે મારી પ્રતિબદ્ધતા હતી. હું એપેક્સ કાઉન્સિલ (શીર્ષ પરિષદ)ને તેમના સમર્થન માટે ધન્યવાદ આપું છું. જય હિંદ.” ન્યૂઝિલેન્ડ ક્રિકેટ સમાન મેચ ફીસ લાગુ કરનારું પહેલું ક્રિકેટ બોર્ડ હતું.
બીસીસીઆઈના આ પગલાથી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર્સ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય હરભજન સિંહે આવકાર્યો અને વખાણ કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે “બીસીસીઆઈએ અન્ય ખેલ એકમો માટે પણ એક માનક સ્થાપિત કર્યો છે. આ રમતમાં મહિલાઓની વધારે ભાગીદારીને પ્રોત્સાહિત કરશે. વાસ્તવમાં એક ઐતિહાસિક માઈલ સ્ટોન છે.”
ભારતીય મહિલા ટીમે તાજેતરમાં બાંગ્લાદેશને સિલહટમાં શ્રીલંકાને ફાઈનલમાં 8 વિકેટથી હરાવીને એશિયા કપ જીત્યો હતો. તેમણે આ વર્ષની શરુઆતમાં બર્મિંધમમાં રાષ્ટ્રમંડલ રમતોમાં ક્રિકેટમાં ભારત માટે પહેલું મેડલ જીત્યું હતું. હરમનપ્રીત કોરની આગેવાનીવાળી ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાથી હારી ગઈ હતી અન તેને સિલ્વર મેડલ મળ્યું હતું.