લોકસભા ચૂંટણી જાહેર થતાં IPL 2024 માટે જય શાહે કરી મોટી વાત, આઈપીએલ ભારતમાં જ યોજાશે

લોકસભા ચૂંટણી સાથે એક બાજુ આઈપીએલ 2024 યોજવામાં આવશે, જય શાહે કહ્યું તમામ મેચ ભારતમાં જ યોજવામાં આવશે, બંનેના શેડ્યુલ અંગે બીસીસીઆઈ રસ્તો કાઢશે.

લોકસભા ચૂંટણી સાથે એક બાજુ આઈપીએલ 2024 યોજવામાં આવશે, જય શાહે કહ્યું તમામ મેચ ભારતમાં જ યોજવામાં આવશે, બંનેના શેડ્યુલ અંગે બીસીસીઆઈ રસ્તો કાઢશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Jay Shah, asian cricket council President

BCCI સેક્રેટરી જય શાહ (ફોટો ક્રેડિટ Twitter)

IPL 2024 update: લોકસભા ચૂંટણી 2024 કાર્યક્રમ શનિવારે જાહેર થયા બાદ આઈપીએલ 2024 અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ચૂંટણી વચ્ચે આઇપીએલ ભારતમાં જ યોજાશે. જય શાહે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં કહ્યું કે, આઈપીએલ 2024ની મેચોનાના શેડ્યુલને ચૂંટણીને પગલે કોઈ અસર થશે કે નહી થાય.

Advertisment

BCCI સેક્રેટરી જય શાહે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, “સમગ્ર IPL ભારતમાં જ થશે. BCCI સમગ્ર શેડ્યૂલ પર કામ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને જાહેર કરવામાં આવશે.”

19 એપ્રિલથી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. BCCI એ 2019 ની સામાન્ય ચૂંટણી દરમિયાન આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો પરંતુ, IPL ભારતમાં જ યોજાઈ હતી. આ વખતે પણ ચૂંટણીની સાથે સાથે ક્રિકેટ ભારતમા જ થશે.

જય શાહે 22 માર્ચથી 7 એપ્રિલ સુધીની પ્રથમ 21 IPL મેચ ના શેડ્યૂલની જાહેરાત કરતા પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, BCCI ટુર્નામેન્ટના બાકીના ભાગ માટે ટૂંક સમયમાં શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપશે.

Advertisment

શાહે કહ્યું હતું કે, “ભૂતકાળની જેમ, BCCI ભારતમાં આગામી લોકસભા ચૂંટણી સંબંધિત તમામ જરૂરી પ્રોટોકોલ અને સલાહ-સૂચનોનું પાલન કરતી વખતે સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરશે.

જય શાહે વધુમાં ઉમેર્યું કે, એકવાર 18 મી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય પછી, બોર્ડ પ્રથમ બે અઠવાડિયાના સમયપત્રક સાથે સંબંધિત કોઈપણ સમસ્યાઓની સમીક્ષા કરશે અને તેનું નિરાકરણ કરશે. ત્યારબાદ, BCCI મતદાનની તારીખોને ધ્યાનમાં રાખીને, બાકીની સિઝન માટે શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરશે."

આ પણ વાંચો - IPL Record : જીત, હાર, ફોર-સિક્સર, કેચ સહિત આ છે આઈપીએલના 23 મોટા રેકોર્ડ્સ

IPL ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ખેલાડીઓ પોતપોતાની ટીમમાં જોડાવા લાગ્યા છે. ચેન્નાઈમાં 22 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સીઝનની શરૂઆતની મેચ રમાશે.

ભારત ક્રિકેટ ટીમ લોકસભા ચૂંટણી 2024 ગુજરાતી ન્યૂઝ bcci ક્રિકેટ IPL