Jay Shah Net Worth: જય શાહ દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇના સેક્રેટરી છે અને વર્ષ 2019માં તેમની આ પદ પર નિમણુંક કરવામાં આવી હતી. જય શાહનો જન્મ 22 ડિસેમ્બર 1988ના રોજ થયો હતો અને તેઓ દેશના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે. જય શાહ બીસીસીઆઈના સેક્રેટરી છે સાથે જ તે એક પ્રખ્યાત બિઝનેસમેન પણ છે. જય શાહે નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને અમદાવાદની જયેન્દ્ર સહગલથી ક્રિકેટની તાલીમ પણ લીધી હતી.
જય શાહ પાસે કેટલી સંપત્તિ છે?
જય શાહ છેલ્લા 5 વર્ષથી બીસીસીઆઈના સેક્રેટરી છે, પરંતુ તે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસેથી પગાર લેતા નથી. કેટલાક અહેવાલો અનુસાર જય શાહની નેટવર્થ 125 થી 150 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. જય શાહની આવકનો મુખ્ય સ્ત્રોત તેમનો વ્યવસાય છે. જય શાહ ટેમ્પલ એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર્સમાંના એક હતા, જે 2004માં સ્થપાયેલી કૃષિ પેદાશોનો વ્યવસાય કરે છે અને ઓક્ટોબર 2016માં બંધ થયેલી કંપની છે. વર્ષ 2015માં સ્થપાયેલા જય શાહ કુસુમ ફિનસર્વમાં 60 ટકા હિસ્સો ધરાવે છે.
જય શાહ કેટલું ભણેલા છે?
જય શાહે ફેબ્રુઆરી 2025માં ઋષિતા પટેલ સાથે લગ્ન કર્યા હતા અને કોલેજના દિવસોમાં તેની સાથે અફેર હતું. જય શાહ ઉચ્ચ શિક્ષિત છે અને તેમણે નિરમા યુનિવર્સિટીમાંથી બી ટેક ડિગ્રી મેળવી હતી. આ પછી, તેમણે 2004માં સ્થપાયેલી કંપની ટેમ્પલ ટેમ્પલ એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે 2009થી અમદાવાદમાં સેન્ટ્રલ ક્રિકેટ બોર્ડના એક્ઝિક્યુટીવ બોર્ડના સભ્ય તરીકે પણ સેવા આપી હતી અને ત્યાર બાદ સપ્ટેમ્બર 2013માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના જોઇન્ટ સેક્રેટરી બન્યા હતા. તેઓ 2015માં બીસીસીઆઇની ફાયનાન્સ અને માર્કેટિંગ કમિટિના સભ્ય પણ હતા.





