જ્યોતિ યારાજી ગોલ્ડ : ભારતની જ્યોતિ યારાજીએ પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો અને તેહરાનમાં આયોજિત એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 60 મીટર હર્ડલ્સ રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ભારતને ગૌરવ અપાવ્યું.
જ્યોતિ પહેલા, બે વખતની એશિયન ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા હરમિલન બેન્સે મહિલાઓની 1500 મીટર સ્પર્ધા 4:29.55માં પૂર્ણ કરીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજી તરફ, જ્યોતિએ ફાઇનલમાં 8.12 સેકન્ડના સમય સાથે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો અને આ રમતમાં ભારત માટે બીજો એકંદર ગોલ્ડ મેડલ જીત્યો.
જ્યોતિ યારાજી પહેલા નંબર પર રહી
આ સ્પર્ધામાં જ્યોતિનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાતું હતું કારણ કે, તેણીએ 8.21 સેકન્ડના સમય સાથે જાપાનની અસુકા ટેરાડાથી આગળ રહી હતી જ્યારે, હોંગકોંગની લુઈ લાઈ યીયુ 8.26 સેકન્ડ સાથે ત્રીજા સ્થાને હતી. જ્યોતિ યારાજી 100 મીટર હર્ડલ્સમાં વર્તમાન એશિયન આઉટડોર ચેમ્પિયન છે.
ગયા વર્ષે બેંગકોકમાં ટાઈટલ જીત્યા બાદ તેણે ફરી એકવાર પોતાની અસાધારણ કુશળતા દર્શાવી હતી. પ્રારંભિક અયોગ્યતાનો સામનો કરવા છતાં, તેણીએ હાંગઝોઉ એશિયન ગેમ્સમાંથી 100 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ સાથે પરત ફર્યા.
આ પણ વાંચો – IND vs ENG : એન્ડરસને 28,150 બોલમાં 500 વિકેટ ઝડપી હતી, આર અશ્વિને રેકોર્ડ તોડ્યો
તમને જણાવી દઈએ કે, જ્યોતિ યારાજીએ ગત વર્ષે આ જ સ્પર્ધામાં 100 મીટર હર્ડલ્સ રેસમાં ગત વર્ષે પ્રતિયોગીતામાં 8:13 સેકન્ડનો સર્વશ્રેષ્ઠ સમય હાંસલ કર્યો હતો અને તે સમયે તે રનર અપ રહી હતી. આ પહેલા આ 24 વર્ષની એથ્લેટે 8:22 સેકન્ડનો સમય હાંસલ કર્યો હતો, સાથે તેની હીટમાં ટોચના સ્થાન સાથે ફાઈનલ માટે ક્વોલિફાઈડ.





