શ્રીલંકન ખેલાડી કામિન્દુ મેન્ડિસ ઓછી ઇનિંગમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર એશિયન ખેલાડી બન્યો છે. 13મી ટેસ્ટ ઇનિંગ્સમાં તેણે ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીના એશિયન રેકોર્ડને તોડી આ સિધ્ધિ પોતાને નામ કરી છે. આ સાથે મેન્ડિસે ઓલ-ટાઇમ લિસ્ટમાં ડોન બ્રેડમેનની બરાબરી કરી છે.
શ્રીલંકાન બેટ્સમેન કામિન્દુ મેન્ડિસ વધુ એક રેકોર્ડ પોતાને નામ કરી ક્રિકેટ જગતમાં છવાઇ ગયો છે. શ્રીલંકા વિ ન્યુઝીલેન્ડ વચ્ચે ગાલે ખાતે ચાલી રહેલી મેચ દરમિયાન શુક્રવારે તેણે આ સિધ્ધિ મેળવી ઓછી ઇનિંગમાં 1000 ટેસ્ટ રન બનાવનાર એશિયાનો સૌથી ઝડપી અને વિશ્વનો બીજા ક્રમનો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. અહીં તેણે ડોન બ્રેડમેન રેકોર્ડ સાથે બરાબરી કરી છે.
મેન્ડિસ તેની 13મી ટેસ્ટ ઇનિંગ્સમાં આ સ્થાને પહોંચ્યો છે. તેણે ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીના એશિયન રેકોર્ડને તોડી નાખ્ છે. વિનોદ કાંબલીએ 14 ઇનિંગ્સમાં આ સિધ્ધિ મેળવી હતી. આ યાદીમાં સૌથી ટોપ પર એવર્ટન વીક્સ અને હર્બર્ટ સટક્લિફ છે. આ બંનેએ 12 ઇનિંગ્સમાં આ સિધ્ધિ મેળવી છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ટોપ 10 ખેલાડી
- હર્બર્ટ સટક્લિફ (ઇંગ્લેન્ડ) 12 ઇનિંગ્સમાં 1000 રન પુરા કરી આ યાદીમાં ટોચ પર છે
- એવર્ટન વીક્સ (વેસ્ટ ઇન્ડિઝ), 12 ઇનિંગ્સ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને
- કામિન્દુ મેન્ડિસ (શ્રીલંકા), 13 ઇનિંગ્સ સાથે બીજા સ્થાને
- ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા), 13 ઇનિંગ્સ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને
- રોબર્ટ હાર્વે (ઓસ્ટ્રેલિયા), 14 ઇનિંગ્સ સાથે ત્રીજા સ્થાને
- વિનોદ કાંબલી (ભારત), 14 ઇનિંગ્સ સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને
- લેન હટન (ઇંગ્લેન્ડ), 16 ઇનિંગ્સ સાથે ચોથા સ્થાને
- ફ્રેન્ક વોરેલ (વેસ્ટ ઇન્ડિઝ), 16 ઇનિંગ્સ સાથે સંયુક્ત રીતે ચોથા સ્થાને
- લોરેસ રોવે (વેસ્ટ ઇન્ડિઝ), 16 ઇનિંગ્સ સાથે સંયુક્ત રીતે ચોથા સ્થાને
- યશસ્વી જયસ્વાલ (ભારત), 16 ઇનિંગ્સ સાથે સંયુક્ત રીતે ચોથા સ્થાને
શ્રીલંકન ડાબા હાથના બેટ્સમેન મેન્ડિસે ન્યૂઝીલેન્ડ સામે ગાલે ખાતે રમાતી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન 178 રન કરી આ સિદ્ધિ મેળવી હતી.
આ પણ વાંચો: શું IPL ના નિયમ બદલાશે?
મેન્ડિસ ગુરુવારે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે હેડલાઇન્સમાં આવ્યો હતો. તેણે પાકિસ્તાનના સઉદ શકીલને પાછળ છોડીને ડેબ્યૂથી તેની સતત આઠમી ટેસ્ટમાં પાંચમી સદી નોંધાવી હતી.