પ્રખર ચતુર્વેદીએ રચ્યો ઈતિહાસ, BCCIની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં અણનમ 404 રન બનાવ્યા

Prakhar Chaturvedi : ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગ્સમાં 400 રનની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાનું નામ યાદ આવે છે. પ્રખર ચતુર્વેદીએ લારા જેવી સિદ્ધિ મેળવી

Prakhar Chaturvedi : ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગ્સમાં 400 રનની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાનું નામ યાદ આવે છે. પ્રખર ચતુર્વેદીએ લારા જેવી સિદ્ધિ મેળવી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Prakhar Chaturvedi, Prakhar Chaturvedi 404 runs, Cooch Behar Trophy

કર્ણાટકના પ્રખર ચતુર્વેદીએ બીસીસીઆઈની અંડર-19 ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં અણનમ 404 રન બનાવી ઇતિહાસ રચ્યો (તસવીર - બીસીસીઆઈ)

Prakhar Chaturvedi 404 runs : કર્ણાટકના બેટ્સમેન પ્રખર ચતુર્વેદીએ 15 જાન્યુઆરી બીસીસીઆઈની અંડર-19 ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં ઇતિહાસ રચ્યો હતો. તેણે મુંબઈ સામે અણનમ 404 રન ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગ્સમાં 400 રનની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાનું નામ યાદ આવે છે. તેણે ઇંગ્લેન્ડ સામે અણમ 400 રન બનાવ્યા હતા. હવે પ્રખરે લારા જેવું પરાક્રમ કર્યું છે.

Advertisment

પ્રખર ચતુર્વેદીના 46 ફોર અને 3 સિક્સરની મદદથી અણનમ 404 રન

ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત પટેલ પણ આ ટીમનો ભાગ છે. પ્રખર આ ટીમનો ઓપનર છે. તેણે 638 બોલમાં 46 ફોર અને 3 સિક્સરની મદદથી અણનમ 404 રન બનાવ્યા હતા. તેની ઈનિંગ્સની મદદથી કર્ણાટકે 8 વિકેટે 890 રન કર્યા હતા અને દાવ ડિકલેર કર્યો હતો. મુંબઈએ પ્રથમ ઈનિંગમાં 380 રન બનાવ્યા હતા. કર્ણાટકને 510 રનની લીડ મળી હતી અને મેચ ડ્રોમાં પરિણમી હતી.

આ પણ વાંચો - ઇંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, 3 વિકેટકીપરની પસંદગી

Advertisment

પ્રખર ચતુર્વેદીએ 9મી વિકેટ માટે સમર્થ સાથે 173 રનની ભાગીદારી કરી

પ્રખર ચતુર્વેદીએ સમર્થ એન સાથે 9મી વિકેટ માટે 173 રનની ભાગીદારી કરી હતી. સમર્થે 135 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા. પ્રખરે હાર્દિક રાજ સાથે 7મી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી. હર્ષિલ ધરમાણીએ 169 રન બનાવ્યા હતા. કાર્તિકેય કેપીએ 72, હાર્દિક રાજે 51 અને કાર્તિક એસયુએ 50 રન ફટકાર્યા હતા. રાહુલ દ્રવિડના પુત્ર સમિતે 22 રન બનાવ્યા હતા.

મુંબઈની બેટિંગ

મુંબઈ માટે આયુષ મ્હાત્રેએ 180 બોલમાં 145 રન બનાવ્યા હતા. સચિન વર્તકે 98 બોલમાં 73 રન બનાવ્યા હતા. નૂતને 44 રન બનાવ્યા હતા. પ્રતીક યાદવે 30 રન બનાવ્યા હતા. કેપ્ટન મનન ભટ્ટે 28 રન બનાવ્યા હતા. ઓપનર અવિશ ખાને 16 રન બનાવ્યા હતા. તનિષ મેહરે 11 અને પ્રેમ દેવકરે 6 રન બનાવ્યા હતા. કર્ણાટક માટે હાર્દિક રાજે 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત સમર્થ એન અને સમિત દ્રવિડે 2-2 વિકેટ ઝડપી હતી. અગસ્ત્ય એસ રાજુ અને ધીરજ ગૌડાએ 1-1 વિકેટ ઝડપી હતી.

bcci કર્ણાટક ક્રિકેટ સ્પોર્ટ્સ