Khel Ratna Award : ચેસના વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ, પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતનાર શૂટર મનુ ભાકર, ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત 32 ખેલાડીઓની અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ખેલ રત્ન એવોર્ડની જાહેરાત યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે કરી હતી. 17 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા તમામ વિજેતાઓનું સન્માન કરવામાં આવશે.
ડી ગુકેશે અભિનવ બિન્દ્રાને પાછળ રાખ્યો
ડી ગુકેશ દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર માટે પસંદ થનારા સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. તેણે અભિનવ બિન્દ્રાને પાછળ છોડી દીધો છે. બેઇજિંગ ઓલિમ્પિક 2008માં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર અભિનવ બિન્દ્રાને જ્યારે ખેલ રત્ન એવોર્ડ મળ્યો ત્યારે તેની ઉંમર 19 વર્ષ 11 મહિના અને 10 દિવસની હતી, જ્યારે 2 ડિસેમ્બર 2025ના રોજ ડી ગુકેશની ઉંમર 18 વર્ષ અને 221 દિવસ છે.
આ પણ વાંચો – એમએસ ધોની સોશિયલ મીડિયાથી કેમ રહેશે દૂર? પ્રાઇવસી નહીં આવું છે કારણ
32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ અપાશે
આ સિવાય ખેલ મંત્રાલયે 17 પેરા એથ્લીટ્સ સહિત 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે. ખેલ મંત્રાલયે કહ્યું કે સ્પોર્ટસ એવોર્ડ માટે રચાયેલી કમિટિની ભલામણોને ચકાસ્યા બાદ સરકારે આ એવોર્ડ એથ્લીટ્સ, કોચ, યુનિવર્સિટીને આપવાનો નિર્ણય લીધો છે.
અર્જુન એવોર્ડ માટે ખેલાડીઓની પસંદગી
ક્રમ ખેલાડીનું નામ  રમત 1 જ્યોતિ યારાજી એથ્લેટિક્સ 2 અન્નુ રાની એથ્લેટિક્સ 3 નીતુ બોક્સિંગ 4 સ્વીટી બોક્સિંગ 5 વંતિકા અગ્રવાલ ચેસ 6 સલીમા ટેટે હોકી  7 અભિષેક હોકી  8 સંજય હોકી  9 જરમનપ્રીત સિંઘ હોકી 10 સુખજીત સિંહ હોકી  11 રાકેશ કુમાર પેરા-આર્ચરી 12 પ્રીતિ પાલ પેરા એથ્લેટિક્સ 13 જીવનજી દીપ્તિ પેરા એથ્લેટિક્સ 14 અજીત સિંહ પેરા એથ્લેટિક્સ 15 સચિન સરજેરાવ ખિલારી પેરા એથ્લેટિક્સ 16 ધરમબીર પેરા એથ્લેટિક્સ 17 પ્રણવ સુરમા પેરા એથ્લેટિક્સ 18 એચ હોકાતો સેમા પેરા એથ્લેટિક્સ 19 સિમરન પેરા એથ્લેટિક્સ 20 નવદીપ પેરા એથ્લેટિક્સ 21 નિતેશ કુમાર પેરા-બેડમિન્ટન 22 થુલાસિમથી મુરુગેસન પેરા-બેડમિન્ટન 23 નિત્યા શ્રી સુમાતિ શિવન પેરા-બેડમિન્ટન 24 મનીષા રામદાસ પેરા-બેડમિન્ટન 25 કપિલ પરમાર પેરા- જુડો 26 મોના અગ્રવાલ પેરા-શૂટિંગ 27 રુબીના ફ્રાન્સિસ પેરા-શૂટિંગ 28 સ્વપ્નિલ સુરેશ કુસાલે શૂટિંગ 29 સરબજોત સિંઘ શૂટિંગ 30 અભય સિંહ સ્ક્વોશ 31 સાજન પ્રકાશ સ્વિમિંગ 32 અમન સેહરાવત કુસ્તી 
અર્જુન એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ (લાઇફટાઇમ) 2024
ખેલાડીનું નામ રમત સુચ્ચા સિંહ એથ્લેટિક્સ મુરલીકાંત રાજારામ પેટકર પેરા- સ્વિમિંગ 





