Kolkata Knight Riders vs Punjab Kings Highlights, IPL 2024, આઇપીએલ સ્કોર 2024 કોલકાતા વિ. પંજાબ સ્કોર : જોની બેયરસ્ટોની અણનમ સદી (108) અને શશાંક સિંહ, પ્રભસિમરન સિંહની આક્રમક અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 261 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 262 રન બનાવી લીધા હતા. પંજાબે ટી 20 ક્રિકેટ અને આઈપીએલમાં હાઈએસ્ટ રનચેઝનો રેકોર્ડ કર્યો છે. આ પહેલા હાઇએસ્ટ રનચેઝનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકા નામે હતો. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે 2023માં 259 રન ચેઝ કર્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઈટ રાઈડર્સ : ફિલિપ સોલ્ટ, સુનિલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, દુષ્મંથા ચમીરા, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.
પંજાબ કિંગ્સ : જોની બેયરસ્ટો, સેમ કરન (કેપ્ટન), રિલી રોસો, જીતેશ શર્મા, શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.





