/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/KKR-vs-RR-Live-Updates-.jpg)
IPL 2024, KKR vs RR Live Score : આઈપીએલ 2024ની 31મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો
Kolkata Knight Riders vs Rajasthan Royals Live Highlights, IPL 2024, આઈપીએલ 2024 રાજસ્થાન વિ. કોલકાતા સ્કોર : જોશ બટલરની અણનમ લડાયક સદી (107)ની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 2 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 223 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. રાજસ્થાને આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટો રનચેઝનો રેકોર્ડ કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ.
કોલકાતા નાઇટ રાઇડર્સ : ફિલિપ સોલ્ટ, સુનિલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર(કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.
- Apr 16, 2024 23:49 IST
બટલરની લડાયક બેટિંગ
An Impactful Innings 😍
🔝 class effort from a 🔝 player ft. Jos Buttler
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyalspic.twitter.com/5vz2qLIC7Z— IndianPremierLeague (@IPL) April 16, 2024
- Apr 16, 2024 23:47 IST
રાજસ્થાને આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટો રનચેઝનો રેકોર્ડ કર્યો
જોશ બટલરની અણનમ લડાયક સદી (107)ની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 2 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 223 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. રાજસ્થાને આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટો રનચેઝનો રેકોર્ડ કર્યો છે.
- Apr 16, 2024 23:39 IST
રાજસ્થાન રોયલ્સનો 2 વિકેટે રોમાંચક વિજય
કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રાજસ્થાન રોયલ્સે 2 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો.
- Apr 16, 2024 23:35 IST
જોશ બટલરની સદી
જોશ બટલરે 55 બોલમાં 9 ફોર 6 સિક્સર સાથે સદી ફટકારી.
- Apr 16, 2024 23:28 IST
ટ્રેન્ટ બોલ્ટ રન આઉટ
ટ્રેન્ટ બોલ્ટ ખાતું ખોલાયા વિના રન આઉટ થયો.
- Apr 16, 2024 23:23 IST
રોવમેન પોવેલ 26 રને આઉટ
રોવમેન પોવેલ 13 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 26 રન બનાવી નારાયણની ઓવરમાં એલબી આઉટ થયો.
- Apr 16, 2024 23:07 IST
શિમરોન હેટમાયર આઉટ
શિમરોન હેટમાયર પ્રથમ બોલે વરુણ અરોરાનો શિકાર બન્યો.
- Apr 16, 2024 23:06 IST
રવિચંદ્રન અશ્વિન 8 રને આઉટ
રવિચંદ્રન અશ્વિન 11 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી વરુણ અરોરાની ઓવરમાં આઉટ થયો.
- Apr 16, 2024 22:32 IST
ધ્રુવ જુરેલ 2 રને આઉટ
ધ્રુવ જુરેલ 4 બોલમાં 2 રન બનાવી સુનીલ નારાયણની ઓવરમાં એલબી આઉટ થયો. રાજસ્થાને 100 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 16, 2024 22:26 IST
રિયાન પરાગ 34 રને આઉટ
રિયાન પરાગ 14 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 34 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 16, 2024 22:06 IST
સંજુ સેમસન 12 રને આઉટ
સંજુ સેમસન 8 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 47 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 16, 2024 21:53 IST
યશસ્વી જયસ્વાલ 19 રને આઉટ
યશસ્વી જયસ્વાલ 9 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 19 રન બનાવી વૈભવ અરોરાની ઓવરમાં આઉટ થયો.
- Apr 16, 2024 21:27 IST
અવેશ ખાન-કુલદીપ સેને 2-2 વિકેટ ઝડપી
રાજસ્થાન તરફથી અવેશ ખાન-કુલદીપ સેને 2-2 વિકેટ ઝડપી. બોલ્ટ અને ચહલે 1-1 વિકેટ ઝડપી.
- Apr 16, 2024 21:26 IST
રિંકુ સિંહના અણનમ 20 રન
રિંકુ સિંહના 9 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે અણનમ 20 રન.
- Apr 16, 2024 21:25 IST
કોલકાતા નાઇટ રાઇડર્સના 20 ઓવરમાં 6 વિકેટે 223
કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટે 223 રન બનાવી લીધા છે. રાજસ્થાન રોયલ્સને 224 રનનો પડકાર મળ્યો છે.
- Apr 16, 2024 21:21 IST
વેંકટેશ ઐયર 8 રને આઉટ
વેંકટેશ ઐયર 6 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી કુલદીપ સેનની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 16, 2024 21:05 IST
સુનીલ નારાયણ 109 રને આઉટ
સુનીલ નારાયણ 56 બોલમાં 13 ફોર 6 સિક્સર સાથે 109 રન બનાવી બોલ્ટની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 16, 2024 21:01 IST
આન્દ્રે રસેલ 13 રને આઉટ
આન્દ્રે રસેલ 10 બોલમાં 2 ફોર સાથે 13 રન બનાવી અવેશ ખાનનો શિકાર બન્યો.
- Apr 16, 2024 20:58 IST
સુનીલ નારાયણની સદી
સુનીલ નારાયણે 49 બોલમાં 11 ફોર 6 સિક્સર સાથે આક્રમક સદી ફટકારી.
- Apr 16, 2024 20:41 IST
શ્રેયસ ઐયર 11 રને આઉટ
કેપ્ટન શ્રેયસ ઐયર 7 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 11 રન બનાવી ચહલની ઓવરમાં એલબી આઉટ થયો.
- Apr 16, 2024 20:34 IST
અંગક્રિશ રઘુવંશી 30 રને આઉટ
અંગક્રિશ રઘુવંશી 18 બોલમાં 5 ફોર સાથે 30 રન બનાવી કુલદીપ સેનની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 16, 2024 20:21 IST
સુનીલ નારાયણની અડધી સદી
સુનીલ નારાયણે 29 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Apr 16, 2024 19:52 IST
ફિલિપ સોલ્ટ 10 રને આઉટ
ફિલિપ સોલ્ટ 13 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 16, 2024 19:45 IST
ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણ ઓપનિંગમાં
કોલકાતાના ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણ ઓપનિંગમાં ઉતર્યા.
- Apr 16, 2024 19:16 IST
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ.
- Apr 16, 2024 19:07 IST
રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય
કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- Apr 16, 2024 18:36 IST
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 28 મેચો રમાઇ છે. જેમાં 14 મેચમાં કોલકાતાનો વિજય થયો છે અને 13 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 210 અને લોએસ્ટ સ્કોર 125 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 81 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં રાજસ્થાનનો વિજય થયો હતો.
- Apr 16, 2024 18:36 IST
આજે રાજસ્થાન રોયલ્સ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ
આઈપીએલ 2024ની 31મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us