Kolkata Knight Riders vs Sunrisers Hyderabad IPL 2024 Final Updates in Gujarati: આઈપીએલ 2024, હૈદરાબાદ વિ. કોલકાતા ફાઈનલ સ્કોર : આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઈડર્સ ચેમ્પિયન બન્યું છે. આન્દ્ર રસેલ (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વેંકટેશ ઐયરની અણનમ અડધી સદી (52)ની મદદથી કોલકાતા નાઈટ રાઇડર્સે આઈપીએલ 2024ની ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 10.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો
કોલકાતાની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની
કોલકાતાની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની છે. આ પહેલા 2012 અને 2014માં ગૌતમ ગંભીરની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી. આ વખતે ગંભીર ટીમનો કોચ છે..
હૈદરાબાદની ટીમ આઈપીએલના ઈતિહાસમાં કોઈ પણ ફાઈનલમાં સૌથી ઓછો સ્કોર બનાવનાર ટીમ બની છે. આ પહેલા રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે હતો. તેણે 2013ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 9 વિકેટે 125 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, શાહબાઝ અહમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.
કોલકાતા નાઈટ રાઇડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ, સુનીલ નારાયણ, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.





