IPL 2024 Final : KKR એકતરફી રીતે જીતીને ત્રીજી વખત ચેમ્પિયન બની, જાણો SRHની કારમી હારના કારણો

KKR vs SRH IPL 2024 Final : હૈદરાબાદની ટીમ પહેલી ઈનિંગમાં 113 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. 114 રનના ટાર્ગેટને પુરો કરવા માટે કોલકત્તાએ માત્ર 10.3 ઓવર જ લાગી અને આઈપીએલ 2024ની ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી. ચાલો જાણીએ હૈદારાબાદના હારના કારણો.

Written by Ankit Patel
May 27, 2024 07:13 IST
IPL 2024 Final : KKR એકતરફી રીતે જીતીને ત્રીજી વખત ચેમ્પિયન બની, જાણો SRHની કારમી હારના કારણો
હૈદરાબાદના હારના કારણો - photo - X @SunRisers

KKR vs SRH IPL 2024 Final : IPL 2024 ની ફાઈનલ મેચ કોલકાત્તા અને હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ હતી. KKRએ આ મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી અને 10 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આ પહેલા કેકેઆરની ટીમ ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં 2012 અને 2014માં ચેમ્પિયન બની હતી. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ આ ટીમે પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. KKRને IPL ચેમ્પિયન બનાવનાર શ્રેયસ બીજો કેપ્ટન બન્યો. આ ફાઇનલ મેચમાં ક્યાંયથી એવું દેખાતું નહોતું કે હૈદરાબાદ ક્યાંય પણ KKRને પડકારવાની સ્થિતિમાં છે.

IPL 2024 Final : 113 રનમાં જ ઓલઆઉટ થઈ હતી હૈદરાબાદની ટીમ

આ મેચમાં હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ 18.3 ઓવરમાં 113 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આઈપીએલના ઈતિહાસમાં ફાઇનલમાં આ સૌથી ઓછો સ્કોર પણ હતો. KKRને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે વેંકટેશ અય્યરની અણનમ 52 રનની ઇનિંગના આધારે 10.3 ઓવરમાં 2 વિકેટે 114 રન બનાવીને હાંસલ કરી લીધી અને મેચ 8 વિકેટથી જીતી લીધી. આવો જાણીએ આ મેચમાં હૈદરાબાદની હારનું કારણ શું હતું.

IPL 2024 Final : આ કારણે હૈદરાબાદની ટીમ હારી ગઈ

આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ પિચની પ્રકૃતિને યોગ્ય રીતે ઓળખી શક્યા ન હતા અને ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયની અસર ટીમ પર પડી અને KKRના બોલરોએ પિચની મદદનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને હૈદરાબાદની ટીમને 113 રનમાં આઉટ કરી દીધી. IPL 2024 Final મેચમાં હૈદરાબાદના બેટ્સમેનો સારી બેટિંગ કરી શક્યા નહોતા અને તમામ બેટ્સમેનોએ ઝડપથી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. કોઈ પણ બેટ્સમેને પીચ પર રહીને રન બનાવવાનો પ્રયાસ કર્યો ન હતો. આ ટીમ માટે કેપ્ટન કમિન્સે 24 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી.

આ પણ વાંચોઃ- IPL Winners 2008 to 2024: આઈપીએલ 2024 કોલકાતા બન્યું ચેમ્પિયન, જાણો IPL ચેમ્પિયન લિસ્ટ 2008 થી 2024 સુધી

IPL 2024 Final માં હૈદરાબાદ આ મેચમાં એક પણ મોટી ભાગીદારી કરી શક્યું ન હતું અને ટીમને તેનું પરિણામ હારના રૂપમાં ભોગવવું પડ્યું હતું. આ મેચમાં રન બનાવવાની સાચી રીત બેટ્સમેનો માટે ક્રિઝ પર રહેવાની હતી, પરંતુ હૈદરાબાદના કોઈપણ બેટ્સમેને ત્યાં ટકી રહેવાનો પ્રયાસ કર્યો ન હતો. પેટ કમિન્સ દ્વારા ટીમને આપેલા પ્રારંભિક આંચકાને કારણે હૈદરાબાદ ખૂબ દબાણમાં આવી ગયું હતું અને પાછળથી આવેલા બેટ્સમેનો તે દબાણનો સામનો કરી શક્યા ન હતા.

આ પણ વાંચોઃ- IPL Prize Money : આઈપીએલ 2024માં ચેમ્પિયન ટીમ થશે માલામાલ, મળશે આટલા રૂપિયા

હૈદરાબાદ સામે KKRએ શાનદાર બોલિંગ કરી હતી અને વિરોધી ટીમના બેટ્સમેનો પાસે KKRના બોલરોનો સામનો કરવાની કોઈ વ્યૂહરચના જણાતી ન હતી. આ મેચમાં હૈદરાબાદના બોલરો સંપૂર્ણપણે બિનઅસરકારક રહ્યા હતા, જેના બોલ પર વેંકટેશ અય્યર અને ગુરબાઝે ફ્રી શોટ લીધા હતા. અય્યરે અણનમ 52 રન જ્યારે ગુરબાઝે 36 રન બનાવ્યા હતા.

અત્યાર સુધીમાં કોણ આઇપીએલ ચેમ્પિયન બન્યું

ટીમચેમ્પિયન ટ્રોફીની સંખ્યા
મુંબઈ ઈન્ડિયન્સ5
ચેન્નઈ સુપર કિંગ્સ5
કોલકાત્તા નાઈટ રાઈડર્સ3
ગુજરાત ટાઈટન્સ1
સનરાઈઝર્સ હૈદરાબાદ1
દિલ્હી કેપિટલ1
રાજસ્થાન રોયલ્સ1

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ