KKR vs SRH laying 11, કોલકાતા વિ. હૈદરાબાદ : શ્રેયસ અય્યર માટે આ સિઝન નિર્ણાય, આ રહી બંને સંભવિત ટીમો

IPL 2024, KKR vs SRH Playing 11 Prediction: આઈપએલની ત્રીજી મેચમાંશ્રેયસ અય્યરની આગેવાની હેઠળ કોલકત્તા નાઇટ રાઇડર્સ અને પેટ કમિંસની કેપ્ટનશીપ હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાશે.

Written by Ankit Patel
March 23, 2024 14:12 IST
KKR vs SRH laying 11, કોલકાતા વિ. હૈદરાબાદ : શ્રેયસ અય્યર માટે આ સિઝન નિર્ણાય, આ રહી બંને સંભવિત ટીમો
CSK vs RCB Playing 11: હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે આઈપીએલ 2024ની ત્રીજી મેચ photo - X @SunRisers @KKRiders

IPL 2024 Match 3, Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Playing XI, કોલકાતા વિ. હૈદરાબાદ : IPL 2024ની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને સામને થશે. કેપ્ટન શ્રેયસ અય્યર અને તેમના સૌથી સફળ કેપ્ટન અને હવે મેન્ટર ગૌતમ ગંભીરની હાજરીથી કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રોત્સાહન મળશે.

માર્કરામ અને હેનરિક ક્લાસેન ઉપરાંત હૈદરાબાદને પ્લેઈંગ ઈલેવનમાં ગ્લેન ફિલિપ્સ, ફઝલહક ફારૂકી અને માર્કો જેન્સેનની હાજરીને કારણે વિદેશી ખેલાડીઓને લઈને સમસ્યાનો સામનો કરવો પડશે. IPLની કોઈપણ મેચમાં કોઈપણ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 4 વિદેશી ખેલાડી જ રમી શકે છે. આવી સ્થિતિમાં, યોગ્ય ખેલાડીઓની પસંદગી SRH માટે માથાનો દુખાવો બની શકે છે. ચાલો સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.

રહેમાનુલ્લા ગુરબાઝ અને વેંકટેશ અય્યર ઓપનિંગ કરી શકે છે

જેસન રોયને IPL 2024 માંથી બહાર કરવામાં આવ્યા પછી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) થિંક ટેન્કે તેના સ્થાને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને લાવ્યો. જોકે એવું લાગે છે કે ઇંગ્લેન્ડના ખેલાડીને તેના ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે છે. પ્રથમ મેચ માટે KKR ઓપનિંગ જોડી તરીકે રહેમાનુલ્લા ગુરબાઝ અને વેંકટેશ ઐયરને પસંદ કરી શકે છે.

આ પણ વાંચોઃ- ટી-20માં 12,000 રન બનાવનારો વિરાટ કોહલી પ્રથમ ભારતીય બન્યો, સીએસકે સામે 1000 રન પૂરા કર્યા

રહેમાનુલ્લા ગુરબાઝ એક આક્રમક સ્ટ્રોકર છે. તે પાવરપ્લેમાં KKRને સારી શરૂઆત આપવા ઈચ્છશે. વેંકટેશ અય્યરની ગત સિઝનમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સારી શરૂઆત રહી ન હતી. ટીમ મેનેજમેન્ટ તેને મિડલ ઓર્ડરમાં લાવ્યો અને તે KKR માટે સદી ફટકારનાર બ્રેન્ડન મેક્કુલમ બાદ પ્રથમ ખેલાડી બન્યો.

માર્કો જેન્સન માટે SRHની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવી મુશ્કેલ

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો યાનસેને ગત સિઝનમાં 8 મેચમાં 10 વિકેટ લીધી હતી. તેણે વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે KKR સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ગુમાવી શકે છે. ટ્રેવિસ હેડ સંભવતઃ અભિષેક ત્રિપાઠી અથવા એડન માર્કરમની સાથે શરૂઆત કરશે અને હેનરિક ક્લાસેન મિડલ ઓર્ડર તેમજ વિકેટ કીપિંગમાં ચમકશે. પેટ કમિન્સ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે.

આ પણ વાંચોઃ- IPL 2024 Live Streaming : આઈપીએલ 2024ની મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકશો ફ્રી, જાણો લાઇવ સ્ટ્રીમિંગની બધી ડિટેલ્સ

KKR માટે શ્રેયસ અય્યરની નિર્ણાયક સિઝન

કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ અય્યર છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદોમાં છે. તેનો BCCI કરાર સમાપ્ત થઈ ગયો છે. તેની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે. શનિવારે, IPLનો સૌથી અનુભવી વર્તમાન કેપ્ટન શ્રેયસ અય્યર પ્રથમ ઘરેલું મેચમાં મેદાનમાં ઉતરશે.તમામ શંકાસ્પદોનો જવાબ આપવાનો પ્રયત્ન કરશે.

કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

શ્રેયસ ઐયર (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, ચેતન સાકરિયા, વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા.

સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ