/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/IPL-2024-Qualifier-1-Live-Updates.jpg)
KKR vs SRH Qualifier 1Highlights : આઈપીએલ 2024ની ક્વોલિફાયર 1 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે પરાજય થયો
KKR vs SRH Cricket Score Updates: આઈપીએલ 2024, કોલકાતા વિ. હૈદરાબાદ ક્વોલિફાયર 1 સ્કોર : કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024ની ફાઇનલમાં પહોંચી ગયું છે.મિચેલ સ્ટાર્ક (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શ્રેયસ ઐયર (અણનમ 58) અને વેંકટેશ ઐયરની (અણનમ 51)અડધી સદીની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 13.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
બીજી તરફ હૈદરાબાદ હવે ક્વોલિફાયર-2 મુકાબલામાં રમશે. આ મુકાબલો 24 મે ના રોજ રમાશે. આ પહેલા 22 મે ના રોજ એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે. જેની વિજેતા ટીમ સામે હૈદરાબાદ ટકરાશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઈટ રાઇડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ, સુનીલ નારાયણ, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, વિજયકાંત વ્યાસકાંથ, ટી નટરાજન.
- May 21, 2024 23:33 IST
કેકેઆરનો વિનિંગ શોટ
https://twitter.com/KKRiders/status/1792970589516255497
- May 21, 2024 22:57 IST
હૈદરાબાદ હવે ક્વોલિફાયર-2 મુકાબલામાં રમશે
બીજી તરફ હૈદરાબાદ હવે ક્વોલિફાયર-2 મુકાબલામાં રમશે. આ મુકાબલો 24 મે ના રોજ રમાશે. આ પહેલા 22 મે ના રોજ એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે. જેની વિજેતા ટીમ સામે હૈદરાબાદ ટકરાશે.
- May 21, 2024 22:53 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : કોલકાતા નાઈટ રાઈડર્સનો ફાઇનલમાં પ્રવેશ
કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024ની ફાઇનલમાં પહોંચી ગયું છે.મિચેલ સ્ટાર્ક (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શ્રેયસ ઐયર (અણનમ 58) અને વેંકટેશ ઐયરની (અણનમ 51)અડધી સદીની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 13.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
- May 21, 2024 22:53 IST
શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયરની અડધી સદી
શ્રેયસ ઐયરના 24 બોલમાં 5 ફોર 4 સિક્સર સાથે અણનમ 58 રન અને વેંકટેશ ઐયરના 28 બોલમાં 5 ફોર 4 સિક્સર સાથે અણનમ 51 રન.
- May 21, 2024 22:45 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : શ્રેયસ ઐયરની અડધી સદી
શ્રેયસ ઐયરે 23 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 21, 2024 22:43 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : વેંકટેશ ઐયરની અડધી સદી
વેંકટેશ ઐયરે 28 બોલમાં 5 ફોર 4 સિક્સર સાથએ અડધી સદી ફટકારી.
- May 21, 2024 22:28 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : કોલકાતાના 100 રન
કોલકાતા નાઈટ રાઇડર્સે 9.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- May 21, 2024 22:14 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : સુનીલ નારાયણ આઉટ
સુનીલ નારાયણ 16 બોલમાં 4 ફોર સાથે 21 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 67 રને બીજી વિકેટ ગુમાવી.
- May 21, 2024 22:03 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : કોલકાતાના 50 રન
કોલકાતા નાઈટ રાઇડર્સે 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- May 21, 2024 22:02 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : રહેમાનુલ્લા ગુરબાઝ આઉટ
રહેમાનુલ્લા ગુરબાઝ 14 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 23 રન બનાવી નટરાજનની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 21, 2024 21:25 IST
KKR vs SRH LIVE Score :મિચેલ સ્ટાર્કે સૌથી વધારે 3 વિકેટ ઝડપી
કેકેઆર તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. વરુણ ચક્રવર્તીને 2 વિકેટ મળી.
- May 21, 2024 21:24 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : સનરાઇઝર્સ હૈદરાબાદ 159 રનમાં ઓલઆઉટ
સનરાઇઝર્સ હૈદરાબાદ 19.3 ઓવરમાં 159 રન બનાવી ઓલઆઉટ. કોલકાતાને જીતવા માટે 160 રનનો પડકાર મળ્યો છે.
- May 21, 2024 21:22 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : પેટ કમિન્સ 30 રને આઉટ
પેટ કમિન્સ 24 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 30 રન બનાવી રસેલની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 21, 2024 21:03 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : ભુવનેશ્વર કુમાર આઉટ
ભુવનેશ્વર કુમાર 4 બોલમાં ખાતું ખોલાયા વિના વરુણ ચક્રવર્તીની ઓવરમાં એલબી આઉટ થયો.
- May 21, 2024 21:02 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : અબ્દુલ સમદ આઉટ
અબ્દુલ સમદ 12 બોલમાં 2 સિક્સર સાથે 16 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 21, 2024 20:50 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : સનવીર સિંહનું ગોલ્ડન ડક
ઇમ્પેક્ટ પ્લેયર સનવીર સિંહ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના સુનીલ નારાયણની ઓવરમાં બોલ્ડ થયો.
- May 21, 2024 20:49 IST
IPL 2024 Qualifier 1, KKR vs SRH LIVE Score : રાહુલ ત્રિપાઠી આઉટ
રાહુલ ત્રિપાઠી 35 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે 55 રન બનાવી રન આઉટ થયો
- May 21, 2024 20:34 IST
હેનરિચ ક્લાસેનના 32 રન
હેનરિચ ક્લાસેન 21 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 32 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 21, 2024 20:32 IST
રાહુલ ત્રિપાઠીની અડધી સદી
રાહુલ ત્રિપાઠીએ 29 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 21, 2024 20:32 IST
હૈદરાબાદના 100 રન
સનરાઇઝર્સ હૈદરાબાદે 10.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- May 21, 2024 20:19 IST
હૈદરાબાદના 50 રન
સનરાઇઝર્સ હૈદરાબાદે 7 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- May 21, 2024 20:04 IST
શાહબાઝ અહમદ પ્રથમ બોલે આઉટ
શાહબાઝ અહમદ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના સ્ટાર્કની ઓવરમાં બોલ્ડ થયો. હૈદરાબાદે 39 રને ચોથી વિકેટ ગુમાવી.
- May 21, 2024 20:00 IST
નીતિશ કુમાર રેડ્ડી 9 રને આઉટ
નીતિશ કુમાર રેડ્ડી 10 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 21, 2024 19:51 IST
અભિષેક શર્મા 3 રને આઉટ
અભિષેક શર્મા 4 બોલમાં 3 રન બનાવી વૈભવ અરોરાની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 13 રને બીજી વિકેટ ગુમાવી.
- May 21, 2024 19:50 IST
ટ્રેવિસ હેેડ આઉટ
ટ્રેવિસ હેડ પ્રથમ ઓવરના બીજા જ બોલે ખાતું ખોલાયા વિના સ્ટાર્કની ઓવરમાં બોલ્ડ થયો.
- May 21, 2024 19:11 IST
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઇલેવન
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, વિજયકાંત વ્યાસકાંથ, ટી નટરાજન.
- May 21, 2024 19:11 IST
કોલકાતા નાઈટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન
રહેમાનુલ્લા ગુરબાઝ, સુનીલ નારાયણ, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
- May 21, 2024 19:02 IST
હૈદરાબાદે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
કોલકાતા નાઇટ રાઇડર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- May 21, 2024 18:48 IST
Ahmedabad is #Qualifier1 Ready 😎🙌#TATAIPL | #KKRvSRH | #TheFinalCallpic.twitter.com/3FfSu0Fgu2
— IndianPremierLeague (@IPL) May 21, 2024
- May 21, 2024 18:44 IST
અમદાવાદ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો રેકોર્ડ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદના રેકોર્ડની વાત કરવામાં આવે તો 3 મેચ રમ્યું છે. જેમાં હૈદરાબાદનો 1 મેચમાં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે. હાઇએસ્ટ સ્કોર 162 રન છે અને લોએસ્ટ સ્કોર 134 રન છે.
- May 21, 2024 18:44 IST
અમદાવાદ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સનો રેકોર્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો કોલકાતા નાઈટ રાઇડર્સ આ સ્ટેડિયમમાં 5 મેચ રમ્યું છે. જેમાં 2 મેચમાં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે. તેનો બેસ્ટ સ્કોર 207 છે અને લોએસ્ટ સ્કોર 134 રન છે.
- May 21, 2024 18:43 IST
સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચો રમાઇ છે. જેમાં 17 મેચમાં કોલકાતાનો વિજય થયો છે અને 9 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 208 અને લોએસ્ટ સ્કોર 101 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 228 અને લોએસ્ટ સ્કોર 115 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં ટકરાયા ત્યારે કોલકાતાનો 4 રને રોમાંચક વિજય થયો હતો.
- May 21, 2024 18:43 IST
આજે આઈપીએલ 2024ની ક્વોલિફાયર 1 મેચ
આઈપીએલ 2024ની ક્વોલિફાયર 1 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us