Asia Cup : કેએલ રાહુલે ભારત-પાકિસ્તાન મેચમાં કર્યો કમાલ; સચિન, દ્રવિડ, ગંભીર અને કોહલીની ક્લબમાં સામેલ થયો, 14 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના નંબર 3 અને 4 ખેલાડીએ ફરી બનાવ્યો રેકોર્ડ

KL Rahul Century In India Pakistan Match : કેએલ રાહુલે એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં સદી ફટકારીને ઈજામાંથી શાનદાર વાપસી કરી હતી. વિરાટ કોહલીએ તેની 47મી ODI સદી ફટકારી હતી

KL Rahul Century In India Pakistan Match : કેએલ રાહુલે એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં સદી ફટકારીને ઈજામાંથી શાનદાર વાપસી કરી હતી. વિરાટ કોહલીએ તેની 47મી ODI સદી ફટકારી હતી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Asia Cup | KL Rahul | Virat Kohli

કેએલ રાહુલ અને વિરાટ કોહલી. (ફોટો – વેંકટેશ પ્રસાદ ટ્વિટર)

KL Rahul Century In India Pakistan Match Asia Cup 2023 : એશિયા કપ 2023ના સુપર 4માં પાકિસ્તાન સામે વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી છે. બંને બેટ્સમેન અણનમ રહીને પેવેલિયન પરત ફર્યા હતા અને ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 2 વિકેટે 356 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 94 બોલમાં 122 રન અને કેએલ રાહુલે 106 બોલમાં 111 રન બનાવ્યા હતા. આ સદી સાથે કેએલ રાહુલનું નામ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીરની ક્લબમાં જોડાઈ ગયું. વિરાટ કોહલીનું નામ બીજી વખત આ ક્લબમાં સામેલ થયું છે. 14 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના નંબર 3 અને 4 ખેલાડીએ વનડે મેચમાં સદી ફટકારી છે.

Advertisment

રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરે 1999માં બ્રિસ્ટોલમાં કેન્યા સામે નંબર 3 અને 4 પર બેટિંગ કરતી વખતે સદી ફટકારી હતી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે ટીમ ઈન્ડિયાના નંબર 3 અને 4એ વનડે મેચમાં સદી ફટકારી હોય. આ પરાક્રમ 10 વર્ષ બાદ બીજી વખત થયું છે. 2009માં ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ શ્રીલંકા સામે કોલકાતામાં સદી ફટકારી હતી. ત્યારબાદ સોમવાર, 11 સપ્ટેમ્બર 2023ના રોજ કોલંબોમાં આ રેકોર્ડ બન્યો છે, જયારે કોહલી અને રાહુલે પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી.

India vs Pakistan | Asia Cup 2023 | Super 4 | Live
ભારત પાકિસ્તાન લાઈવ મેચ - એશિયા કપ 2023

કેએલ રાહુલ ઈજામાંથી પરત ફર્યો હતો અને સદી ફટકારી

તમને જણાવી દઈએ કે ઈજામાંથી પરત ફરી રહેલા કેએલ રાહુલે પહેલી જ ક્રિકેટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સદી ફટકારી હતી. તેણે 106 બોલમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 111 રન બનાવ્યા અને અણનમ રહ્યો. આ મેચ પહેલા કેએલ રાહુલના સ્થાનને લઈને સવાલો ઉઠ્યા હતા. ભારતીય ટીમ મેનેજમેન્ટે તેના પ્રદર્શનથી રાહતનો શ્વાસ લીધો હશે. તેને એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ટીમમાં સામેલ કરવાના નિર્ણય પર ઘણા સવાલો ઉભા થયા હતા.

આ પણ વાંચો |IND vs PAK: 2023 માં કેપ્ટન તરીકે રોહિત શર્માના નામે સૌથી વધુ રન, તેનાથી માત્ર બાબર આઝમ આટલા જ રન પાછળ

Advertisment

વિરાટ કોહલીએ 47મી સદી ફટકારી

જ્યારે વિરાટ કોહલીએ 94 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 122 રન બનાવ્યા અને અણનમ રહ્યો. વિરાટ કોહલીની વનડે કારકિર્દીની આ 47મી સદી હતી. વિરાટ કોહલી પાકિસ્તાન સામેની લીગ મેચમાં સસ્તામાં આઉટ થયો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાન સામે સુપર 4માં તેની બેટિંગ પર નજર હતી. આ બે સિવાય રોહિત શર્માએ 49 બોલમાં 56 રન અને શુભમન ગિલે 52 બોલમાં 58 રન બનાવ્યા હતા.

Asia Cup 2023 ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ Virat Kohli સ્પોર્ટ્સ