KKR vs LSG, IPL 2024 | કોલકાતા વિ લખનઉ : પીચ રિપોર્ટ, હેડ ટુ હેડ અને સંભવિત ટીમ

K KR vs LSG, IPL 2024 : આઈપીએલની 54 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમવામાં આવશે, તો જોઈએ પીચ રિપોર્ટ, હેડ ટુ હેડ અને સંભવિત પ્લેઈંગ 11.

Written by Kiran Mehta
May 05, 2024 13:12 IST
KKR vs LSG, IPL 2024 | કોલકાતા વિ લખનઉ : પીચ રિપોર્ટ, હેડ ટુ હેડ અને સંભવિત ટીમ
કોલકાતા વિ લખનઉ : પીચ રિપોર્ટ, હેડ ટુ હેડ અને સંભવિત પ્લેઈંગ 11 ટીમ

Lucknow Super Giants vs Kolkata Knight Riders : કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે આઈપીએલની 54 મી મેચ રમવામાં આવશે. કોલકાતા અને લખનઉ વચ્ચે મેચ સાંજે 7.30 કલાકે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉમાં શરૂ થશે. તો આ સ્ટેડિયની પીચ કેવી છે, બંનેની સંભવિત ટીમ અને હેડ ટુ હેડની માહિતી જોઈએ.

તમને જણાવી દઈએ કે, કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં 10 મેચ રમી, જેમાંથી સાત મેચમાં જીત મેળવી પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ પણ 10 મેચ રમી છે, અને પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ : હેડ ટુ હેડ

લખનઉ અને કોલકાતા અત્યાર સુધીમાં એકબીજા સામે 4 IPL મેચ રમી ચૂક્યા છે. LSGએ 3 મેચ જીતી છે અને KKR એ 1 મેચ જીતી છે. કોલકાતા સામે એલએસજીનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 210 રન છે. લખનૌ સામે કોલકાતાનો સર્વોચ્ચ સ્કોર 208 રન છે. છેલ્લી વખત આ બંને ટીમો આ વર્ષે 14 એપ્રિલે સામસામે આવી હતી.

તો, LSG (લખનૌ સુપર જાયન્ટ્સ) એ 20 ઓવરમાં 161/7 રન બનાવ્યા. જવાબમાં કોલકાતાએ 15.4 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો અને 8 વિકેટે જીત મેળવી લીધી. KKRના ફિલ સોલ્ટે 47 બોલમાં 89 રનની ઇનિંગ રમી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

લખનઉ, એકાના ક્રિકેટ સ્ટેડિયમ – પીચ રિપોર્ટ

IPL માટે ઉપયોગમાં લેવાતી અન્ય સ્ટેડિયમ પિચોથી વિપરીત, એકાના ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટ્સમેનોને બહુ મદદરૂપ રહી નથી. 170-180 ની આસપાસનો સ્કોર આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનાર ટીમ માટે જીતનો આંકડો માનવામાં આવે છે. એકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ ધીમી છે. બોલ સામાન્ય રીતે પીચ પર ખૂબ ફરે છે.

પીચ પર ધીમી ગતિએ રમત શક્ય બની શકે છે. સ્પિનરોને આ સ્થળે બોલિંગનો આનંદ મળવો જોઈએ. નવા બોલની કઠિનતા બેટ્સમેન માટે આ મેદાન પર રમવાનું સરળ બનાવે છે, તેથી ટોસ જીતનારી ટીમ સામાન્ય રીતે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરે છે. તેથી જ પ્રથમ બેટિંગ કરવી અને બોર્ડ પર મોટો સ્કોર મૂકવો એ એક સમજદારીનો નિર્ણય હોઈ શકે છે.

લખનઉ વેધર ફોરકાસ્ટ

5 મે 2024ની સાંજે લખનૌનું તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેશે. જો કે, ભેજ ઓછો હશે (લગભગ 17%) તેથી ગરમીનો અહેસાસ થોડો ઓછો થશે. વરસાદની કોઈ શક્યતા નથી.

લખનઉ સંભવીત પ્લેઈંગ 11

કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટ), માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, એશ્ટન ટર્નર, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસીન ખાન, યશ ઠાકુર, ઈમ્પેક્ટ અવેજી: અર્શિન કુલકર્ણી

કોલકાતા સંભવીત પલેઈંગ 11

ફિલિપ સોલ્ટ (wk), સુનિલ નારાયણ, શ્રેયસ ઐયર (c), વેંકટેશ ઐયર, રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, ઈમ્પેક્ટ અવેજી: અંગક્રિશ રઘુવંશી/મનીષ પાંડે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ