ઓલિમ્પિક 2028 : લોસ એન્જલસમાં નહીં, અહીં રમાશે ક્રિકેટ મેચો, કાર્યક્રમ, વેન્યૂ અને ફોર્મેટ સહિત બધી જાણકારી

Los Angeles Olympics 2028 : લોસ એન્જલસમાં 2028માં યોજાનારા ઓલિમ્પિકમાં 128 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થઇ રહી છે. ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ માત્ર 1900માં પેરિસમાં થયો હતો

Los Angeles Olympics 2028 : લોસ એન્જલસમાં 2028માં યોજાનારા ઓલિમ્પિકમાં 128 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થઇ રહી છે. ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ માત્ર 1900માં પેરિસમાં થયો હતો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Los Angeles Olympics 2028 Cricket, લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 ક્રિકેટ

Los Angeles Olympics: લોસ એન્જલસમાં 2028માં યોજાનારા ઓલિમ્પિકમાં 128 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થઇ રહી છે (તસવીર - સોશિયલ મીડિયા)

Los Angeles Olympics2028 : લોસ એન્જલસમાં 2028માં યોજાનારા ઓલિમ્પિકમાં 128 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થઇ રહી છે. આ દરમિયાન મેચો 12 જુલાઈથી લોસ એન્જલસથી આશરે 50 કિલોમીટર દૂર પોમેના શહેરના ફેરગ્રાઉન્ડ્સ સ્ટેડિયમમાં યોજાશે, જેમાં 20 અને 29 જુલાઈ, 2028ના રોજ મેડલ મેચ યોજાશે. ઓલિમ્પિક ટી-20માં મેન્સ અને વિમેન્સ વિભાગમાં કુલ છ-છ ટીમો અને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 180 ખેલાડીઓ ભાગ લેશે.

Advertisment

સ્પર્ધાના કાર્યક્રમ મુજબ મોટા ભાગના દિવસોમાં બે મેચ રમાશે જ્યારે 14 અને 21 જુલાઈએ કોઈ મેચ નહીં રમાય. ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ માત્ર 1900માં પેરિસમાં થયો હતો. તેમાં માત્ર બે ટીમ ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સે ભાગ લીધો હતો. ગ્રેટ બ્રિટને સ્પર્ધાની એકમાત્ર મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કુલ 90 ખેલાડીઓનો ક્વોટા

મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં કુલ 90 ખેલાડીઓનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. જેથી 12 સ્પર્ધક ટીમો 15 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)એ વર્ષ 2028ની ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ, બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લૈક્રોસ (સિક્સ) અને સ્ક્વોશને સામેલ કરવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો - ત્રીજી ટેસ્ટમાં રોમાંચક મેચમાં ટીમ ઇન્ડિયાનો પરાજય, આ છે લોર્ડ્સ ટેસ્ટમાં હારના 5 કારણો

Advertisment

અમેરિકામાં ક્રિકેટ

અમેરિકામાં ક્રિકેટની વધતી લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2024ના ટી-20 વર્લ્ડ કપની કેટલીક મેચો ગ્રેન્ડ પ્રેયરી, લોડરહિલ અને ન્યૂયોર્કમાં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝે સંયુક્તપણે કરી હતી. ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પણ અહીં થઇ રહ્યું છે. હાલમાં જ મેજર લીગ ક્રિકેટની ત્રીજી સિઝનનું સમાપન થયું હતું. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એમઆઈ ન્યૂયોર્કે બીજી વખત આ ટાઇટલ જીત્યું હતું.

ક્રિકેટ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સનો ભાગ રહ્યું છે

ક્રિકેટ ઓલિમ્પિકમાં જોડાતા પહેલા કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ જેવી મલ્ટી સ્પોર્ટસ ઈવેન્ટ્સનો હિસ્સો રહ્યું છે. મેન્સ ક્રિકેટનું આયોજન 1998માં કુઆલાલંપુર કોમનવેલ્થ ગેમ્સમાં થયું હતું, જ્યારે મહિલા ક્રિકેટને બર્મિંગહામ 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. વર્ષ 2010, 2014 અને 2023માં એશિયન ગેમ્સમાં મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ભાગ રહ્યું છે.

ક્રિકેટ સ્પોર્ટ્સ