LSG vs DC Highlights, IPL 2024 : આઈપીએલ 2024, દિલ્હી કેપિટલ્સે બીજી જીત મેળવી, કુલદીપની બોલિંગનો મહત્વનો ફાળો

LSG vs DC Highlights, Lucknow Super Giants vs Delhi Capitals: દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય. કુલદીપ યાદવે 20 રનમાં 3 વિકેટ ઝડપી

LSG vs DC Highlights, Lucknow Super Giants vs Delhi Capitals: દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય. કુલદીપ યાદવે 20 રનમાં 3 વિકેટ ઝડપી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
LSG vs DC Live Updates, LSG vs DC, IPL 2024

LSG vs DC Highlights, IPL 2024: આઈપીએલ 2024ની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો

Lucknow Super Giants vs Delhi Capitals Highlights, IPL 2024, આઈપીએલ 2024 લખનઉ વિ. દિલ્હી સ્કોર : કુલદીપ યાદવની (3 વિકેટ) ચુસ્ત બોલિંગ પછી જેક ફ્રેઝર-મેકગર્કની (55) અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો..

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, ડેવિડ વોર્નર, શાઈ હોપ, ઋષભ પંત (કેપ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, જેક ફ્રેઝર-મેકગર્ક, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.

લખનઉ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન), દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક, અરશદ ખાન.

  • Apr 12, 2024 23:21 IST

    દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય

    કુલદીપ યાદવની (3 વિકેટ) ચુસ્ત બોલિંગ પછી જેક ફ્રેઝર-મેકગર્કની (55)અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.



  • Apr 12, 2024 23:20 IST

    ટ્રિસ્ટન સ્ટબ્સના અણનમ 15

    ટ્રિસ્ટન સ્ટબ્સના અણનમ 15 અને શાઇ હોપના અણનમ 11 રન



  • Advertisment
  • Apr 12, 2024 23:09 IST

    ઋષભ પંત 41 રને આઉટ

    ઋષભ પંત 24 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 41 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો.



  • Apr 12, 2024 23:07 IST

    જેક ફ્રેઝર-મેકગર્ક 55 રને આઉટ

    જેક ફ્રેઝર-મેકગર્ક 35 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે 55 રન બનાવી આઉટ થયો.



  • Apr 12, 2024 22:31 IST

    દિલ્હી કેપિટલ્સના 10 ઓવરમાં 2 વિકેટે 75 રન

    દિલ્હી કેપિટલ્સના 10 ઓવરમાં 2 વિકેટે 75 રન. જેક ફ્રેઝર-મેકગર્ક 21 અને ઋષભ પંત 8 રને રમતમાં છે.



  • Apr 12, 2024 22:20 IST

    પૃથ્વી શો 32 રને આઉટ

    પૃથ્વી શો 22 બોલમાં 6 ફોર સાથે 32 રન બનાવી રવિ બિશ્નોઈની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 12, 2024 22:07 IST

    ડેવિડ વોર્નર 8 રને બોલ્ડ

    ડેવિડ વોર્નર 9 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી યશ ઠાકુરની ઓવરમાં બોલ્ડ થયો.



  • Apr 12, 2024 21:26 IST

    લખનઉના 20 ઓવરમાં 7 વિકેટે 167 રન

    લખનઉ સુપર જાયન્ટ્સના 20 ઓવરમાં 7 વિકેટે 167 રન. દિલ્હી કેપિટલ્સને 168 રનનો પડકાર મળ્યો છે.



  • Apr 12, 2024 21:25 IST

    આયુષ બદોનીની અડધી સદી

    આયુષ બદોનીએ 31 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 12, 2024 20:49 IST

    ક્રૃણાલ પંડ્યા 3 રને આઉટ

    ક્રૃણાલ પંડ્યા 4 બોલમાં 3 રન બનાવી મુકેશ કુમારની ઓવરમાં આઉટ થયો. લખનઉએ 94 રને સાતમી વિકેટ ગુમાવી.



  • Apr 12, 2024 20:45 IST

    દીપક હુડા 10 રને આઉટ

    ઇમ્પેક્ટ પ્લેયર દીપક હુડા 13 બોલમાં 10 રન બનાવી ઇશાંત શર્માનો શિકાર બન્યો.



  • Apr 12, 2024 20:32 IST

    કેએલ રાહુલ 39 રને આઉટ

    કેએલ રાહુલ 22 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 39 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 12, 2024 20:21 IST

    નિકોલસ પૂરનનું ગોલ્ડન ડક

    નિકોલસ પૂરન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો. લખનઉએ 66 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Apr 12, 2024 20:19 IST

    માર્કસ સ્ટોઇનિસ 8 રને આઉટ

    માર્કસ સ્ટોઇનિસ 10 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં ઓવરમાં આઉટ થયો.



  • Apr 12, 2024 20:17 IST

    દેવદત્ત પડીક્કલ 3 રને આઉટ

    દેવદત્ત પડીક્કલ 6 બોલમાં 3 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં આઉટ થયો.



  • Apr 12, 2024 19:57 IST

    ક્વિટોન ડી કોક 19 રને આઉટ

    ક્વિટોન ડી કોક 13 બોલમાં 4 ફોર સાથે 19 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં એલબી આઉટ થયો.



  • Apr 12, 2024 19:36 IST

    લખનઉના કેએલ રાહુલ અને ક્વિન્ટોન ડી કોક ઓપનિંગમાં ઉતર્યા

    લખનઉના કેએલ રાહુલ અને ક્વિન્ટોન ડી કોક ઓપનિંગમાં ઉતર્યા. ખલીલ અહમદની પ્રથમ ઓવરમાં 10 રન બનાવ્યા.



  • Apr 12, 2024 19:11 IST

    લખનઉ સુપર જાયન્ટ્સ

    ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન), દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક, અરશદ ખાન.



  • Apr 12, 2024 19:11 IST

    દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

    પૃથ્વી શો, ડેવિડ વોર્નર, શાઈ હોપ, ઋષભ પંત (કેપ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, જેક ફ્રેઝર-મેકગર્ક, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.



  • Apr 12, 2024 19:04 IST

    લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે

    દિલ્હી કેપિટલ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Apr 12, 2024 18:48 IST

    સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં લખનઉ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 3 મુકાબલા થયા છે અને ત્રણેય મુકાબલામાં લખનઉનો વિજય થયો છે. દિલ્હી તેની સામે એકપણ મેચ જીતી શક્યું નથી. બન્ને વચ્ચેના મુકાબલામાં દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર 189 અને લોએસ્ટ સ્કોર 143 રન છે. જ્યારે લખનઉનો હાઇએસ્ટ સ્કોર 195 અને લોએસ્ટ સ્કોર 193 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી જેમાં લખનઉનો વિજય થયો હતો.



  • Apr 12, 2024 18:48 IST

    આજે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે.



લખનઉ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ કે એલ રાહુલ Rishabh pant IPL સ્પોર્ટ્સ