LSG vs GT Highlights, IPL 2024 : આઈપીએલ 2024, યશ ઠાકુરનો તરખાટ, ગુજરાત ટાઇટન્સનો 33 રને પરાજય

LSG vs GT Highlights, Gujarat Titans vs Lucknow Super Giants : માર્કસ સ્ટોઇનિસના 43 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 58 રન, ગુજરાત ટાઇટન્સ 130 રનમાં ઓલઆઉટ, યશ ઠાકુરની 5 વિકેટ અને ક્રૃણાલ પંડ્યાની 3 વિકેટ

LSG vs GT Highlights, Gujarat Titans vs Lucknow Super Giants : માર્કસ સ્ટોઇનિસના 43 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 58 રન, ગુજરાત ટાઇટન્સ 130 રનમાં ઓલઆઉટ, યશ ઠાકુરની 5 વિકેટ અને ક્રૃણાલ પંડ્યાની 3 વિકેટ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
LSG vs GT Live Updates, LSG vs GT, IPL 2024

LSG vs GT Highlights - આઈપીએલ 2024ની 21મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે પરાજય

Gujarat Titans vs Lucknow Super Giants Highlights, IPL 2024, આઈપીએલ 2024 ગુજરાત વિ. લખનઉ સ્કોર : માર્ક્સ સ્ટોઇનિસની અડધી સદી (58) પછી યશ ઠાકુર (5 વિકેટ) અને ક્રૃણાલ પંડ્યાના (3 વિકેટ)ના તરખાટની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ સામે 33 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 18.5 ઓવરમાં 130 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. લખનઉએ આઈપીએલમાં પ્રથમ વખત ગુજરાત સામે વિજય મેળવ્યો છે.

Advertisment

ગુજરાત ટાઇટન્સ ઇનિંગ્સ

-લખનઉ તરફથી યશ ઠાકુરે 5 વિકેટ. જ્યારે ક્રૃણાલ પંડ્યાએ 3, રવિ બિશ્વોઇ અને નવીન ઉલ હકે 1-1 વિકેટ ઝડપી.

-નૂર અહમદ 2 બોલમાં 4 રન બનાવી યશ ઠાકુરનો પાંચમો શિકાર બન્યો.

-રાહુલ તેવાટિયા 25 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 30 રન બનાવી આઉટ થયો.

-ઉમેશ યાદવ 2 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં કેચ આઉટ થયો.

-ગુજરાત ટાઇટન્સે 15.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રાશિદ ખાન 3 બોલમાં ખાતું ખોલાયા વિના યશ ઠાકુરનો ત્રીજો શિકાર બન્યો.

-વિજય શંકર 17 બોલમાં 1 સિક્સર સાથે 17 રન બનાવી આઉટ થયો.

-દર્શન નાલકાંડે 11 બોલમાં 1 સિક્સર સાથે 12 રન બનાવી ક્રૃણાલનો ત્રીજો શિકાર બન્યો.

-બીઆર શરથ 2 રને ક્રૃણાલ પંડ્યાનો બીજો શિકાર બન્યો.

-સાઇ સુદર્શન 23 બોલમાં 4 ફોર સાથે 31 રન બનાવી ક્રૃણાલ પંડ્યાની ઓવરમાં આઉટ.

Advertisment

-કેન વિલિયમ્સન 1 રને રવિ બિશ્નોઇની ઓવરમાં કેચ આઉટ.

-શુભમન ગિલ 21 બોલમાં 2 ફોર સાથે 19 રન બનાવી યશ ઠાકુરની ઓવરમાં બોલ્ડ થયો.

-ગુજરાત ટાઇટન્સે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-શુભમન ગિલ અને સાઇ સુદર્શન ઓપનિંગમાં ઉતર્યા.

આ પણ વાંચો - આઈપીએલ 2024, મુંબઈએ આ સિઝનમાં પ્રથમ જીત મેળવી, દિલ્હીનો ચોથો પરાજય

લખનઉ સુપર જાયન્ટ્સ ઇનિંગ્સ

-ગુજરાત તરફથી ઉમેશ યાદવ અને નાલકાંડેએ 2-2 વિકેટ ઝડપી. રાશિદ ખાનને 1 વિકેટ મળી.

-નિકોલસ પૂરનના 22 બોલમાં 3 સિક્સર સાથે અણનમ 32 રન. ક્રુણાલ પંડ્યાના 2 બોલમાં અણનમ 2 રન

-લખનઉ સુપર જાયન્ટ્સના 20 ઓવરમાં 5 વિકેટે 163 રન.

-લખનઉએ 18.3 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-આયુષ બદોની 11 બોલમાં 3 ફોર સાથે 20 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.

-માર્કસ સ્ટોઇનિસ 43 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 58 રને નાલકાંડેનો શિકાર બન્યો.

-માર્કસ સ્ટોઇનિસે 40 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-લખનઉએ 14.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-કેએલ રાહુલ 31 બોલમાં 3 ફોર સાથે 33 રન બનાવી નાલકાંડેની ઓવરમાં કેચ આઉટ.

-લખનઉએ 6.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-દેવદત્ત પડિક્કલ 7 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો.

-ક્વિન્ટન ડી કોક 4 બોલમાં 1 સિક્સ સાથે 6 રન ફટકારી ઉમેશ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.

-ગુજરાત ટાઇટન્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

લખનઉ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક, મયંક યાદવ.

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), શરથ બીઆર, સાઇ સુદર્શન, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોનસન, દર્શન નાલકાંડે, મોહિત શર્મા.

લખનઉ સુપર જાયન્ટ્સ ગુજરાત ટાઇટન્સ shubman gill કે એલ રાહુલ IPL સ્પોર્ટ્સ