LSG vs KKR Highlights, IPL 2024 : આઈપીએલ 2024, કેકેઆરની જીતમાં ફિલિપ સોલ્ટ છવાયો, એકતરફી જીત મેળવી

LSG vs KKR Highlights, Kolkata Knight Riders vs Lucknow Super Giants: કોલકાતા નાઇટ રાઇડર્સે 8 વિકેટે વિજય મેળવ્યો, ફિલિપ સોલ્ટના 47 બોલમાં 14 ફોર 3 સિક્સર સાથે અણનમ 89 રન

LSG vs KKR Highlights, Kolkata Knight Riders vs Lucknow Super Giants: કોલકાતા નાઇટ રાઇડર્સે 8 વિકેટે વિજય મેળવ્યો, ફિલિપ સોલ્ટના 47 બોલમાં 14 ફોર 3 સિક્સર સાથે અણનમ 89 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
LSG vs KKR Live Updates, LSG vs KKR, IPL 22024

LSG vs KKR Highlights, IPL 2024 : આઈપીએલ 2024ની 28મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો

Kolkata Knight Riders vs Lucknow Super Giants Highlights, IPL 2024, આઈપીએલ 2024 લખનઉ વિ. કોલકાતા સ્કોર : મિચેલ સ્ટાર્કની શાનદાર બોલિંગ (3 વિકેટ) પછી ફિલિપ સોલ્ટની આક્રમક અણનમ અડધી સદી (89)ની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઈટ રાઈડર્સ : ફિલિપ સોલ્ટ, સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.

લખનઉ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, મોહસીન ખાન, શમર જોસેફ.

  • Apr 14, 2024 19:16 IST

    કોલકાતા નાઇટ રાઇડર્સનો 8 વિકેેટે વિજય

    મિચેલ સ્ટાર્કની શાનદાર બોલિંગ (3 વિકેટ) પછી ફિલિપ સોલ્ટની આક્રમક અણનમ અડધી સદી (89)ની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.



  • Apr 14, 2024 19:16 IST

    ફિલિપ સોલ્ટના અણનમ 89 રન

    કેકેઆરે 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી. ફિલિપ સોલ્ટના અણનમ 89 અને શ્રેયસ ઐયરના અણનમ 38 રન.



  • Advertisment
  • Apr 14, 2024 18:49 IST

    કેકેઆરના 13 ઓવરમાં 2 વિકેટે 128 રન

    કેકેઆરના 13 ઓવરમાં 2 વિકેટે 128 રન. ફિલિપ સોલ્ટ 58 અને શ્રેયસ ઐયર 36 રને રમતમાં છે.



  • Apr 14, 2024 18:32 IST

    ફિલિપ સોલ્ટની અડધી સદી

    ફિલિપ સોલ્ટે 26 બોલમાં 8 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 14, 2024 18:10 IST

    અંગક્રિશ રઘુવંશી 7 રને આઉટ

    અંગક્રિશ રઘુવંશી 6 બોલમાં 1 સિક્સર સાથે 7 રન બનાવી મોહસીન ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 14, 2024 17:50 IST

    સુનીલ નારાયણ 6 રને આઉટ

    સુનીલ નારાયણ 6 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી મોહસીન ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 14, 2024 17:30 IST

    મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી

    કેકેઆર તરફથી સ્ટાર્કે 3 વિકેટ જ્યારે વૈભવ અરોરા, સુનીલ નારાયણ, રસેલ, વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ ઝડપી.



  • Apr 14, 2024 17:29 IST

    લખનઉ સુપર જાયન્ટ્સના 20 ઓવરમાં 7 વિકેટે 161 રન

    લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવી લીધા છે. કેકેઆરને 162 રનનો પડકાર મળ્યો છે.



  • Apr 14, 2024 17:29 IST

    અરશદ ખાન 5 રને બોલ્ડ

    અરશદ ખાન 5 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં બોલ્ડ થયો.



  • Apr 14, 2024 17:28 IST

    નિકોલસ પૂરન 45 રને આઉટ

    નિકોલસ પૂરન 32 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે 45 રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો.



  • Apr 14, 2024 16:46 IST

    આયુષ બદોની 29 રને આઉટ

    આયુષ બદોની 27 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 29 રન બનાવી સુનીલ નારાયણની ઓવરમાં આઉટ થયો.



  • Apr 14, 2024 16:37 IST

    માર્કસ સ્ટોઇનિસ 10 રને આઉટ

    માર્કસ સ્ટોઇનિસ 5 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો.



  • Apr 14, 2024 16:35 IST

    કેએલ રાહુલ 39 રને આઉટ

    કેએલ રાહુલ 27 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 39 રન બનાવી રસેલની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 14, 2024 16:08 IST

    દીપક હુડા 8 રને આઉટ

    દીપક હુડા 10 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થયો છે. લખનઉએ 39 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 14, 2024 15:44 IST

    ક્વિન્ટોન ડી કોક 10 રને આઉટ

    ક્વિન્ટોન ડી કોક 8 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી વૈભવ અરોનાની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 19 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 14, 2024 15:34 IST

    ડી કોક અને કેએલ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા

    લખનઉના ક્વિન્ટોન ડી કોક અને કેએલ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા. સ્ટાર્કની પ્રથમ ઓવરમાં 10 રન ફટકાર્યા.



  • Apr 14, 2024 15:20 IST

    લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

    ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, મોહસીન ખાન, શમર જોસેફ.



  • Apr 14, 2024 15:19 IST

    કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ ઇલેવન

    ફિલિપ સોલ્ટ, સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.



  • Apr 14, 2024 15:19 IST

    કોલકાતાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય

    લખનઉ સુપર જાયન્ટ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે



  • Apr 14, 2024 15:18 IST

    કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ની 28મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે



લખનઉ સુપર જાયન્ટ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ કે એલ રાહુલ IPL સ્પોર્ટ્સ