LSG vs KKR Highlights, IPL 2024 : આઈપીએલ 2024, લખનઉ 137 રનમાં ઓલઆઉટ, કોલકાતાનો ધમાકેદાર વિજય

LSG vs KKR Highlights, Lucknow Super Giants vs Kolkata Knight Riders: સુનીલ નારાયણના 39 બોલમાં 81 રન. કેકેઆરનો 98 રને ભવ્ય વિજય, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીની 3-3 વિકેટ

Written by Ashish Goyal
Updated : May 05, 2024 23:38 IST
LSG vs KKR Highlights, IPL 2024 : આઈપીએલ 2024, લખનઉ 137 રનમાં ઓલઆઉટ, કોલકાતાનો ધમાકેદાર વિજય
LSG vs KKR Highlights, IPL 2024: આઈપીએલ 2024ની 54મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે વિજય

Lucknow Super Giants vs Kolkata Knight Riders Highlights, IPL 2024, આઈપીએલ 2024, લખનઉ વિ. કોલકાતા સ્કોર : સુનીલ નારાયણના 81 રન બાદ હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીની 3-3 વિકેટની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 98 રને શાનદાર વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 235 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 16.1 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

બન્ને ટીમો આ પ્રમાણે છે

લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, એશ્ટન ટર્નર, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસિન ખાન, યશ ઠાકુર.

કોલકાતા નાઈટ રાઈડર્સ : ફિલિપ સોલ્ટ, સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

Indian Premier League, 2024Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow

Match Ended

Lucknow Super Giants 137 (16.1)

vs

Kolkata Knight Riders 235/6 (20.0)

Match Ended ( Match 54 )

Kolkata Knight Riders beat Lucknow Super Giants by 98 runs

Live Updates

કોલકાતાનો 98 રને ભવ્ય વિજય

સુનીલ નારાયણના 81 રન બાદ હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીની 3-3 વિકેટની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 98 રને શાનદાર વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 235 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 16.1 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ ઝડપી

કોલકાતા તરફથી હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ ઝડપી. જ્યારે આન્દ્રે રસેલને 2, સુનીલ નારાયણ અને સ્ટાર્કને 1-1 વિકેટ મળી.

રવિ બિશ્નોઇ આઉટ

રવિ બિશ્નોઇ 2 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં એલબી આઉટ થયો.

યુદ્ધવીર સિંહ 7 રને આઉટ

યુદ્ધવીર સિંહ 7 બોલમાં 1 સિક્સર સાથે 7 રન બનાવી વરુણ ચક્રવર્તીનો ત્રીજો શિકાર બન્યો.

ક્રૃણાલ પંડ્યા 6 રને આઉટ

ક્રૃણાલ પંડ્યા 6 બોલમાં 5 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.

એશ્ટોન ટર્નર 16 રને આઉટ

એશ્ટોન ટર્નર 9 બોલમાં 2 સિક્સર સાથે 16 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.

આયુષ બદોની 15 રને આઉટ

આયુષ બદોની 12 બોલમાં 1 સિક્સર સાથે 15 રન બનાવી સુનીલ નારાયણની ઓવરમાં કેચ આઉટ થયો.

નિકોલસ પૂરન 10 રને આઉટ

નિકોલસ પૂરન 8 બોલમાં 1 સિક્સર સાથે 10 રન બનાવી રસેલની ઓવરમાં કેચ આઉટ થયો.

માર્કસ સ્ટોઇનિસ 36 રને આઉટ

માર્કસ સ્ટોઇનિસ 21 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 36 રન બનાવી રસેલની ઓવરમાં આઉટ થયો.

દીપક હુડા 5 રને આઉટ

દીપક હુડા 3 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં એલબી આઉટ થયો. કેકેઆરે 77 રને ત્રીજી વિકેટ ગુમાવી.

કેએલ રાહુલ 25 રને આઉટ

કેએલ રાહુલ 21 બોલમાં 3 ફોર સાથે 25 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.

લખનઉના 50 રન

લખનઉ સુપર જાયન્ટ્સે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

અર્શીન કુલકર્ણી 9 રને આઉટ

અર્શીન કુલકર્ણી 7 બોલમાં2 ફોર સાથે 9 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થયો.

નવીન ઉલ હકની 3 વિકેટ

રમનદીપ સિંહના 6 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથએ અણનમ 25 રન. લખનઉ તરફથી નવીન ઉલ હકે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

કોલકાતાના 20 ઓવરમાં 6 વિકેટે 235 રન

કોલકાતા નાઇટ રાઇડર્સના 20 ઓવરમાં 6 વિકેટે 235 રન. લખનઉને જીતવા માટે 236 રનનો પડકાર મળ્યો છે.

શ્રેયસ ઐયર 23 રને આઉટ

શ્રેયસ ઐયર 15 બોલમાં 3 ફોર સાથે 23 રન બનાવી યશ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો.

રિંકુ સિંહ 16 રને આઉટ

રિંકુ સિંહ 11 બોલમાં 2 ફોર સાથે 16 રન બનાવી નવીન ઉલ હકનો ત્રીજો શિકાર બન્યો. કેકેઆરે 200 રને પાંચમી વિકેટ ગુમાવી.

અંગક્રિશ રઘુવંશી 32 રને આઉટ

અંગક્રિશ રઘુવંશી 26 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 32 રન બનાવી યુદ્ધવીર સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.

આન્દ્રે રસેલ 12 રને આઉટ

આન્દ્રે રસેલ 8 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 12 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં આઉટ થયો.

સુનીલ નારાયણ 81 રને આઉટ

સુનીલ નારાયણ 39 બોલમાં 6 ફોર 7 સિક્સર સાથે 81 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં કેચ આઉટ થયો.

સુનીલ નારાયણની અડધી સદી

સુનીલ નારાયણે 27 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

ફિલ સોલ્ટ 32 રને આઉટ

ફિલ સોલ્ટ 14 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 32 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં કેચ આઉટ થયો.

સોલ્ટ અને નારાયણ ઓપનિંગમાં ઉતર્યા

કોલકાતાના ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણ ઓપનિંગમાં ઉતર્યા.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ ઇલેવન

ફિલિપ સોલ્ટ, સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

કેએલ રાહુલ (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, એશ્ટન ટર્નર, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસિન ખાન, યશ ઠાકુર.

કોલકાતાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં લખનઉ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 210 અને લોએસ્ટ સ્કોર 161 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 208 અને લોએસ્ટ સ્કોર 101 રન છે. આ સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે કોલકાતાનો વિજય થયો હતો.

કોલકાતા અને લખનઉ વચ્ચે મુકાબલો

આઈપીએલ 2024ની 54મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ