Lucknow Super Giants vs Mumbai Indians Highlights, IPL 2024, આઈપીએલ 2024 મુંબઈ વિ. લખનઉ સ્કોર : માર્કોસ સ્ટોઇનિસની ઓલરાઉન્ડર પ્રદર્શનની (62 રન અને 1 વિકેટ) મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટીમ ડેવિડ, નેહલ વાઢેરા, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ.
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, એશ્ટન ટર્નર, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસીન ખાન, મયંક યાદવ.





