/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Mahendra-Singh-Dhoni-birthday.jpg)
MS Dhoni Birthday : ધોનીનો જન્મ ઝારખંડના રાંચીમાં 7 જુલાઈ, 1981ના રોજ થયો હતો
MS Dhoni Birthday : ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આજે બર્થ ડે છે. ધોનીનો જન્મ ઝારખંડના રાંચીમાં 7 જુલાઈ, 1981ના રોજ થયો હતો. ધોનીને સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને રિષભ પંત સહિત ઘણા ક્રિકેટર્સે સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સચિન તેંડુલકરે ટ્વિટર પર એમએસ ધોની સાથેની તસવીર શેર કરી છે. સચિને તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે તમે હંમેશા તમારા હેલિકોપ્ટર શોટની જેમ ઊંચી ઉડાન ભરતો રહે. હેપ્પી બર્થ ડે, એમએસ!"
રિષભ પંતે ટ્વિટ કર્યું તે દેશભરના ઘણા લોકો માટે એક પ્રેરણા. તમે ભારતીય ક્રિકેટ માટે જે પણ કર્યું છે તેના માટે આભાર. હેપ્પી બર્થ ડે માહી ભાઈ! આ પછી તેણે રેડ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી હતી. એટલું જ નહીં રિષભ પંતે એમએસ ધોની માટે બર્થ ડે કેક પણ કાપી હતી. પંતે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
આ પણ વાંચો - જ્યારે એમએસ ધોનીએ ICC અને બ્રોડકાસ્ટર્સનો પ્લાન પર પાણી ફેરવ્યું, 2016 T20 વર્લ્ડકપની શું છે ઘટના?
આ તસવીરોમાં રિષભ પંત કેક કાપતો જોવા મળી રહ્યો છે. કેક પર ક્રિકેટનું મેદાન અને બેટ્સમેન જોવા મળે છે. રિષભ પંતે આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે હેપ્પી બર્થ ડે માહી ભાઇ, તમે નજીક નથી, તમારા માટે કેક કાપી લઉ છું. પંત ધોનીની ઘણો નજીક છે. તે ધોનીને પોતાનો આદર્શ માને છે.
May you always fly high like your helicopter shots.
Happy birthday, MS! pic.twitter.com/f9aqiY6HV0— Sachin Tendulkar (@sachin_rt) July 7, 2023
Wishing you a very happy birthday @msdhoni Fit raho, khush raho. #HappyBirthdayDhonipic.twitter.com/HGXqhHE91K
— Irfan Pathan (@IrfanPathan) July 7, 2023
Happy Birthday @msdhoni 🎂 here’s to some epic memories on the field! Hope you have a blessed year ahead 🎉 pic.twitter.com/jVzJ8PAAii
— Yuvraj Singh (@YUVSTRONG12) July 7, 2023
રિષભ પંતની આ પોસ્ટ પર પ્રજ્ઞાન ઓઝાએ પણ કોમેન્ટ કરી હતી કે અનોખો અભિગમ તમને અલગ પાડે છે, હંમેશાં તમને અલગ પાડે છે. પંત હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us