Mahendra Singh Dhoni Video: ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાના અલગ અંદાજ માટે ઓળખાય છે. હાલ ધોનીનો આવો જ એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ટ્રેક્ટર ચલાવે છે અને ખેતી કરતો જોવા મળે છે. વીડિયોમાં ધોની એક ખેડૂત જેવો જ લાગી રહ્યો છે.
ધોનીએ વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે કોઇ નવી વસ્તુ શીખવામાં સારું લાગ્યું પણ કામ પુરુ કરવામાં ઘણો સમય લાગ્યો.ધોની નિવૃત્તિ પછી રાંચીમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં વધારે સમય પસાર કરે છે. જ્યા ખેતી કરવાની સાથે મરઘા પાલન પણ કરી રહ્યો છે.
ધોનીએ લગભગ બે વર્ષ પછી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો
ધોની સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ રહેતો નથી. ધોનીએ લગભગ બે વર્ષ પછી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. આ પહેલા તેણે જાન્યુઆરી 2021માં વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પરથી જ તે સોશિયલ મીડિયામાં કેટલો એક્ટિવ છે તે જાણી શકાય છે. ધોનીએ અચાનક વીડિયો પોસ્ટ કરતા પ્રશંસકો પણ ખુશ થઇ ગયા છે.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાએ એમએસ ધોની સાથે શેર કરી તસવીર, સાક્ષીની મિત્રએ કહ્યું- આ વીરુની બસંતી નહીં નાચે
આઈપીએલ-2023માં મેદાનમાં કરશે વાપસી
એમએસ ધોની થોડાક મહિના પછી મેદાન પર જોવા મળશે. તે આઈપીએલ-2023માં ચેન્નાઇ સુપરકિંગ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ધોનીએ આ માટે પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે 41 વર્ષીય ધોનીની આ અંતિમ આઈપીએલ સિઝન રહી શકે છે.