Manipur Violence : ભારતીય ફૂટબોલર ચિંગલેનસાના સિંહ કોઝિકોડમાં મે મહિનાની એક સાંજે જ્યારે મેદાનથી ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યો હતો ત્યારે તેણે જોયું કે તેના ફોન પર ઘણા બધા મેસેજ અને મિસકોલ હતા. ચિંતામાં આવીને ચિંગલેનસાનાએ તરત વળતો ફોન કર્યો પણ કોઇ જવાબ મળ્યો ન હતો. થોડા સમય પછી તેનો જ્યારે તેની માતા સાથે સંપર્ક થયો તો તે રડી રહી હતી અને પાછળથી ગોળીઓનો અવાજ આવી રહ્યો હતો. આથી તેણે તરત પોતાના ઘરે પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. હિંસાગ્રસ્ત મણિપુરના આ રહેવાસી ફૂટબોલરને ખબર પડી ગઇ કે રાજ્યમાં 3 મે ના રોજ શરુ થયેલી હિંસામાં તે પોતાનું લગભગ ગુમાવી ચુક્યો છે.
ચિંગલેનસાનાની જીવનભરની કમાણી સળગી ગઇ
3 મે ના રોજ આ ફૂટબોલર કોઝિકોડમાં મોહન બાગાન સામે એફએસ કપ પ્લેઓફમાં (એશિયન મહાદ્વિપીય ટૂર્નામેન્ટ)માં હૈદરાબાદ એફસીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો. ચુંરચાંદપુર જિલ્લાના ખુમુજામા લેકેઇના રહેવાસી ચિંગલેનસાનાએ પીટીઆઈને કહ્યું કે હિંસાએ અમારી પાસેથી બધું જ છનવી લીધું છે, અમે જે પણ કમાણી કરી હતી, અમારા પાસે જે પણ કાંઇ હતું ગુમાવી દીધું છે. તેણે કહ્યું કે મેં સમાચાર સાંભળ્યા કે અમારું ઘર સળગાવી દીધું છે, આ સિવાય ચુરચાંદપુરમાં મેં જે ફૂટબોલ ટર્ફ બનાવી હતી તેને પણ સળગાવી દીધી છે. આ દિલ તોડનારું હતું.
આ પણ વાંચો – 3 મહિનાથી સળગી રહેલા મણિપુરમાં INDIA ગઠબંધને શું જોયું?
રાહત કેમ્પમાં છે પરિવાર
ચિંગલેનસાનાએ કહ્યું કે મેં યુવાઓને મંચ આપવા માટે મોટું સપનું જોયું હતું પણ આ બધું છીનવાઇ ગયું છે. ભાગ્યથી મારો પરિવાર હિંસાથી બચી ગયો અને તેમને રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે.
બર્બાદ થઇ ગયું ગામ
આ સાંભળી તે મોડું કરી શકતો ન હતો. કારણ કે હિંસાએ તેનું ઘર નષ્ટ કરી દીધું હતું, તેના ગામને બર્બાદ કરી દીધું હતું. મહત્વાકાંક્ષી ફૂટબોલરના સપનાને પંખ આપવાની આશા પર પાણી ફેરવી દીધું છે. પોતાના પરિવાર સાથે રહેતા રાહત અનુભવતા ચિંગલેનસાના હવે ઘણા પરેશાન કરનારા અનુભવથી પાછા ફરવા અને નવી રીતથી શરૂઆત કરવા પર વિચારી રહ્યો છે.





