Mumbai Indians vs Delhi Capitals Highlights, IPL 2024, આઈપીએલ 2024 મુંબઈ વિ. દિલ્હી સ્કોર : રોહિત શર્માના 49, ટીમ ડેવિડના આક્રમક 45 અને રોમારિયા શેફર્ડના આક્રમક 39 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ સામે 29 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 234 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટે 205 રન બનાવી શક્યું હતું. મુંબઈએ આ સિઝનમાં પ્રથમ જીત મેળવી છે. જ્યારે દિલ્હીનો ચોથો પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર, પૃથ્વી શો, અભિષેક પોરેલ, ઋષભ પંત (કેપ્ટન), ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, લલિત યાદવ, જ્યે રિચર્ડસન, એનરિક નોર્તજે, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રીત બુમરાહ.





