Mumbai Indians vs Kolkata Knight Riders Highlights, IPL 2024, આઈપીએલ 2024, મુંબઈ વિ. કોલકાતા સ્કોર : વેંકટેશ ઐયરના 70 રન બાદ મિચેલ સ્ટાર્ક (4 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 24 રને વિજય મેળવ્યો છે. કોલકાતા 19.5 ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં મુંબઈ 18.5 ઓવરમાં 145 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આઠમાં પરાજય સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઓફની આશાનો લગભગ અંત આવી ગયો છે. 12 વર્ષ પછી કોલકાતાએ વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત મેળવી છે. આ પહેલા 2012ની સિઝનમાં જીત મેળવી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ : ઇશાન કિશન, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ગેરાલ્ડ કોએત્ઝે, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ, નુવાન તુશારા.
કોલકાતા નાઇટ રાઇડર્સ : ફિલ સોલ્ટ, સુનિલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.





