MI vs LSG IPL 2024 Playing XI: મુંબઈ અને લખનઉ વચ્ચે રોમાંચક થશે મેચ, આ રહી બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

IPL Match Today, MI vs LSG 2024: પ્લેઓફની રેસમાં રહેવા માટે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મેચ જીતવી જરૂરી છે. છેલ્લી બે મેચમાં તેની હાર થઈ છે. તેઓ રાજસ્થાન અને દિલ્હીથી હારી ગયા છે.

Written by Ankit Patel
April 30, 2024 11:16 IST
MI vs LSG IPL 2024 Playing XI: મુંબઈ અને લખનઉ વચ્ચે રોમાંચક થશે મેચ, આ રહી બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
MI vs LSG 2024, IPL Match Today: મુંબઈ વિ. લખનઉ, આઈપીએલ 2024ની 48મી મેચ Photo - x, @LucknowIPL @mipaltan

Mumbai Indians vs lucknow Super Giants, IPL 2024 Playing 11, MI vs LSG : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની 48મી મેચ મંગળવારે (29 એપ્રિલ) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. પ્લેઓફની રેસમાં રહેવા માટે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મેચ જીતવી જરૂરી છે. છેલ્લી બે મેચમાં તેની હાર થઈ છે. તેઓ રાજસ્થાન અને દિલ્હીથી હારી ગયા છે. તે 9 મેચમાં 3 જીત સાથે 9મા નંબર પર છે. લખનઉની ટીમ 10 પોઈન્ટ સાથે 5માં નંબર પર છે. જો કે તેને પણ છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

અત્યાર સુધીમાં લખનઉ અને મુંબઈ વચ્ચે કુલ ચાર મેચ રમાઈ છે

જો આપણે અત્યાર સુધીની IPL પર નજર કરીએ તો લખનઉ સુપર જાયન્ટ્સનો હાથ ઉપર રહ્યો છે. લખનૌ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમાઈ છે. MI LSG સામે ખૂબ જ નબળી દેખાતી હતી. અત્યાર સુધીમાં લખનઉએ 3 મેચ જીતી છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 1 મેચ જીતી છે.

MI vs LSG IPL 2024 Playing XI Prediction: મુંબઈ વિ. લખનઉ, આઈપીએલ 2024ની 48મી મેચ
MI vs LSG 2024, IPL Match Today: મુંબઈ વિ. લખનઉ, આઈપીએલ 2024ની 48મી મેચ Photo – x, @LucknowIPL @mipaltan

આ સાથે મુંબઈ સામે એલએસજીનો હાઈ સ્કોર 199 રન છે. લખનૌ સામે મુંબઈનો સર્વોચ્ચ સ્કોર 182 રન છે. એકાના સ્ટેડિયમની પીચની વાત કરીએ તો તે ધીમી બોલરો માટે ઘણી મદદગાર માનવામાં આવે છે. આ સિઝનમાં પિચે અલગ રંગ દેખાડ્યો છે.

આ પણ વાંચોઃ- ટી 20 વર્લ્ડ કપ 2024 : ટીમની જાહેરાત કરવાનો અંતિમ દિવસ ક્યારે છે, જાણો ભારતની સંભવિત ટીમ

અત્યાર સુધી રમાયેલી મેચોમાં આ પીચ બેટ્સમેનો માટે પૂરતી સારી રહી નથી. અહીં સેટ થયા બાદ બેટ્સમેનોએ મોટી ઇનિંગ્સ રમી છે. અહીં બોલરોને નવા બોલથી ઘણી મદદ મળી છે. એલએસજીની તાકાત વિશે વાત કરીએ તો તેમની પાસે મજબૂત બેટ્સમેનોની યાદી છે. કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, નિકોલ પૂરન અને માર્કસ સ્ટોઈનિસના રૂપમાં તોફાની બેટ્સમેન છે.

આ પણ વાંચોઃ- ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચને પાકિસ્તાને બનાવ્યા હેડ કોચ, પીસીબીએ કરી જાહેરાત

લખનઉ સુપર જાયન્ટ્સની સંભવીત પ્લેઈંગ ઈલેવન

ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), માર્કસ સ્ટોઈનીસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, યશ ઠાકુર.

મુંબઈ ઈન્ડિયન્સની સંભવીત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, લ્યુક વૂડ, જસપ્રિત બુમરાહ, નુવાન તુશારા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ