/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/MI-vs-LSG-Live-Updates-.jpg)
MI vs LSG Highlights, IPL 2024 : આઈપીએલ 2024ની 67મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે. લખનૌ સુપર જાયન્ટ્સનો વિજય
Mumbai Indians vs Lucknow Super Giants Highlights, IPL 2024, આઈપીએલ 2024, મુંબઈ વિ. લખનૌ સ્કોર : નિકોલસ પૂરન (75) અને કેએલ રાહુલની અડધી સદીની (55) મદદથી લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 18 રને વિજય મેળવ્યો છે. લખનૌએ 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 6 વિકેટે 196 રન બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ : ઈશાન કિશન, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, દેવલ્ડ બ્રેવિસ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નેહલ વાઢેરા, રોમારીયો શેફર્ડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા.
લખનૌ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, અરશદ ખાન, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન.
- May 18, 2024 00:20 IST
લખનૌ સુપર જાયન્ટ્સનો 18 રને વિજય
નિકોલસ પૂરન અને કેએલ રાહુલની અડધી સદીની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 18 રને વિજય મેળવ્યો છે. લખનૌએ 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 6 વિકેટે 196 રન બનાવી શક્યું હતું.
- May 18, 2024 00:20 IST
નમન ધીરના અણનમ 62 રન
નમન ધીરના 28 બોલમાં 4 ફોર 5 સિક્સર સાથે અણનમ 62 રન.
- May 18, 2024 00:15 IST
ઇશાન કિશન 14 રને આઉટ
ઇશાન કિશન 15 બોલમાં 1 ફોર સાથે 14 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં બોલ્ડ થયો.
- May 18, 2024 00:14 IST
નમન ધીરની અડધી સદી
નમન ધીરની 25 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે અડધી સદી
- May 17, 2024 23:47 IST
નેહલ વાઢેરા 1 રને આઉટ
નેહલ વાઢેરા 3 બોલમાં 1 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 120 રને પાંચમી વિકેટ ગુમાવી.
- May 17, 2024 23:46 IST
હાર્દિક પંડ્યા 16 રને આઉટ
હાર્દિક પંડ્યા 13 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 16 રન બનાવી મોહસીન ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 17, 2024 23:29 IST
રોહિત શર્મા 68 રને આઉટ
રોહિત શર્મા 38 બોલમાં 10 ફોર 3 સિક્સર સાથે 68 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 17, 2024 23:25 IST
સૂર્યકુમાર યાદવ ખાતું ખોલાયા વિના આઉટ
સૂર્યકુમાર યાદવ 3 બોલમાં ખાતું ખોલાયા વિના કૃણાલ પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 17, 2024 23:24 IST
દેવલ્ડ બ્રેવિસ 23 રને આઉટ
દેવલ્ડ બ્રેવિસ 20 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 23 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં આઉટ.
- May 17, 2024 23:07 IST
રોહિત શર્માની અડધી સદી
રોહિત શર્માએ 28 બોલમાં 7 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 17, 2024 23:00 IST
મુંબઈના 50 રન
મુંબઈ ઈન્ડિયન્સે 5.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- May 17, 2024 22:14 IST
મેચમાં વરસાદનું વિધ્ન
મુંબઈ ઇન્ડિયન્સે 3.5 ઓવરમાં વિના વિકેટે 33 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 20 અને દેવલ્ડ બ્રેવિસ 9 રને રમતમાં છે. વરસાદના કારણે હાલ મેચ અટકાવવામાં આવી છે.
- May 17, 2024 22:02 IST
ઇમ્પેક્ટ પ્લેયર રોહિત શર્માની એન્ટ્રી
મુંબઈ તરફથી ઇમ્પેક્ટ પ્લેયર રોહિત શર્મા અને દેવલ્ડ બ્રેવિસ ઓપનિંગમાં ઉતર્યા.
- May 17, 2024 21:39 IST
લખનૌ સુપર જાયન્ટ્સના 20 ઓવરમાં 6 વિકેટે 214 રન
લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવી લીધા છે. મુંબઈને જીતવા માટે 215 રનનો પડકાર મળ્યો છે.
- May 17, 2024 21:39 IST
આયુષ બદોનીના અણનમ 22 રન
આયુષ બદોનીના 10 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે અણનમ 22 રન. કૃણાલ પંડ્યાના 7 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે અણનમ 12 રન.
- May 17, 2024 21:19 IST
કેએલ રાહુલ 55 રને આઉટ
કેએલ રાહુલ 41 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે 55 રન બનાવી પીયુષ ચાવલાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 17, 2024 21:18 IST
અર્શદ ખાન પ્રથમ બોલે આઉટ
અર્શદ ખાન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના તુષારાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 17, 2024 21:16 IST
નિકોલસ પૂરન 75 રને આઉટ
નિકોલસ પૂરન 29 બોલમાં 5 ફોર 8 સિક્સર સાથે 75 રન બનાવી તુષારાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 17, 2024 21:12 IST
કેએલ રાહુલની અડધી સદી
કેએલ રાહુલે 37 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 17, 2024 21:06 IST
નિકોલસ પૂરનની અડધી સદી
નિકોલસ પૂરને 19 બોલમાં 2 ફોર 7 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 17, 2024 20:38 IST
દિપક હુડા 11 રને આઉટ
દિપક હુડા 9 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી પીયુષ ચાવલાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 17, 2024 20:18 IST
માર્કોસ સ્ટોઇનિસ 28 રને આઉટ
માર્કોસ સ્ટોઇનિસ 22 બોલમાં 5 ફોર સાથે 28 રન બનાવી પીયુષ ચાવલાની ઓવરમાં એલબી આઉટ થયો.
- May 17, 2024 19:36 IST
દેવદત્ત પડીક્કલ પ્રથમ બોલે આઉટ
દેવદત્ત પડીક્કલ પ્રથમ બોલે જ ખાતું ખોલાયા વિના નુવાન તુષારાની પ્રથમ ઓવરમાં એલબી આઉટ થયો.
- May 17, 2024 19:36 IST
કેએલ રાહુલ અને દેવદત્ત પડીક્કલ ઓપનિંગમાં ઉતર્યા
લખનૌ તરફથી કેએલ રાહુલ અને દેવદત્ત પડીક્કલ ઓપનિંગમાં ઉતર્યા.
- May 17, 2024 19:22 IST
પ્લેઇંગ ઇલેવનમાં અર્જુન તેંડુલકરનો સમાવેશ
મુંબઈ ઇન્ડિયન્સની અંતિમ લીગ મેચમાં અર્જુન તેંડુલકરનો સમાવેશ કરાયો છે. આ સિવાય બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.
- May 17, 2024 19:17 IST
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, અરશદ ખાન, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન.
- May 17, 2024 19:16 IST
મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
ઈશાન કિશન, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, દેવલ્ડ બ્રેવિસ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નેહલ વાઢેરા, રોમારીયો શેફર્ડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા.
- May 17, 2024 19:04 IST
મુંબઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
લખનૌ સુપર જાયન્ટ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- May 17, 2024 19:03 IST
મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં મુંબઈ અને લખનૌ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 4 મેચમાં લખનૌનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં મુંબઈનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનૌનો હાઈએસ્ટ સ્કોર 199 અને લોએસ્ટ સ્કોર 101 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 182 અને લોએસ્ટ સ્કોર 132 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ ટાઉન્ડમાં ટકરાયા ત્યારે લખનૌનો 4 વિકેટે વિજય થયો હતો.
- May 17, 2024 19:03 IST
મુંબઈ વિ. લખનૌ મુકાબલો
આઈપીએલ 2024ની 67મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ વિ. લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us