/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/MI-vs-PBKS-Live-Updates-.jpg)
MI vs PBKS Highlights, IPL 2024 : આઈપીએલ 2024ની 33મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે 9 રને વિજય મેળવ્યો
Punjab Kings vs Mumbai Indians Live Cricket Score, IPL 2024, આઈપીએલ 2024 મુંબઈ વિ. પંજાબ લાઇવ સ્કોર : સૂર્યકુમાર યાદવની અડધી સદી (78) પછી જસપ્રીત બુમરાહ અને ગેરાલ્ડ કોત્ઝેની 3-3 વિકેટની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 9 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 19.1 ઓવરમાં 183 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. એકસમયે મેચમાં મુંબઈની આસાન જીત જણાવી હતી. જોકે આશુતોષ શર્માએ 28 બોલમાં 61 રને ફટકારી મેચને રોમાંચક બનાવી દીધી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : રિલી રોસોવ, પ્રભસિમરન સિંહ, સેમ કરન (કેપ્ટન), જિતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટીમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, જસપ્રીત બુમરાહ.
- Apr 18, 2024 23:41 IST
મુંબઈ ઇન્ડિયન્સનો 9 રને રોમાંચક વિજય
સૂર્યકુમાર યાદવની અડધી સદી (78) પછી જસપ્રીત બુમરાહ અને ગેરાલ્ડ કોત્ઝેની 3-3 વિકેટની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 9 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 19.1 ઓવરમાં 183 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
- Apr 18, 2024 23:37 IST
હરપ્રીત બ્રાર 21 રને આઉટ
હરપ્રીત બ્રાર 20 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 21 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં આઉટ થયો.
- Apr 18, 2024 23:30 IST
આશુતોષ શર્મા 61 રને આઉટ
આશુતોષ શર્મા 28 બોલમાં 2 ફોર 7 સિક્સર સાથે 61 રન બનાવી કોએત્ઝનો શિકાર બન્યો.
- Apr 18, 2024 23:13 IST
આશુતોષ શર્માએ અડધી સદી ફટકારી
આશુતોષ શર્માએ 23 બોલમાં 2 ફોર 6 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Apr 18, 2024 23:11 IST
શશાંક સિંહ 41 રને આઉટ
શશાંક સિંહ 25 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે 41 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 18, 2024 22:38 IST
જીતેશ શર્મા 9 રને આઉટ
જીતેશ શર્મા 9 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી આકાશ મધવાલની ઓવરમાં એલબી આઉટ થયો.
- Apr 18, 2024 22:29 IST
હરપ્રીત સિંહ 13 રને આઉટ
ઇમ્પેક્ટ પ્લેયર હરપ્રીત સિંહ 15 બોલમાં 2 ફોર સાથે 13 રન બનાવી શ્રેયસ ગોપાલની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 18, 2024 21:57 IST
લિવિંગસ્ટોન 1 રને આઉટ
લિવિંગસ્ટોન 2 બોલમાં 1 રન બનાવી કોએત્ઝેની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 14 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 18, 2024 21:52 IST
સેમ કરન 6 રને આઉટ
સેમ કરન 7 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 14 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Apr 18, 2024 21:51 IST
રિલી રોસોવ 1 રને બોલ્ડ
રિલી રોસોવ 3 બોલમાં 1 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 18, 2024 21:50 IST
પ્રભસિમરન સિંહનું ગોલ્ડન ડક
પ્રભસિમરન સિંહ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના કોએત્ઝીની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 18, 2024 21:25 IST
મુંબઈ ઇન્ડિયન્સના 20 ઓવરમાં 7 વિકેટે 192 રન
મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 192 રન બનાવ્યા. પંજાબ કિંગ્સને જીતવા માટે 193 રનનો પડકાર મળ્યો છે.
- Apr 18, 2024 21:24 IST
રોમારિયો શેફર્ડ 1 રને આઉટ
રોમારિયો શેફર્ડ 2 બોલમાં 1 રન બનાવી હર્ષલ પટેલનો ત્રીજો શિકાર બન્યો.
- Apr 18, 2024 21:23 IST
ટીમ ડેવિડ 14 રને આઉટ
ટીમ ડેવિડ 7 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 14 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો.
- Apr 18, 2024 21:17 IST
હાર્દિક પંડ્યા 10 રને આઉટ
હાર્દિક પંડ્યા 6 બોલમાં 1 સિક્સર સાથે 10 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં આઉટ થયો.
- Apr 18, 2024 21:16 IST
સૂર્યકુમાર યાદવ 78 રને આઉટ
સૂર્યકુમાર યાદવ 53 બોલમાં 7 ફોર 3 સિક્સર સાથે 78 રન બનાવી સેમ કરનની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 18, 2024 20:31 IST
રોહિત શર્મા 36 રને આઉટ
રોહિત શર્મા 25 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે 36 રન બનાવી કરનની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 99 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 18, 2024 20:24 IST
સૂર્યકુમાર યાદવની અડધી સદી
સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથએ અડધી સદી ફટકારી.
- Apr 18, 2024 19:41 IST
ઇશાન કિશન 8 રને આઉટ
ઇશાન કિશન 8 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 18, 2024 19:37 IST
રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં ઉતર્યા
મુંબઈનો રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં ઉતર્યા. લિવિંગસ્ટોનની પ્રથમ ઓવરમાં 7 રન ફટકાર્યા.
- Apr 18, 2024 19:18 IST
રોહિત શર્માની આઈપીએલમાં 250 મી મેચ
🚨 Milestone Alert 🚨
Rohit Sharma is all set to play his 2⃣5⃣0⃣th IPL Match 👏👏
A Hitman special on the cards in Mullanpur? 😉
Follow the Match ▶️ https://t.co/m7TQkWeGn7#TATAIPL | #PBKSvMIpic.twitter.com/vddEj40hUt— IndianPremierLeague (@IPL) April 18, 2024
- Apr 18, 2024 19:16 IST
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, 2 ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટીમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, જસપ્રીત બુમરાહ.
- Apr 18, 2024 19:16 IST
પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
રિલી રોસોવ, પ્રભસિમરન સિંહ, સેમ કુરન (કેપ્ટન), જિતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.
- Apr 18, 2024 19:02 IST
પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મુંબઈ ઇન્ડિન્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- Apr 18, 2024 18:23 IST
મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં મુંબઈ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચો રમાઇ છે. જેમાં 16 મેચમાં મુંબઈનો વિજય થયો છે અને 15 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર8 7 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 230 અને લોએસ્ટ સ્કોર 119 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી. જેમાં બન્નેનો 1-1માં વિજય થયો હતો
- Apr 18, 2024 18:22 IST
મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024ની 33મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ મુલ્લાનપુર, મોહાલીમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us