MI vs RCB Highlights, IPL 2024 : આઈપીએલ 2024, મુંબઈની જીતમાં બુમરાહ, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ઝળક્યા

MI vs RCB Highlights, Mumbai Indians vs Royal Challengers Bengaluru: જસપ્રીત બુમરાહની 5 વિકેટ, ઇશાન કિશન (69) અને સૂર્યકુમાર યાદવ (52)ની આક્રમક અડધી સદી, મુંબઈનો 7 વિકેટે વિજય

MI vs RCB Highlights, Mumbai Indians vs Royal Challengers Bengaluru: જસપ્રીત બુમરાહની 5 વિકેટ, ઇશાન કિશન (69) અને સૂર્યકુમાર યાદવ (52)ની આક્રમક અડધી સદી, મુંબઈનો 7 વિકેટે વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
MI vs RCB Live Updates, MI vs RCB, IPL 2024

MI vs RCB Highlights, IPL 2024: મુંબઈ ઇન્ડિયન્સનો અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 7 વિકેટે વિજય

Mumbai Indians vs Royal Challengers Bengaluru Highlights, IPL 2024, આઈપીએલ 2024 મુંબઈ વિ. બેંગલોર સ્કોર : જસપ્રીત બુમરાહની 5 વિકેટ બાદ ઇશાન કિશન (69)અને સૂર્યકુમાર યાદવ (52)ની આક્રમક અડધી સદીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 8 વિકેટે 196 રન બનાવી લીધા છે. જવાબમાં મુંબઈએ 15.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, શ્રેયસ ગોપાલ, જસપ્રીત બુમરાહ, ગેરાલ્ડ કોએત્ઝી, આકાશ માધવાલ.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, રીસ ટોપલી, વિજયકુમાર વૈશક, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

  • Apr 11, 2024 23:21 IST

    મુંબઈ ઇન્ડિયન્સનો 7 વિકેટે વિજય

    જસપ્રીત બુમરાહની 5 વિકેટ બાદ ઇશાન કિશન (69)અને સૂર્યકુમાર યાદવ (52)ની આક્રમક અડધી સદીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 8 વિકેટે 196 રન બનાવી લીધા છે. જવાબમાં મુંબઈએ 15.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે.



  • Apr 11, 2024 23:20 IST

    હાર્દિક પંડ્યાના 6 બોલમાં 3 સિક્સર સાથે અણનમ 21 રન, તિલક વર્માના 10 બોલમાં 3 ફોર સાથે અણનમ 16 રન.



  • Advertisment
  • Apr 11, 2024 23:12 IST

    સૂર્યકુમાર યાદવ 52 રને આઉટ

    સૂર્યકુમાર યાદવ 19 બોલમાં 5 ફોર 4 સિક્સર સાથે 52 રન બનાવી વિજયકુમારની ઓવરમાં આઉટ થયો.



  • Apr 11, 2024 23:10 IST

    રોહિત શર્મા 38 રને આઉટ

    રોહિત શર્મા 24 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે 38 રન બનાવી જેક્સની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 11, 2024 22:36 IST

    ઇશાન કિશન 69 રને આઉટ

    ઇશાન કિશન 34 બોલમાં 7 ફોર 5 સિક્સર સાથે 69 રન બનાવી આકાશદીપની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 11, 2024 22:32 IST

    મુંબઈના 100 રન

    મુંબઈ ઇન્ડિયન્સે 8.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • Apr 11, 2024 22:21 IST

    મુંબઈ ઇન્ડિયન્સના 6 ઓવરમાં વિના વિકેટે 72 રન

    મુંબઈ ઇન્ડિયન્સના 6 ઓવરમાં વિના વિકેટે 72 રન. ઇશાન કિશન 55 અને રોહિત શર્મા 15 રને રમતમાં છે



  • Apr 11, 2024 22:20 IST

    ઇશાન કિશનની અડધી સદી

    ઇશાન કિશને 23 બોલમાં 5 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 11, 2024 21:38 IST

    જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી

    મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી. કોએત્ઝી, આકાશ માધવાલ અને ગોપાલને 1-1 વિકેટ મળી.



  • Apr 11, 2024 21:34 IST

    દિનેશ કાર્તિકના અણનમ 53 રન

    દિનેશ કાર્તિકના 23 બોલમાં 5 ફોર 4 સિક્સર સાથે અણનમ 53 રન.



  • Apr 11, 2024 21:33 IST

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 20 ઓવરમાં 8 વિકેટે 196 રન

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 20 ઓવરમાં 8 વિકેટે 196 રન. મુંબઈ ઇન્ડિયન્સને જીતવા માટે 197 રનનો પડકાર મળ્યો છે,



  • Apr 11, 2024 21:32 IST

    વિજયકુમાર વૈશક પ્રથમ બોલે આઉટ

    વિજયકુમાર વૈશક પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના બુમરાહનો પાંચમો શિકાર બન્યો.



  • Apr 11, 2024 21:31 IST

    દિનેશ કાર્તિકની અડધી સદી

    દિનેશ કાર્તિકે 22 બોલમાં 5 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 11, 2024 21:30 IST

    સૌરવ ચૌહાણ 9 રને આઉટ

    સૌરવ ચૌહાણ 8 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો.



  • Apr 11, 2024 21:12 IST

    મહિપાલ લોમરોર પ્રથમ બોલે આઉટ

    મહિપાલ લોમરોર પ્રથમ બોલે જ બુમરાહની ઓવરમાં એલબી આઉટ થયો. આરસીબીએ 153 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • Apr 11, 2024 21:09 IST

    પ્લેસિસ 61 રને આઉટ

    ફાફ ડુ પ્લેસિસ 40 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 61 રન બનાની બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 11, 2024 20:52 IST

    ફાફ ડુ પ્લેસિસની અડધી સદી

    ફાફ ડુ પ્લેસિસે 33 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 11, 2024 20:39 IST

    ગ્લેન મેક્સવેલ ફરી ફ્લોપ

    ગ્લેન મેક્સવેલ ફરી ફ્લોપ સાબિત થયો. 4 બોલમાં ખાતું ખોલાયા વિના ગોપાલની ઓવરમાં એલબી આઉટ થયો.



  • Apr 11, 2024 20:39 IST

    રજત પાટીદાર 50 રને આઉટ

    રજત પાટીદાર 26 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે 50 રન બનાવી કોએત્ઝેનો શિકાર બન્યો.



  • Apr 11, 2024 20:02 IST

    વિલ જેક્સ 8 રને આઉટ

    વિલ જેક્સ 6 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી માધવાલની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 23 રને બીજી વિકેટ ગુમાવી



  • Apr 11, 2024 20:01 IST

    વિરાટ કોહલી 3 રને આઉટ

    વિરાટ કોહલી 9 બોલમાં 3 રન બનાવી બુમરાહની ઓવરમાં આઉટ થયો.



  • Apr 11, 2024 19:37 IST

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા

    આરસીબીના વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા. મોહમ્મદ નબીની પ્રથમ ઓવરમાં 7 રન ફટકાર્યા.



  • Apr 11, 2024 19:16 IST

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન

    વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, રીસ ટોપલી, વિજયકુમાર વૈશક, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.



  • Apr 11, 2024 19:16 IST

    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન

    રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, શ્રેયસ ગોપાલ, જસપ્રીત બુમરાહ, ગેરાલ્ડ કોએત્ઝી, આકાશ માધવાલ.



  • Apr 11, 2024 19:04 IST

    મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Apr 11, 2024 18:33 IST

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં આરસીબી અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 14 મેચમાં બેંગલોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 213 અને લોએસ્ટ સ્કોર 111 રન છે. જ્યારે બેંગલોરનો હાઇએસ્ટ સ્કોર 235 અને લોએસ્ટ સ્કોર 122 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી અને બન્નેનો એક-એક મેચમાં વિજય થયો છે.



  • Apr 11, 2024 18:33 IST

    આજે મુંબઈ ઇન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ની 25મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.



રોયલ ચેલેન્જર્સ બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક IPL રોહિત શર્મા Virat Kohli સ્પોર્ટ્સ