/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/MI-vs-RR-live-Updates-.jpg)
IPL 2024, MI vs RR Highlights : આઈપીએલ 2024માં 14મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો 6 વિકેટે પરાજય
Mumbai Indians vs Rajasthan Royals Highlights, IPL 2024, આઈપીએલ 2024, મુંબઈ વિ. રાજસ્થાન સ્કોર : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રિયાન પરાગના અણનમ 54 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 125 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 127 રન બનાવી લીધા છે. રાજસ્થાને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. જ્યારે મુંબઈનો સતત ત્રીજો પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રકારે છે
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, ઈશાન કિશન, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન) ટીમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જસપીરિત બુમરાહ, ક્વેના માફાકા
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્ગર, યુઝવેન્દ્ર ચહલ.
- Apr 01, 2024 23:13 IST
રાજસ્થાન રોયલ્સનો 6 વિકેટે વિજય
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રિયાન પરાગના અણનમ 54 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 125 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 127 રન બનાવી લીધા છે. રાજસ્થાને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. જ્યારે મુંબઈનો સતત ત્રીજો પરાજય થયો છે.
- Apr 01, 2024 23:08 IST
રિયાન પરાગના અણનમ 54 રન
રિયાન પરાગના અણનમ 54 અને શુભમ દુબેના અણનમ 8 રન.
- Apr 01, 2024 23:04 IST
રિયાન પરાગની અડધી સદી
રિયાન પરાગે 38 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Apr 01, 2024 23:03 IST
આર અશ્વિન 16 રને આઉટ
આર અશ્વિન 16 બોલમાં 1 ફોર સાથે 16 રન બનાવી માધવાલની ઓવરમાં આઉટ થયો.
- Apr 01, 2024 22:36 IST
રાજસ્થાન રોયલ્સના 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 84 રન
રાજસ્થાન રોયલ્સે 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 84 રન બનાવી લીધા છે. રિયાન પરાગ 21 અને અશ્વિન 15 રને રમતમાં છે.
- Apr 01, 2024 22:24 IST
જોશ બટલર 13 રને આઉટ
જોશ બટલર 16 બોલમાં 2 ફોર સાથે 13 રન બનાવી આકાશ મધવાલની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 01, 2024 22:10 IST
સંજુ સેમસન 12 રને આઉટ
સંજુ સેમસન 10 બોલમાં 3 ફોર સાથે 12 રન બનાવી આકાશ મધવાલની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 01, 2024 21:56 IST
યશસ્વી જયસ્વાલ 10 રને આઉટ
યશસ્વી જયસ્વાલ 6 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી માફાકાની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 01, 2024 21:31 IST
ટ્રેન્ટ બોલ્ટ અને ચહલે 3-3 વિકેટ ઝડપી
ટ્રેન્ટ બોલ્ટ અને ચહલે 3-3 વિકેટ ઝડપી. જ્યારે બર્ગરે 2 અને અવેશ ખાને 1 વિકેટ ઝડપી.
- Apr 01, 2024 21:30 IST
મુંબઈ ઇન્ડિયન્સના 20 ઓવરમાં 9 વિકેટે 125 રન
મુંબઈ ઇન્ડિયન્સના 20 ઓવરમાં 9 વિકેટે 125 રન. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 126 રનનો પડકાર.
- Apr 01, 2024 21:29 IST
બુમરાહ 8 રને અણનમ
જસપ્રીત બુમરાહ 8 અને આકાશ મધવાલ 4 રને અણનમ રહ્યા.
- Apr 01, 2024 21:14 IST
ટીમ ડેવિડ 17 રને આઉટ
ટીમ ડેવિડ 24 બોલમાં 1 ફોર સાથે 17 રન બનાવી બર્ગરની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 01, 2024 21:05 IST
મુંબઈના 17 ઓવરમાં 8 વિકેટે 112 રન
મુંબઈ ઇન્ડિયન્સના 17 ઓવરમાં 8 વિકેટે 112 રન. ટીમ ડેવિડ અને જસપ્રીત બુમરાહ રમતમાં છે.
- Apr 01, 2024 21:04 IST
ગેરાલ્ડ કોએત્ઝી 4 રને આઉટ
ગેરાલ્ડ કોએત્ઝી 9 બોલમાં 4 રન બનાવી ચહલની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 01, 2024 20:57 IST
તિલક વર્મા 32 રને આઉટ થયો
તિલક વર્મા 29 બોલમાં 2 સિક્સર સાથે 32 રન બનાવી ચહલની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 95 રને સાતમી વિકેટ ગુમાવી.
- Apr 01, 2024 20:35 IST
પીયુષ ચાવલા 3 રને આઉટ
પીયુષ ચાવલા 3 રને અવેશ ખાનનો શિકાર બન્યો.
- Apr 01, 2024 20:35 IST
હાર્દિક પંડ્યા 34 રને આઉટ
હાર્દિક પંડ્યા 21 બોલમાં 6 ફોર સાથે 34 રન બનાવી ચહલની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 76 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Apr 01, 2024 19:58 IST
ઇશાન કિશન 16 રને આઉટ
ઇશાન કિશન 14 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 16 રન બનાવી બર્ગરની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 20 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 01, 2024 19:57 IST
ઇમ્પેક્ટ પ્લેયર ડેવાલ્ડ બેવિસ ખાતું ખોલાયા વિના આઉટ
ઇમ્પેક્ટ પ્લેયર ડેવાલ્ડ બેવિસ પ્રથમ બોલે જ બોલ્ટનો ત્રીજો શિકાર બન્યો.
- Apr 01, 2024 19:40 IST
નમન ધીર પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ
નમન ધીર પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના બોલ્ટની ઓવરમાં એલબી આઉટ થયો. મુંબઈએ 2 રનમાં 2 વિકેટ ગુમાવી.
- Apr 01, 2024 19:39 IST
રોહિત શર્મા પ્રથમ બોલે આઉટ
રોહિત શર્મા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 01, 2024 19:12 IST
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, ઈશાન કિશન, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન) ટીમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જસપીરિત બુમરાહ, ક્વેના માફાકા
- Apr 01, 2024 19:11 IST
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્ગર, યુઝવેન્દ્ર ચહલ.
- Apr 01, 2024 19:04 IST
રાજસ્થાન ટોસ જીત્યો, પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો અને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
- Apr 01, 2024 18:25 IST
મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થયા છે. જેમાં 15 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. જ્યારે 12 મેચમાં રાજસ્થાન રોયલ્સ વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 214 અને લોએસ્ટ સ્કોર 92 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 212 અને લોએસ્ટ સ્કોર 90 રન છે. 2023ની સિઝનમાં એક મેચમાં મુંબઈનો વિજય થયો હતો.
- Apr 01, 2024 18:25 IST
આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024માં 14મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us